17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોઇપણ પડકારરૂપ ભૂમિકા ભજવવા તૈયાર રીચા ચઢ્ઢા

જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં આધેડ વયની મહિલાનું પાત્ર મજબૂત રીતે ભજવનાર બૉલીવુડ એકટ્રેસ રીચા ચઢ્ઢા ‘ફુકરે’, ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’, ‘ઓયે લકી! લકી ઓયે’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે.

હાલ રીચા ચઢ્ઢા ‘બરેલી કી બર્ફી’, ‘નીલ બટે સન્નાટા’ જેવી લોકપ્રિય ફિલ્મો આપનાર દિગ્દર્શક અશ્ર્વિની ઐયર તિવારીની ફિલ્મ ‘પંગા’માં કામ કરી રહી છેતથા કોર્ટરૂમ ડ્રામા ‘સેકશન ૩૭૫’, ‘શકીલાની બાયોપિક’, ‘અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ’ તથા ‘ઇનસાઇડ એજ-૨’ના શૂટિંગમાં અતિ વ્યસ્ત છે. સાથે-સાથે જાણવા મળ્યા મુજબ રીચા પ્રથમવાર એકશન થ્રિલર ફિલ્મ કરવા જઈ રહી છે જે અમેરિકા સ્થિત નિર્દેશકના નિર્દેશન હેઠળ તૈયાર થશે. જોકે આ અંગે હજી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રીચા તેમાં સ્ટન્ટ્સ પોતે કરવા માંગે છે. તેના માટે તે કિક બૉક્સિંગ વગેરે સાથે અનેક કઠોર શારીરિક પ્રશિક્ષણ માટે પણ તૈયાર છે.

હાલ તો રીચા કહે છે કે તે ‘પંગા’ માટે તૈયાર છે જેમાં તે કબડ્ડી પ્લેયરનો કિરદાર નિભાવી રહી છે. રીચા જણાવે છે કે પંગા ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે. એથલેટ બનવું સરળ નથી. શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવું પડે છે. એથલેટ બનવું એક પ્રક્રિયા છે, જે સખત મહેનત અને લગન માંગી લે છે. રીચા જણાવે છે કે તેને મળતી ભૂમિકાઓ પ્રત્યે તે સભાન છે. શારીરિક તાલિમ અને કોઈ પણ જાતના ફેરફાર સંદર્ભે પણ રીચા સદા તત્પર રહે છે. રીચા જણાવે છે કે ‘પંગા’ ફિલ્મ દરમિયાન તેને ઘણું શીખવા મળ્યું છે. રીચાને ફિલ્મ થકી રમતના મેદાનનો થયેલો અનુભવ અને ખેલાડીની જેમ મળેલી તાલિમનો આનંદ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

E20524v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com