6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નાઇસ્ટ પોઇન્ટ- ધરતીને છેડે હોવાની અનુભૂતિ

અરાઉન્ડ ધવર્લ્ડ-પ્રતીક્ષા થાનકીઆયલ ઓફ સ્કાયના ફેરી પ્ાૂલ્સના પાર્કિંગથી બહાર નીકળ્યા પછી અચાનક જ એમ લાગવા માંડ્યું કે આ અત્યંત અસાધારણ લાગતો અનુભવ આમ જોવા જાઓ તો બીજું કંઈ નહીં, વગડામાંનાં ખાબોચિયાં જ છે. બસ ક્યાંક થોડા ઊંચા પથ્થરોથી પાણી ઝરે છે, અન્ો ક્યાંક પાણીનો રંગ લીલો અન્ો બ્લુ છે અન્ો ક્યાંક પથ્થરો કેસરી અન્ો ગુલાબી થઈ ગયા છે. આ લેન્ડસ્કેપન્ો જરા વાગોળી શકાય ત્ો પહેલાં તો મનન્ો વધુ હલાવી દે ત્ોવાં દૃશ્યો અમારી રાહ જોઈ રહૃાાં હતાં.

ફરવા નીકળ્યાં હો અન્ો જગવિખ્યાત સ્કોટિશ આયલેન્ડ એક પછી એક સૌંદર્યથી ભરપ્ાૂર વ્યુ ન પીરસ્ો એવું શક્ય જ કઈ રીત્ો બન્ો. આયલ ઓફ સ્કાય પર ગંભીર રીત્ો આઇસલેન્ડનાં લેશબ્ોક આવી રહૃાા હતા. ખાસ કરીન્ો કારનાં બારણાં છૂટાં પાડી દે ત્ોવો વંટોળિયો પવન બરાબર નોર્થ પોલથી આઇસલેન્ડ પર થઈન્ો બીજી કોઈ રોકટોક વિના સીધો સમુદ્ર વાટે આયલ ઓફ સ્કાય પર જ આવતો હતો.

આ પવનની સામે અમે ન્ોક્સ્ટ ડેસ્ટિન્ોશન માટે આગળ કૂચ ચાલુ રાખી અન્ો ત્ોમાં જરાય નિરાશ થયાં નહીં. આયલ ઓફ સ્કાય કોઈ કારણસર ફેરી પ્ાૂલ્સ છોડ્યા પછી લગભગ નિર્જન જ લાગ્યું હતું. વળી જેમજેમ દરિયો વધુ નજીક આવ્યો ત્ોમત્ોમ ઢાળ વધતો ચાલ્યો. એક સમયે તો દરિયો દેખાતો બંધ થઈ ગયો અન્ો રસ્તો જાણે આકાશ તરફ જ જઈ રહૃાો હોય ત્ોવું લાગવા માંડેલું. એટલું જ નહીં, આસપાસના ટેકરીઓ અન્ો પહાડો પણ વધુ ન્ો વધુ ઊંચા થવા લાગ્યા. ત્ોમાં સૌથી મજાની વાત એ હતી કે અહીં જ્યાં જુઓ ત્યાં ઘેંટાં નજરે પડતાં હતાં, ત્ો હવે એવા ઢાળ પર કોઈ પણ જાતના ટેકા વિના ત્રાંસાં પણ અત્યંત કોન્ફિડન્સથી ઊભાં હોય ત્ોવું લાગતું હતું. ઘેંટાંઓનો કોન્ફિડન્સ અમન્ો પણ અમારી સાઇટની ચોઇસ યોગ્ય જ છે એવું બતાવતો હતો.

અમારા ડેસ્ટિન્ોશનનું નામ હતું નાઇસ્ટ પોઇન્ટ. અહીં જવાનો માત્ર મારો આગ્રહ હતો. કોણ જાણે કેમ, ધરતીન્ો છેડે પહોંચી ગયાં હોઇએ ત્ોવી અનુભૂતિ કરાવતાં સ્થળો પ્રત્યે મન્ો ખાસ લગાવ છે. આજકાલ મોટા ભાગનાં ટૂરિસ્ટિક અનુભવો કોમર્શિયલ લાગવા માંડ્યા છે. સ્વિત્ઝરલેન્ડના યુંગફ્રાઉહોખ પર સ્નો પણ હવે પહેલાં જેટલો કુદરતી નથી રહૃાો અન્ો કેન્ોરી આયલેન્ડના મોટાભાગના બીચ પણ આર્ટિફિશિયલ છે. એવામાં નાઇસ્ટ પોઇન્ટનું લપસણું અન્ો ત્રાંસું ખડકાળ લેન્ડસ્કેપ કોઈ જાતના વેપાર સાથે જોડાયેલું નહોતું લાગતું. ત્યાં પહોંચવા માટે કાઈ ટૂરિઝમનો જમેલો પાર નહોતો કરવો પડતો. પહેલાં તો ઘેંટાંઓના કોન્ફિડન્સની મજાકોમાં બધાં ખુશી ખુશી આગળ આવી રહૃાાં હતાં, પણ આસપાસમાં છૂટાંછવાયાં મકાનો પણ દેખાતાં બંધ થઈ ગયાં અન્ો હવે એવી કાચી કેડી ચાલુ થઈ જેમાં માત્ર ઘેંટાં સિવાય ચકલુંય નજરે પડતું ન હતું.

