24-February-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શ્રદ્ધાકપૂર પણ સોનમ, આલિયાના પગલે

ઈશાની પંડિત



બૉલીવૂડની અભિનેત્રી શ્રદ્ધાકપૂર તેની ફિલ્મી કારકિર્દીમાં જુદા જુદા પાત્રો નિભાવી ચૂકી છે. હવે તે એક નવા પ્રકારનું પાત્ર ભજવશે. ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’માં આલિયા ભટ્ટે અને ‘નીરજા’માં સોનમ કપૂરે એર હોસ્ટેસનું પાત્ર ભજવ્યું હતું તેપાત્ર હવે શ્રદ્ધા કપૂર પણ ભજવશે. ‘બાગી થ્રી’માં તે એર હોસ્ટેસનું પાત્ર ભજવવાની છે. આ પાત્ર માટે તે વર્કશોપ્સ પણ કરશે, જેથી તે બરાબર તૈયારી કરી શકે. અત્યારે ફિલ્મની ટીમ તેના લૂક પર કામ કરી રહી છે. તેઓ ઇચ્છે છે કે શ્રદ્ધા એર હોસ્ટેસના પાત્રમાં બહુ સુંદર લાગે.

અભિનેત્રી સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે. તે પછી ટીમ આગ્રામાં શૂટિંગ કરવા જશે અને પછી વિદેશમાં. આંતરરાષ્ટ્રીય શિડ્યુલની શરૂઆત જ્યૉર્જિયાથી થશે. ‘બાગી થ્રી’માં શ્રદ્ધા કપૂર સાથે ટાઇગર શ્રોફ પણ મહત્ત્વના રોલમાં હશે. ‘બાગી’માં બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીએ દર્શકોને ખૂબ જપ્રભાવિત કર્યા હતા. તે પછી ‘બાગી ટુ’માં શ્રદ્ધાની જગ્યા દિશા પટણીએ લીધી હતી. હવે તેના ત્રીજા ભાગની બહુ રાહ જોવાઇ રહી છે. શ્રદ્ધા કપૂરની કારકિર્દી ધીરે ધીરે આગળ વધી રહી છે. હજુ તેણે બહુ સફળતા નથી મેળવી, પણ સ્ટારપદ તો મેળવી જ ચૂકી છે. અત્યારે તેના હાથમાં અન્ય અભિનેત્રીઓ કરતા વધારે ફિલ્મો છે. ટૂંક સમયમાં તેની પ્રભાસ સાથેની ફિલ્મ ‘સાહો’ રજૂ થવાની છે. આ ઉપરાંત સુશાંત સિંહ સાથે ફિલ્મ ‘છિછોરે’માં પણ જોવા મળશે. તેમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. તે પછી આજના યુવા સુપરસ્ટાર વરુણ ધવન સાથે ‘સ્ટ્રીટ ડાન્સર થ્રીડી’માં પણ તે જોવા મળશે. આ ફિલ્મ આખી ડાન્સ ડ્રામા છે. આથી સંગીતમય ફિલ્મમાં તે દર્શકોને આકર્ષી લેશે. તેની ‘સાહો’ ફિલ્મ તો તેલુગુ, તમિલ, મલયાલમ અને હિન્દી એમ ચાર ભાષામાં રજૂ થવાની છે. આ ઉપરાંત તેની અગાઉ હિટ ગયેલી મહિલા કેન્દ્રીત ફિલ્મ ‘સ્ત્રી’ની સીક્વલ ‘સ્ત્રી ટુ’ પણ આવી રહી છે. આ ફિલ્મ પણ આ જ મહિનામાં રિલીઝ થવાની છે. તે પછી સ્ટ્રીટ ડાન્સર નવેમ્બરમાં રિલીઝ થવાની છે. જ્યારે ‘બાગી ર્થ્રી’ માર્ચ ૨૦૨૦માં રજૂ થશે. આમ, શ્રદ્ધા કપૂરના હાથ ફિલ્મોથી ભરેલા છે.

બાપ તેવી બેટી એમ શક્તિ કપૂરની આ દીકરી તેના પિતાની જેમ જ કાઠું કાઢી રહી છે. શક્તિ કપૂર ભલે હીરો નહોતો, પણ કૉમેડિયન અને વિલન તરીકે તે બહુ છવાયેલો રહેતો. કાદર ખાન સાથે પોઝિટિવ કૉમેડી રોલ કરીને તેણે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. હવે તેની દીકરી શ્રદ્ધા તો બાપથી સવાઇ બનીને મુખ્ય હિરોઇન તરીકે ફિલ્મોમાં સફળતા મેળવી રહી છે. આથી શક્તિનું મન ગજ ગજ હર્ષથી છલકાતું હશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2102U31N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com