28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

રાજ્યમાં ટીબીના દર્દીઓમાં વધારો

શહેરમાં વધતી જતી ગંદકીને કારણે અનેક પ્રકારના રોગ થતા હોય છે, જેમાં આજે રાજ્યમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. છેલ્લા એક વરસમાં ટીબી રોગમાં 17000નો વધારો થયો છે. આજે અમુક રોગ ચેપી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ટીબી પણ એક ચેપી રોગ સમાન છે. 2017માં મહારાષ્ટ્રમાં ટીબીના રોગના 1,92,458 કેસ નોંધાયા હતા કે જે વધીને 2018માં 2,09,574 થઈ ગયા હતા. બીજી બાજુ ટીબીના રોગની સારવાર કેવળ મુંબઈ શહેરમાં થતી હોય છે. ટીબીના રોગની સારવાર માટે દૂર દૂર બીજા રાજ્યમાંથી લોકો આવતા હોય છે, આમ ટીબીના રોગની અસર બાળકોથી માંડીને યુવાનો કે વૃદ્ધજનોને થતી હોય છે, જેમાં આવા રોગની યોગ્ય સમયે સારવાર ન લેવામાં આવે તો આ રોગ જીવલેણ બની જતો હોય છે. આ માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં આંતરિક વિસ્તારમાં ટીબીની અસર થતી હોય તે પહેલા સિવિલ હૉસ્પિટલમાં કાળજી લેવી જોઈએ. રાજ્ય સરકારે ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો ન થાય તેની તકેદારી લેવી જોઈએ.

- હંસાબહેન ઘનશ્યામ ભરુચા

વિરાર

-------------------------------------------

સુરત શહેરમાં શ્ર્વાનોનો ત્રાસ

સુરત શહેર જેમ જેમ વસતિમાં વધતું જાય છે, તેમ તેમ ત્રાસનાં સ્થાનો વધતા જાય છે! સુરત મ્યુનિ. કમિશનર પ્રાણીનો ત્રાસ દૂર કરવા મથે, તો જીઈબીવાળા ઊભા થાય, તેનું ઠેકાણું ન પડે એટલામાં મ્યુનિ.ના જ ખાતા ઊભા થાય! બિચારા કમિશનરશ્રી એકલે હાથે કયાં કયાં પહોંચે? એક તો હડકવા વિરોધી રસી મ્યુનિ. લાવતી નથી અને શ્ર્વાનોને ક્ધટ્રોલ પણ કરતી નથી. હાલમાં શહેરમાં ઠેર ઠેર શ્ર્વાન અને કચરાના ઢગલાઓનો ત્રાસ શરૂ થયો છે. બંને તેમના કાર્યક્ષેત્રમાં છે. જ્યાં જ્યાં નોન-વેજ વસતિ છે, ત્યાં કૂતરાની વસતિ ફૂલેફાલે છે. જીવદયાવાળા તો શ્ર્વાન હોય કે ગાય, રોટલાનું બટકું નાખતા નથી, પરંતુ શ્ર્વાન મારવાનો સવાલ આવે છે, ત્યારે તેમની જીવદયા એકાએક જાગૃત થઈ જાય છે. શ્ર્વાન પણ એટલા સમજદાર છે કે તેમના સૈનિક દળ ઉર્ફે જીવદયાવાળાઓને તો કરડતા જ નથી, તેમને અથવા કોર્પોરેટરો કે મ્યુનિ.ના સ્વાસ્થ્ય ખાતાના અમલદારોને જ કરડે એવી કોઈ શ્ર્વાનની જાતિ હોય, તો સુરતમાં વસાવવા જેવી છે, જેથી શ્ર્વાન-બચકાનો લાભ મળે. મ્યુનિ. આ ત્રાસ દૂર કરી શકે તેમ નથી. તેને ટૅક્સ ઉઘરાવી નકામા બાંધકામો કરાવી, તેને છ મહિના પછી તોડી નાખી, વળી એ જ જગ્યાએ નવા ફૂટપાથ, ટ્રાફિક આઈલેન્ડ, પાઈપ નાખવાની, ખોદકામ કરવાની જબરજસ્ત આવક દેનારા ખર્ચાઓમાં જ રસ લાગે છે. માટે મ્યુનિ. તંત્રને અપીલ છે કે નાગરિકો સૂર્યાસ્ત પછી ચાલતા નીકળી શકતા નથી અને શ્ર્વાનથી બચવા દરેક નાગરિકને એક-એક લાઠી આપે. આ તો ફાયદાની વાત છે!

