23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હેલો સની લિયોની?

કલ્પના ભટ્ટ



સની લિયોનીની એક ભુલે દિલ્હીના પુનિત અગ્રવાલનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આમ તો ભૂલ સનીની પણ કહી ન શકાય. ૨૬ જુલાઈના રોજ દિલજીત દોસાંજની ફિલ્મ ‘અર્જુન પતિયાલા’ રિલિઝ થઈ, જેમાં એક સીનમાં સની પોતાનો સેલ નંબર એક પોલીસમેનને આપે છે. કમનસીબે જે નંબર સની જણાવે છે એ દિલ્હીમાં રહેતા ૨૬ વર્ષિય પુનિત અગ્રવાલનો નંબર છે. આ ફિલ્મ બાદ પુનિત પર ધનાધન ફોન આવવાના શરૂ થઈ જાય છે. સનીના પ્રશંસકો-ચાહકોએ સની સાથે વાત કરવાની ઘેલછાએ સમજ્યા-વિચાર્યા વગર જ ફોન જોડવો શરૂ કરી દીધો અને દિલ્હીનો પુનિતબિચારો પોતે સની નહી, પણ પુનિત હોવાની સ્પષ્ટતા કરતા-કરતા થાકી ગયો છે.

સવાલ અહીં લોકોની સમજદારીનો છે. માનો કે નંબર સનીનો હોત તો પણ સમય-કસમયે વગર વિચાર્યે ફોન જોડી દેવાય થોડું?. સેલિબ્રિટીના દિવાના લોકો શિષ્ટાચાર પણ ચૂકી જતા હોય છે. ઉત્તર દિલ્હીના પિતામ્પુરાનો રહેવાસી પુનિત અસંખ્ય લોકોના ફોનનો જવાબ આપી થાકી ગયો છે. લોકો તેની પાસે સની લિયોની સાથે વાત કરાવવા માંગણી કરે છે. શરૂઆતમાં તો તેને લાગ્યું કોઈ મજાક કરી રહ્યું છે, પરંતુ બાદમાં તેને ફિલ્મમાં સનીએ શેર કરેલા નંબર વિશે જાણ થઈ. ૫૦૦થી વધારે ફોનના જવાબ આપી કંટાળેલા પુનિતે આખરે મૌર્ય એન્કલેવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. લોકો તેને ફોન કરીને અભદ્ર વાતો અને માંગણીઓ કરતા હતા. જોકે, તેણે ફરિયાદ નોંધાવ્યા પછી સનીએ પુનિતની માફી માગી છે અને કહ્યું કે સૉરી, મને ખબર નહોતી કે આ નંબરથી તમને આટલી પરેશાની થશે.

ડેપ્યુટી કમિશનર વિજયાન્ત આર્યએ જણાવ્યું હતું કે કમનસીબી એ છે કે અણધાર્યે બનતી આવી ઘટના કોઈ ક્રિમીનલ ઓફેન્સ નથી ગણાતી. અગાઉ ૨૦૦૩માં ‘બ્રુસ અલમાઇટી’ રિલિઝ થયું ત્યારે પણ ફિલ્મમાં સ્ક્રિન પર ડિસપ્લે થયેલો નંબર બફેલોના એક વતનીનો હોવાને કારણે તેના પર પણ અસંખ્ય ફોન આવવાના શરૂ થયા હતા. જેમાં લોકો તેમને ભગવાન સાથે વાત કરાવવાની માંગણી કરતા હતા.

ફિલ્મના ડિરેક્ટર રોહિત જુગરાજ જણાવે છે કે તેઓ આ સર્જાયેલી ઘટનાથી અજાણ હતા. હકીકતમાં પ્રથમ ચાર આંકડા નવ દો ગ્યારહ (૯૨૧૧) પરથી નંબર રાખવાનો તેમનો ઉદ્દેશ હતો પરંતુ તેમને કોઈનો નંબર હોવા અંગે જરા પણ અંદાજ નહોતો. તેઓ જણાવે છે કે સનીએ ફિલ્મમાં ૯ આંકડાનો નંબર જણાવ્યો છે, એવો તેમને ખ્યાલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

B6p7i6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com