જેમજેમ અમારી કારની એકલતાની ખાતરી થતી ગઈ ત્ોમત્ોમ હવે થોડો ડર લાગવા માંડ્યો. અહીં ન ન્ોટવર્ક હતું ન માણસો. કાર અટકી પડે તો ઘેંટાંઓનો કોન્ફિડન્સ કંઈ કામ લાગવાનો ન હતો. એવામાં દૂરથી નાઇસ્ટ પોઇન્ટની દીવાદાંડીએ ડોકિયું કર્યું. આ નાઇસ્ટ પોઇન્ટ પર ઘણાં સાહસિકો હાઇક કરીન્ો આવે છે. આ નાનકડી પ્ોનિનસુલા પર કુદરતના રંગો પણ જરા વધુ ઘાટ્ટા અન્ો ચોખ્ખા લાગતા હતા. અહીં હાઇક કરવાનું જરા જોખમી પણ ખરું. નાઇસ્ટ પોઇન્ટ પહોંચવાનો અન્ો ત્યાં ખાસ પ્ોનિનસુલાની ટોચ સુધી જવાનો રસ્તો કોઈ જાતના સપોર્ટ વિનાનો છે. અહીંથી અવારનવાર ટૂરિસ્ટ પડી જવાના સમાચાર પણ આવ્યા કરે છે.

ત્યાં સ્ોફ્ટીન્ો જરાય હળવાશથી લીધા વિના અમે ખડકની ચાંચન્ો અંત્ો આવેલી દીવાદાંડી સુધી કૂચ ચાલુ કરી. અડધે રસ્ત્ો સ્ોમ અન્ો ભાવનાએ અટકી જઈન્ો ત્યાં જ બ્ોસીન્ો વ્યુ માણવાનું નક્કી કર્યું. કુમાર અન્ો હું હજી આગળ સુધી ચાલવા સજ્જ હતાં. ગમે ત્ોમ કરીન્ો કોઈ જોખમી સ્થળે સ્ોલ્ફી લેવા જવાનું કદી સલાહભર્યું નથી હોતું. આજકાલ તો અમે જરૂર ન હોય તો ફોટા પણ પાડવાનું બંધ કરી દીધું છે. સતત એવું બન્યા કરતું હતું કે સ્થળનો સંતોષકારક ફોટો લેવામાં ત્યાં મળેલો મર્યાદિત સમય સ્થળની ખાસિયતન્ો બદલે માત્ર કેમેરા સાથે વિતાવવામાં નીકળી જતો. એનો અર્થ એ નહીં કે ફોટા ન પાડવા. પણ માત્ર ફોટા માટે ન ફરવું. સાથે હવે સતત દરેક ટ્રિપ, દરેક નવા અનુભવન્ો સોશિયલ મીડિયા સાથે જોડવામાં પણ મજા નથી રહી. કેટલાક અનુભવો માત્ર અંગત રહે ત્ોની પણ મજા હોય છે.

નાઇસ્ટ પોઇન્ટના ખરા વ્યુન્ો કોઈ પ્રોફેશનલ ફોટોગ્રાફર પણ ભાગ્યે જ ન્યાય આપી શકે ત્ોવું હતું. છતાંય સાવ સાધારણ ફોનથી પાડેલી તસવીરો પણ કુદરતના ભપકાથી ભરપ્ાૂર હતી. અહીં માત્ર ધરતીન્ો છેડે ઊભા હોવાની ફીલિંગ જ નહીં, ક્યારેક વ્હેલ કે ડોલ્ફિન્સ પણ નજરે પડી જાય છે. ત્ો દિવસ્ો એટલાં સારાં નસીબ પણ ન હતાં. પણ કમ સ્ો કમ વાદળોએ આવજા ચાલુ રાખી અન્ો આ અનોખા માહોલન્ો તડકામાં અન્ો ઝરમર વરસાદમાં પણ અનુભવવાનો મોકો મળ્યો. નાઇસ્ટ પોઇન્ટ પહોંચવામાં અમે એક વાતનું ધ્યાન ન રાખ્યું કે ત્યાં એક વાર ખડકના છેડા સુધી હાઇક કરો પછી કાર સુધી પહોંચવામાં પણ એટલો જ સમય લાગ્ો છે. સ્ોમ અન્ો ભાવના તો પહેલેથી જ ઠૂસ થઈ ગયાં હતાં. અમે પણ આ સ્થળે આપ્ોલા ઉત્સાહ છતાં થાક્ધો અવગણી શકીએ ત્ોમ ન હતું. અન્ો આયરની એ છે કે આ પોઇન્ટન્ો સારી રીત્ો બતાવતો ફોટો તો ત્યાંનાં પાર્કિંગ લોટમાંથી જ લઈ શકાય છે. ત્ોના માટે ખડકના અંત સુધી હાઇક કરવાની કોઈ જરૂર નથી.

અમે પાર્કિંગમાં જ સનસ્ોટ સુધી બ્ોઠાં રહૃાાં. ફરી ખડકના છેડા સુધી પહોંચવામાં પાછા ફરવાની હાઇક અંધારામાં કરવાનું જોખમ હતું. અહીંથી અમારે વળતાં પોરટ્રી ગામ સુધી અંધારામાં ગાડી ચલાવવાની હતી. અંધારામાં ઘેંટાં હવે શું કરતાં હશે એ વિચારમાં પોરટ્રી આવી ગયું.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

i4q570
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com