27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હવે અક્કી બનશે અજિત ડોવલ

અગસ્ત્ય પુજારાબૉલીવૂડ બૉય અક્ષયકુમાર અને દિગ્દર્શક નીરજ પાંડે ફરી હાથ મિલાવી રહ્યા છે. અગાઉ ૨૦૧૩માં બંનેએ સાથે ‘સ્પેશિયલ ૨૬’ અને તેના બે વર્ષ પછી થ્રિલર ફિલ્મ ‘બેબી’ કરી. તે પછી નીરજે ૨૦૧૬માં ૧૯૫૯ના નાણાવટી કેસ પર આધારિત સંવેદનશીલ ફિલ્મ બનાવી ‘રૂસ્તમ’, જેમાં અક્કીને તેમણે કો-પ્રોડ્યુસર બનાવ્યો. આટલું જ નહીં, પછી બંનેએ સાથે ‘ટોઈલેટ એક પ્રેમકથા’ કરી.

આમ, બંનેની જોડી એક પછી એક હટકે ફિલ્મો બનાવીને લોકપ્રિયતાની સીડી ચડ્યા. હવે ફરી બંને ધમાકો બોલાવવા આવી રહ્યા છે. બંને ફરી ‘બેબી’ જેવી થ્રિલર ફિલ્મ બનાવશે. આ ફિલ્મ દેશના અને વડા પ્રધાનના હાલના અને પાંચમા નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોવલની કારકિર્દીને પ્રકાશિત કરતી ફિલ્મ બનાવશે. આ માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે.

ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ થઈ ગયું છે અને તેના માટે રિસર્ચ વર્ક પણ થઈ ગયું છે. આમ રાષ્ટ્રીય સ્તરના વિષય પરની વધુ એક ફિલ્મ અક્ષયકુમાર કરશે. રાષ્ટ્રીય વિષય કે દેશભક્તિ અને સામાજિક વિષય પરની ફિલ્મો કરવામાં અક્ષયકુમાર વધુ રસ લે છે.

નીરજની વાત કરીએ તો આ ફિલ્મને શરૂ કરવામાં હજુ વાર હોવાથી તે પહેલા તે અજય દેવગણ સાથે ‘ચાણક્ય’ ફિલ્મ બનાવશે, જેની થોડા મહિના પહેલાં જાહેરાત થઈ હતી.

અક્ષયે પણ નીરજની ફિલ્મ શરૂ કરતા પહેલા પોતાના અગાઉના કમિટમેન્ટ્સ પૂરા કરવાના છે. આથી તેમની આ ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી કર્યા પછી તેઓ તેની સત્તાવાર જાહેરાત કરશે.

ડોવલે ૧૯૬૮ની બેચમાં આઈપીએસ ઑફિસર તરીકે કેરાલા કેડરમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ મિઝોરમ અને પંજાબમાં એન્ટી ઈમર્જન્સીમાં પણ સક્રિય રીતે સંકળાયેલા હતા. આ વર્ષે ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટ ઍરસ્ટ્રાઈકની વ્યૂહ રચનાની કોટ ટીમમાં પણ તેઓ હિસ્સો હતા. આ ઉપરાંત તેઓ ૨૦૦૪-૦૫માં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઈન્ડિયન પોલીસ સર્વિસ ઑફિસરને ભાગ્યે જ મળતો લશ્કરી ગેલેન્ટરી એવૉર્ડઝ કીર્તિચક્રથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

આમ, આવી દિગ્ગજ હસ્તી પરની ફિલ્મથી અક્કીનું પલ્લું વધુ ભારે થઈ જશે. વળી, જીવંત વ્યક્તિ હોવાથી અને દેશના સુરક્ષાતંત્ર સાથે સંલગ્ન હસ્તી હોવાથી અક્કી અને નીરજ બંને માટે ફિલ્મ કરતી વખતે ઘણી જવાબદારી અને તકેદારી રાખવી પડશે.

દેશના દર્શકોને પણ દેશને લગતી અંદરની વાતો અને સુરક્ષાચક્રના વ્યૂહ રચતી હસ્તી અને તેની આજુબાજુના વ્યૂહ અને પરિસ્થિતિની જાણકારી આપતી નવા પ્રકારની ફિલ્મ જોવા મળશે.

અક્કીને નવા પ્રકારની ફિલ્મો કરવાનો શોખ છે, તે આપણે જાણીએ છીએ. તેનો નવો તાજો દાખલો ડોવલ પરની આ ફિલ્મ છે. તેમ તે પોતાની ફિલ્મો માટે અને અંગત જીવનમાં પણ પોતાની ફિટનેસ પર બહુ ધ્યાન આપે છે, તે ખૂબ જ વર્કઆઉટ કરે છે અને ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખે છે. ‘મિશન મંગલ’ પછી તેની ‘બચ્ચન પાંડે’ ફિલ્મ રિલીઝ થવાની છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’નું પણ તે શૂટિંગ કરી રહ્યો છે.

ઉંમરમાં ૫૦ની ઉપર પહોંચી ગયો હોવા છતાંય અક્કી આ બંને ફિલ્મોમાં ઍક્શન કરી રહ્યો છે. એટલું જ નહીં, આ બંને ફિલ્મો માટે તેણે પોતાનું ૫ થી ૬કિલો વજન પણ ઘટાડ્યું છે અને તે પણ ઍક્સરસાઈઝ કરીને, ડાયેટ કરીને નહીં.

આમ, હવે રાહ જુઓ અક્કીની આવનારી ફિલ્મોની. એક સે બઢકર એક ફિલ્મો જોવાની મજા આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

qY6fE04
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com