23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કંગનાનો પડકાર: જયલલિતા બનવાની ફૂલફ્લેજ તૈયારીમાં

દર્શના ઠક્કર



બૉલીવૂડની અભિનેત્રી કંગના રણોટ પણ અક્ષયકુમારની જેમ ફિલ્મો કરવામાં બોલ્ડ અને બહાદુર છે તે પણ અક્કીની જેમ જુદા જુદા પ્રકારની ફિલ્મો કરવામાં માને છે. કંગનાની દરેક ફિલ્મોના વિષયો તમને જુદા જુદા જોવા મળશે. ‘ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ’ પર ફિલ્મ કર્યા પછી હવે તે તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકમાં કામ કરશે. આ ફિલ્મનું નામ ‘થલાઈબી’ હશે અને તે હિન્દી સાથે તમિળ અને તેલુગુમાં રજૂ થશે.

કંગના તેના રોલની તૈયારી માટે બહુ જલદી મનાલી જવાની છે. જ્યાં ફિલ્મના સર્જકો ફિલ્મના શૂટિંગની તૈયારીઓ કરવા માટે ઑગસ્ટના અંતમાં જવાના છે. કહેવાય છે કે આ ફિલ્મ સાથે ગેરી ઓલ્ડમેન જેવા આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ પણ મેકઅપ અને પ્રોસ્થેટિકસ માટે જોડાય તેવી

શક્યતા છે.

નિર્દેશક એલ. વિજય આ પ્રોજેક્ટને ઑક્ટોબરમાં ફલોર પર લઈ જાય તેવી શક્યતા છે. ફિલ્મનું શૂટિંગ મૈસૂરમાં શરૂ થશે. તે પછી ચેન્નઈમાં અને છેલ્લે મુંબઈમાં પણ શૂટિંગ થશે.

કંગના આ ફિલ્મ માટે તમિળ ભાષા પણ શીખશે. દેખીતી વાત છે કે કંગના માટે ‘આયર્ન લેડી ઑફ ઈન્ડિયા’ જયલલિતાનું પાત્ર ભજવવું ઘણું પડકારરૂપ બની રહેશે.

ફિલ્મની સ્ક્રીપ્ટ વિજયેન્દ્ર પ્રસાદે લખી છે અને વિષ્ણુ ઈંદુરી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. જયલલિતા મહાન અભિનેત્રી અને તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતાં. જયલલિતાનું નિધન ૨૦૧૬માં થયું હતું અને તેઓ ૧૯૯૧થી ૨૦૧૬ સુધી તમિળનાડુના મુખ્ય પ્રધાન રહ્યં હતાં.

આમ, કંગનાને આવા સશક્ત ભારતીય મહિલાનું પાત્ર ભજવવાની તક મળી છે. આથી જો તે તેમાં સફળતા મેળવશે તો

તેની કારકિર્દીમાં ચાર ચાંદ લાગી જશે. થોભો અને રાહ જુઓ ફિલ્મ

જોવા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5j4I12
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com