23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘બાહુબલી’ની વિદેશી ‘દેવસેના’

નિયતિ રાઠોડ



લાખો-કોરોડો યુવતીઓના દિલની ધડકન બની ચૂકેલો પ્રભાસ હવે રિયલ લાઈફમાં કોઈના દિલની ધડકન બનવા જઈ રહ્યો છે. બી-ટાઉનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તે ફિલ્મ ‘સાહો’ની રિલીઝ બાદ તરત જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ સમાચાર વાંચીને કેટલીય યુવતીઓના દિલ તૂટી ગયા હશે, એ વાતમાં તો કોઈ શંકા જ નથી.

હવે તમને થશે કે આખરે આ દેસી ‘બાહુબલિ’ દેવસેના છે કોણ રાઈટ? પ્રભાસના પરિવારે પ્રભાસ માટે પહેલાંથી જ છોકરી શોધી લીધી છે. અમેરિકાના એક ઉદ્યોગપતિની દીકરી સાથે પ્રભાસનું ચોકઠું ગોઠવાઈ ગયું છે. બી-ટાઉનમાં તો અત્યારથી જ પ્રભાસના લગ્નની ચર્ચા ચાલી રહી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ ‘સાહો’ની રિલીઝ બાદ તરત જ પ્રભાસ લગ્ન કરી લેશે. હાલમાં પ્રભાસ ‘સાહો’ માટે ખૂબ જ ચર્ચામાં છે. એટલું જ નહીં અવારનવાર તેનું નામ તેની કો-એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથેના તેના અફેયરને કારણે પણ ચર્ચાતું હોય છે. પોતાની અભિનય ક્ષમતા અને ફીટ એન્ડ ફાઈન બોડીને કારણે પ્રભાસ તો ફીમેલ ફોલોઈંગના રેકોર્ડ તો બ્રેક કરતો જ હોય છે, પણ આ વખતે તેણે એક નવો જ રેકોર્ડ સેટ કર્યો છે. જો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતી વાતો પર ભરોસો કરીએ તો ‘સાહો’ ફિલ્મથી તો પ્રભાસે બધા જ બોલીવૂડના કલાકારોના રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે એવું કહેવાય છે કે આ ફિલ્મ માટે પ્રભાસે ફી પેટે રૂ. ૧૦૦ કરોડ લીધા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. જો આ રિપોર્ટ્સ પર વિશ્ર્વાસ કરીએ તો પ્રભાસ બોલીવૂડના કલાકારોને ઓવર ટેક કરીને સૌથી વધારે ફી ચૂકવવામાં આવી હોય એવો ભારતીય કલાકાર બની ગયો છે. ફિલ્મ ‘સાહો’ વિશે વાત કરીએ તો ફિલ્મના પોસ્ટર અને ટીઝર્સ જોઈને એવું લાગે છે કે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરને પણ ફિલ્મમાં પોતાની અદાકારી દેખાડવાનો પૂરેપૂરો મોકો આપવામાં આવ્યો છે અને આ ફિલ્મ માટે તેને રૂ. સાત કરોડ ચૂકવવામાં આવ્યા હોય એવી ચર્ચા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. પ્રભાસ ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ઊંચા મુકામ પર પહોંચી ગયો છે, જ્યાં પહોંચવાનું દરેક નવોદિતનું સપનું હોય છે. દર્શકો લાંબા સમયથી ફિલ્મ ‘સાહો’ની રાહ જોઈ રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

437v1Q2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com