23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૧૩ વર્ષે કમબૅક,પણ હજુ એવી ને એવી

મિર્ચ મસાલા



અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા ૧૩ વર્ષ પછી લાંબા સમયે ફરી ફિલ્મમાં આવવાની છે. તેની એ નવી ફિલ્મ છે ‘નિકમ્મા’. ફિલ્મનું શૂટિંગ તે બહુ જલ્દી શરૂ કરવાની છે. અત્યારે તે તૈયારી માટે ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી રહી છે. તે કહે છે, મારા માટે ફિલ્મ કરવી અત્યારે નવી વાત બની ગઇ છે. આથી હું તેની પ્રોસેસને બહુ એન્જૉય કરી રહી છું. હું માનું છું કે મારો અત્યારનો કમબૅક સમય બહુ સારો છે, કારણ કે અત્યારે ફિલ્મનો વિષય જ હીરો હોય છે આથી ફિલ્મમાં કંઇક કરવાનું મળી રહે. મને આ ફિલ્મની સ્ક્રીપ્ટ બહુ ગમી છે. આ રૉમેન્ટિક કૉમેડીમાં તેની સાથે અભિમન્યુ દાસાની અને શિર્લે સેટિયા છે અને દિગ્દર્શક સબ્બીર ખાન છે. શિલ્પા કહે છે, મારા પાત્રની રજૂઆત બહુ નવી રીતે થવાની છે. હું ભલે ૧૩ વર્ષ પછી આવી રહી છું, પણ કલાકાર હંમેશાં કલાકાર રહે છે. હું અત્યારે ફીટ એન્ડ ફાઇન છું. ફિલ્મો નહોતી કરતી છતાં પણ લાઇમલાઇટમાં તો રહેતી જ હતી. યોગા અને ફિટનેસ તો મારા જીવનનો ભાગ બની ગયા છે.

મારે ફરી ફિટનેસ મેળવવા માટે પ્રયાસ કરવાની જરૂર નથી. મને લાગે છે કેપોતાની જાતને જાળવવા માટે આ બધી વસ્તુઓ મહત્ત્વની છે. યોગા એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે બહુ ઉપયોગી છે. તેની ફિલ્મ ‘નિકમ્મા’ ૨૦૨૦ના ઉનાળામાં રિલીઝ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

56851A0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com