- ભરતભાઈ આર. પંડ્યા

સુરત-9

------------------------------------------

અનન્ય ‘મુંબઈ સમાચાર’ વર્તમાનપત્રને કોટી કોટી શુભેચ્છા

‘મુંબઈ સમાચાર’ વર્તમાનપત્રના 198માં જન્મદિવસ નિમિત્તે સંપાદક તથા કામગાર વર્ગને અમારી કોટી કોટી શુભેચ્છાઓ મોકલાવી રહ્યા છીએ.

વર્તમાનપત્રના ઇતિહાસમાં ડોકિયું કરતી વખતે આપને પારસી સમાજની સામાજિક સુધારણા, આર્થિક વિકાસ તથા શિક્ષણ પ્રસાર માટે સંપર્ક સાધન નિર્માણ કર્યું હતું. 1837ની સાલમાં પ્રથમ મરાઠી વર્તમાનપત્ર નીકળ્યું તથા 1849 સાલમાં પ્રથમ હિંદુ-ગુજરાતી વર્તમાનપત્ર શરૂ થયેલું હતું. પણ તેના 1837 પહેલા ચાર અને 1849 પહેલા છ પારસી ગુજરાતી વર્તમાનપત્ર અસ્તિત્વમાં હતા : બૉમ્બે સમાચાર - ગુજરાતી વર્તમાનપત્ર અસ્તિત્વમાં હતા: બૉમ્બે સમાચાર (1822), મુંબઇ વર્તમાન (1830), જામ-એ-જમશેદ (1832), મુંબઇના ચાબુક (1832), સમાચાર દર્પણ (1844), ચિતરંજન દર્પણ (1845).

‘મુંબઇ સમાચાર’ સ્થાપના વર્ષ 1822થી આજ સુધી ઘણી જ ઘટનાઓનું સાક્ષીદાર છે. તેમાંની મહત્ત્વની ઘટનાઓ આ પ્રમાણે હતી. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, બ્રિટિશ શાસનકાળ દરમ્યાન થયેલું પ્રથમ અને દ્વિતીય વિશ્ર્વયુદ્ધ, 1942-ચલે જાવ ચળવળ,- જલિયાનવાલા બાગ હત્યાકાંડ, 15 મી ઑગસ્ટ 1947 ભારત સ્વાતંત્ર્ય દિન તથા ભારત-પાકિસ્તાનનું વિભાજન અને ગાંધી હત્યા.

મુંબઇ-સમાચાર વર્તમાનપત્ર ભારતીય અને સર્વ દુનિયાના લોકોના સુખ દુ:ખનું અજોડ સાથીદાર બન્યું છે. સ્વાતંત્ર્ય ચળવળ વખતે દેશભક્તિની અમર જ્યોત જલાવી હતી. આપના વર્તમાનપત્રએ દેશભક્તિ, રાષ્ટ્રીય એકાત્મતા, સામાજિક સુધારણા, શિક્ષણ પ્રસાર, અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા નિવારણ તથા જ્ઞાન સાથે મનોરંજન આપવાના અનેક ભગીરથ કાર્યો કરેલ છે. અનેક ભારતીય તથા વિદેશી નેતાઓના વિચારો જનતા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તેમાં ખાસ કરીને મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક, સરદાર વલ્લભભાઇ પટેલ તથા જવાહરલાલ નહેરૂથી માંડીને હાલના પંત પ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો જનતા સુધી પહોંચાડીને લોકશાહી વ્યવસ્થાને મજબૂત બનાવેલ છે.

‘મુંબઇ સમાચાર’ વર્તમાનપત્રમાં દરરોજ આવતી આશુ પટેલની કોલમ "સુખનો પાસવર્ડ હું નિયમિતપણે વાંચતો હતો અને તેમાંથી પ્રેરણા લઇને મે 72 વર્ષની ઉંમરે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને હાલમાં એમ.એ.નો અભ્યાસ કરી રહ્યો છું. આપના વર્તમાનપત્રમાં આવનારી દરેક કૉલમમાંથી જ્ઞાન અને મનોરંજન મળતું હોય છે. આવું ઉચ્ચ કોટીનું જ્ઞાન તમારા વર્તમાનપત્રમાંથી મળે છે. આપના સર્વેનો દિલથી આભાર તથા અનેક શુભેચ્છા.

- ભૂપેન્દ્ર રતિલાલ દોશી

ભવાની પેઠ, પુણે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5Jg16e5O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com