23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફિલ્મોપર ફિલ્મો: પરિણીતી ચોપરાની ગાડી પૂરપાટ દોડી

દિગ્દર્શક રિભુદાસગુપ્તા ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રીમેક બનાવી રહ્યા છે, જે ૨૦૧૬માં આવી હતી. આ મિસ્ટ્રી થ્રિલર ડ્રામા બ્રિટીશ લેખક પૌલા હૉક્ધિસની ૨૦૧૫માં આવેલી એ જ નામની લોકપ્રિય નવલકથા પર આધારિત છે. ફિલ્મની વાર્તા એવી છે કે આલ્કોહૉલિક ડિવોર્સી રાશેલ એક ગૂમ થયેલી વ્યક્તિની શોધખોળના કાર્યમાં જોડાય છે. આ અમેરિકન ફિલ્મ હવે હિન્દીમાં બનવાની છે. તેમાં પરિણીતી ચોપરા રાશેલનું પાત્ર ભજવશે, જે મૂળ ફિલ્મમાં એમિલી બ્લન્ટે ભજવેલું. તેના સિવાય અન્ય કલાકારોમાં ક્રિતી કુલ્હારી, અદિતી રાવ અને લૈલા મજનુ સ્ટાર અવિનાશ તિવારી પણ ફિલ્મમાં છે. અગાઉ રિભુએ ‘ટીથ્રીએન’ ફિલ્મ બનાવી હતી, જેમાં અમિતાભ બચ્ચન હતા. હવે આ નવી ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ થઇ ગયું છે. પરિણીતીની આગામી રિલીઝ થનારી ફિલ્મ છે ‘જબરિયા જોડી’, જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા છે. આ ઉપરાંત તેની પાસે અર્જુન કપૂર સાથેની ‘સંદીપ ઔર પિન્કી ફરાર’, ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ અને ‘સાઇના નેહવાલની બાયોપિક’ ફિલ્મો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

73d32u23
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com