23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૈં ભી બન ગયા હીરો: બાદશાહ

ગાયક અને રેપ કલાકાર બાદશાહ આજે યુવા વર્ગમાં બહુ લોકપ્રિય છે. તેના ગીતો યુવાનોના જીભે ધમધમે છે. તે દેખાવમાં પણ રૂપાળો છે આથી જ તો તેને ‘ખાનદાની શફાખાના’ ફિલ્મમાં હીરોનો રોલ મળી ગયો. બાદશાહ પોતે પણ કહે છે કે મને પણ ખબર નહોતી કે મને હીરો બનવાની ઓફર થશે. મને ફિલ્મ ઓફર થઇ એટલે મેં તો તેની સિક્રપ્ટ સાંભળી. સારી લાગી. પછી સેટ પર ગયો અને શૂટિંગ શરૂ થઇ ગયું. જ્યારે તેનું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે મને લાગ્યું કે હું તો ખરેખર હીરો બની ગયો. મને તો એમ લાગતું હતું કે કોઇ મને એક્ટર શું કામ બનાવે? એવું મારામાં શું છે કે કોઇ મારા અભિનય પર પૈસા લગાવે? રેપ કલાકાર બાદશાહના ગીતો પબ ને ડાન્સ ફ્લોરની શાન હોય છે. હવે અભિનય કર્યા પછી તે પણ અસમંજસમાંછે અને સાથે ખુશી પણ અનુભવી રહ્યો છે. તે તેની આ પહેલી ફિલ્મ વિશે કહે છે, મને ડર હતો કે હું કેટલા ટેકમાં સીન ઓકે કરીશ? પણ પહેલોસીન જ એક ટેકમાં ઓકે થઇ ગયો. નહીં તો સોનાક્ષી સામે કંઇ ગડબડ તો નહીં થઇ જાય ને એવી બીક હતી. મેંપહેલું ગીત ગાયું ત્યારે મને કોઇ ડર ન હતો, કારણ કે મારે તેમાંખોવાનું કંઇ નહોતું. પણ આ પહેલી ફિલ્મમાં અભિનય ન આવડત તો મારું નુકશાન જ નુકશાન હતું. જોકે, મને ક્યારેય અભિનયનો શોખ નહોતો, પણ ઓફરો મળતી રહેતી હતી. અગાઉ પણ ‘લસ્ટ સ્ટોરીઝ’માં વિકી કૌશલવાળો રોલ મને મળ્યો હતો, પણ મનેતે સમયે લાગ્યું કે આ રોલ કરવો મારી ઇમેજની વિરુદ્ધ બની જશે. આમ પણ તે બહુ મોટો રોલ નહોતો. મને ‘ગુડ ન્યુઝ’માં પણ રોલ મળેલો, પણ મેં તે ઠુકરાવી દીધો. પછી આ ફિલ્મ માટે મેં હા પાડી દીધી, કેમ કે આનો વિષય બહુ હટકે હતો. મને લાગે છે કે મારા ચહેરામાં જ કશુંક એવું છે, જેથી મને એક પછી એક રોલ ઓફર થતા રહે છે, એમ તે ખુશ થતાં કહે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

363se308
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com