23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્પેનિશ વેબ સિરીઝ પર ફિલ્મ બનાવશે કિંગખાન

મૌસમી પટેલ



ફિલ્મ ‘ઝીરો’ બોક્સ ઑફિસ ઊંધા માથે પડતાં જ નિરાશ થયેલાં કિંગ ખાને ફિલ્મોમાંથી થોડાક સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો, જોકે હવે તેના પ્રશંસકો માટે એક ગુડ ન્યૂઝ છે. ૨૦૧૯માં જ તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘બદલા’ બનાવ્યા બાદ હવે શાહરુખ ખાને એક સ્પેનિશ થ્રિલર વેબ સિરીઝને પ્રોડ્યુસ કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવાઈ રહ્યું છે કે શાહરુખની પ્રોડક્શન કંપનીએ નેટફ્લિક્સ પર આવનારા સ્પેનિશ શો ‘મની હાઈસ્ટ’ના રાઈટ્સ ખરીદી લીધા છે. એક્ટિંગમાં ભલે શાહરુખ ખાનના વળતા પાણી થયા હોય, પણ ‘બદલા’ એ બોક્સ ઑફિસ પર ઠીક ઠીક કમાણી કરી લીધી હતી અને દર્શકોએ આ ફિલ્મને ખાસી એવી પસંદ પણ કરી હતી.

એવું કહેવાઈ રહ્યું છે કે શાહરુખ ખાનને તેના જ એક પાર્ટનર પાસેથી આ સ્પેનિશ શો વિશેની માહિતી મળી હતી. ત્યાર બાદ આ શો વિશે થોડું રિસર્ચ કરીને આખરે કિંગખાને આ શો પરથી એક હિંદી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. જોકે હજી સુધી આ વાત સ્પષ્ટ નથી કે શાહરુખ ખાન આ ફિલ્મમાં એક્ટિંગ પણ કરશે કે પછી માત્ર પ્રોડક્શનનું કામ સંભાળીને જ સંતોષ માની લેશે. હાલ તો એક જ વાત રાહત આપનારી છે અને એ એટલે કે કિંગખાન આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે.

રાઈટર્સની એક ટીમને આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે પસંદ કરી લેવામાં આવી છે. આ વેબ સિરીઝ એક એવી રહસ્યમયી વ્યક્તિ પર આધારિત છે જે પોતાની જાતને ‘ધ પ્રોફેસર’ કરીને બોલાવે છે. એટલું જ નહીં આ વ્યક્તિ એક ઐતિહાસિક બૅંક ચોરી માટે આઠ જણની એક ટીમ બનાવીને તેમને તાલીમ આપે છે.

એક સમયે ઓનસ્ક્રીન પોતાનો જાદુ કરોડો દર્શકોના દિલ પર ચલાવનારા કિંગખાનની છેલ્લી કેટલીક ફિલ્મો જોઈએ એવો જાદુ નથી દેખાડી શકી અને એ જ કારણ છે કે કિંગખાને એક્ટિંગમાંથી થોડાક સમય માટે બ્રેક લેવાનો નિર્ણય લીધો છે, જોઈએ હવે તેનો આ નિર્ણય તેના માટે કેટલો ફાયદાકારક પુરવાર થાય છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3y43268
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com