27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘તેનાલી રામા’માં આવશે ૧૫ વર્ષનો જમ્પ

ચિરાગ ગાંધી



લાંબા સમયથી ચાલી રહેલી અતિ લોકપ્રિય ધારાવાહિક ‘તેનાલી રામા’ સમયની છલાંગ લગાવી રહી છે. તેનાલી રામાનું લોકપ્રિય મુખ્ય પાત્ર ભજવનાર ક્રિષ્ના ભારદ્વાજ જનરેશન લીપ બાદ ડબલ રોલમાં દેખાશે.

ક્રિષ્ના ભારદ્વાજે સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે ધારાવાહિક તેનાલી રામાને ૧૫ વર્ષ આગળના સમયમાં લઈ જવામાં આવી રહી છે, જેમાં તેઓ પોતે પિતા અને પુત્રની બેવડી ભૂમિકામાં દેખાશે. તેઓ યુવાન પુત્ર તેનાલી અને તેના વ્ાૃદ્ધ પિતાનો બેવડો કિરદાર નિભાવશે.

તેનાલી રામા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા ક્રિષ્ના બે અલગ-અલગ કિરદાર નિભાવવાને પડકારજનક કામ જણાવે છે, પરંતુ બંને કિરદાર નિભાવવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહી છે. આ શોના કારણે તેને અભિનય ક્ષમતા દર્શાવવાનું સૌભાગ્ય મળ્યા બદલ આનંદ અને ગૌરવ મિશ્રિત લાગણી અનુભવે છે. તે જણાવે છે સિરિયલમાં આવી રહેલું પરિવર્તન તેનાલી રામાને નવો વળાંક આપશે.

ભાસ્કરના પાત્ર વિશે કૃષ્ણા ભારદ્વાજ જણાવે છે કે તેનાલી રામા દર્શકો માટે ભગવાન સ્વરૂપ - રામ સ્વરૂપ હતા જ્યારે ભાસ્કર માનવ સ્વરૂપ પાત્ર હશે. ભાસ્કર ભૂલ પણ કરશે, તોફાન પણ કરશે. ભાસ્કરનું પાત્ર સાયકોલોજીકલી, મેન્ટલી અને ઇમોશનલી તેનાલી રામાથી અલગ રહેશે. ભાસ્કરનું રામ નહીં પણ કૃષ્ણ જેવું વ્યક્તિત્વ રહેશે.

ક્રિષ્ના ભારદ્વાજ રમુજી મૂડમાં જણાવે છે કે તેમણે નિર્માતાને વિનંતી કરી છે કે તેનાલી રામાને પહેરણ વગર રાખ્યા, પણ ભાસ્કરને ઉપવસ્ત્ર પહેરાવજો.

તેનાલી રામા શોના રેટિંગને વધુ મજબૂત કરવાના ભાગરૂપે તેમાં ટાઇમ લીપ કરવામાં આવ્યો છે. તેનાલી રામાની વાર્તાઓ સિમિત છે. હકીકતમાં કેટલીક વાતો નવી પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ ઐતિહાસિક પાત્રોને વધુ કાલ્પનિક કરવા શક્ય નથી. તેનાલી રામા શોમાં સમયનો કૂદકો કેટલી સફળતા અપાવી શકે છે એ તો સમય જ બતાવશે, પરંતુ ટાઇમ લીપ દરમિયાન તેનાલી થોડો સમય તેના પરિવાર સાથે પણ પસાર કરશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

a4n345C1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com