23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કરણજોહર ચિંતામાં: ૨૦૧૯નું વર્ષ બહુ ખરાબ ગયું

બૉલીવૂડમાં નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરનું નામ એક બ્રાન્ડ બની ગયું છે. તે બૉલીવૂડમાં હાઇ લાઇફવાળી ફિલ્મો બનાવવા માટેનો એક સિમ્બોલ બની ગયો છે. પણ અત્યારે તે બહુ નિરાશ થઇ ગયો હોય તેમ લાગે છે, કારણ કે તેની છેલ્લી ફિલ્મો લગભગ ફ્લોપ થઇ છે આથી તે ચિંતામાં પડી જાય તે સ્વાભાવિક છે. ૨૦૧૯નુંવર્ષતેના માટે બહુ ખરાબ ગયું છે. તેણે તે વાત તેના નજીકના મિત્રોને પણ કહી હતી. આ વર્ષની શરૂઆતમાં નિર્માતા તરીકેની તેણે કારકિર્દીની સૌથી ફ્લોપ ફિલ્મ આપી છે ‘કલંક’. આ ઉપરાંત ‘સ્ટુડન્ટ ઓફ ધયર ટુ’ ફિલ્મ પણ બહુ નબળી પુરવાર થઇ હતી. તેના પછી તેની એવી ફિલ્મ નથી આવી, જે તેની કારકિર્દીને ઝળકાવી શકે. આપણે ઇચ્છીએ કે તેની આગામી ફિલ્મો સફળતાને વરે. અત્યારે તો કરણ તેની માતા અને બાળકો સાથે કોઇક અજાણી જગ્યાએ લાંબુ વેકેશન મનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Qi6T5ct
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com