27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જન્મદિન મુબારક હો

જેક્વેલિન ફર્નાન્ડિઝ

બોલીવૂડની શ્રીલંકન બ્યુટી જેક્વેલિન ફર્નાન્ડિઝની કારકિર્દી ઘણી ઉપર આવી ગઇ છે. એક સામાન્ય મોડલમાંથી અભિનેત્રી બનેલી જેક રેસ્ટોરાંની પણ માલકિન છે એ વાત ગણ્યાગાંઠ્યા લોકો જ જાણતાં હશે. હાલમાં તો જેક એક સાથે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેથી તેનો જન્મદિન પણ વ્યસ્ત શેડ્યુલમાંથી થોડો સમય કાઢીને ઉજવશે.

જન્મતારીખ: ૧૧ ઓગસ્ટ, ૧૯૮૫ (૩૪ વર્ષ)

જન્મસ્થળ: બહેરિન

હુલામણું નામ: જેકી

માતા-પિતા: કિમ-ઇર્લોય ફર્નાન્ડિઝ

રાષ્ટ્રીયતા: શ્રીલંકન

શોખ: ડાન્સિંગ, સ્વિમિંગ, ટ્રાવેલિંગ

મનપસંદ અભિનેતા: શાહરુખ ખાન

મનપસંદ અભિનેત્રી: એન્જોલિના જોલી

મનગમતું ફરવાનું સ્થળ: ઇટલી

ભણતર: ગ્રેજ્યુએટ ઇન માસ કમ્યુનિકેશન

પહેલી ફિલ્મ: અલાઉદ્દીન (૨૦૦૯)

પ્રખ્યાત ફિલ્મો: કિક, મર્ડર ટુ, રોય, હાઉસફુલ ટુ, ઢિશુમ, રેસ થ્રી, બ્રધર્સ, જુડવા ટુ, ફ્લાઈંગ જાટ, અ જેન્ટલમેન

----------------------

સુનિલ શેટ્ટી

કર્ણાટકમાં જન્મેલા ફિલ્મી કલાકાર સુનિલ શેટ્ટીએ મુંબઇમાં અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઘણી મહેનત કરી હતી અને ’૯૦ના દાયકાનો સફળ કલાકાર બન્યો હતો. સુનિલ છેલ્લાં કેટલાક વર્ષોથી ફિલ્મી દુનિયાથી જાણે ગાયબ જ થઇ ગયો છે, પરંતુ ઓફસ્ક્રીન તેણે ઘણી બિનસરકારી સંસ્થાઓ સાથે જોડાઇને સામાજિક કાર્યો કર્યાં છે અને હાલમાં પણ તે એ જ કરી રહ્યો છે. સુનિલ મોટે ભાગે જન્મદિનના દિવસે ઘરમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે. પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવીને તે પોતાના જન્મદિનની ઉજવણી કરતો હોય છે.

જન્મતારીખ: ૧૧ ઓગસ્ટ, ૧૯૬૧ (૫૮ વર્ષ)

જન્મસ્થળ: મેંગ્લોર, કર્ણાટક

સાચું નામ: સુનિલ વીરપ્પા શેટ્ટી

હુલામણું નામ: અન્ના

પિતા: વીરપ્પા શેટ્ટી

બહેન: સુજાતા શેટ્ટી

પત્ની: માના શેટ્ટી

સંતાન: અહાન, આથિયા

મનપસંદ અભિનેતા: અમિતાભ બચ્ચન

મનપસંદ અભિનેત્રી: નરગિસ, શર્મિલા ટાગોર, માધુરી દીક્ષિત, કાજોલ

મનગમતી રમત: ક્રિકેટ

ભણતર: બેચલર્સ ઇન હોટલ મેનેજમેન્ટ

અભિનેતા તરીકે પહેલી ફિલ્મ: બલવાન (૧૯૯૨)

નિર્માતા તરીકે પહેલી ફિલ્મ: ખેલ (૨૦૦૩)

પ્રખ્યાત ફિલ્મો: ધડકન, હેરાફેરી, મોહરા, બોર્ડર, ગોપી કિશન, દિલવાલે, ભાઇ, અંત, મૈં હું ના, બલવાન, ફિર હેરાફેરી, કાંટે, આવારા પાગલ દીવાના, રક્ષક, શૂટઆઉટ એટ લોખંડવાલા, ઢાલ, કયામત, રુદ્રાક્ષ, ખેલ, આક્રોશ, ક્રોધ, હલચલ, રક્ત, ભાગમભાગ, નો પ્રોબ્લેમ, એલઓસી: કારગિલ, દસ કહાનિયાં, કર્ઝ

------------------

સારા અલી ખાન

કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કરનારી નવાબ ખાનદાનની રાજકુમારી અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાને એકસાથે બે હિટ ફિલ્મો આપીને નિર્માતાઓની ચહિતી બની છે.

જન્મતારીખ: ૧૨ ઓગસ્ટ, ૧૯૯૫. જન્મસ્થળ: મુંબઇ

માતા-પિતા: અમૃતા સિંહ-સૈફ અલી ખાન. ભાઇ: ઇબ્રાહિમ

શોખ: ડાન્સિંગ, ટ્રાવેલિંગ

મનપસંદ અભિનેત્રી: કેટરિના કૈફ

મનપસંદ વાનગી: હૈદરાબાદી બિરિયાની

મનગમતું ફરવાનું સ્થળ: ગોવા, લંડન, ન્યુ યોર્ક, દુબઇ

પહેલી ફિલ્મ: કેદારનાથ (૨૦૦૯)

------------------------

હંસિકા મોટવાણી (અભિનેત્રી) : ૯ ઓગસ્ટ૧૯૯૧(૨૮ વર્ષ)

-------------------

અપરા મહેતા (ટીવી અભિનેત્રી) : ૧૩ ઓગસ્ટ૧૯૬૦(૫૯ વર્ષ)

-----------------

કામ્યા પંજાબી (ટીવી અભિનેત્રી) : ૧૩ ઓગસ્ટ૧૯૭૯(૪૦ વર્ષ)

--------------------

સુનિધિ ચૌહાણ (ગાયિકા) :૧૪ ઓગસ્ટ૧૯૮૩(૩૬ વર્ષ)

--------------------

મોહિત રૈના (અભિનેતા) : ૧૪ ઓગસ્ટ૧૯૮૨(૩૭ વર્ષ)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

02563l1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com