18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ઝાલાવાડી વિશા શ્રીમાળી શ્ર્વે. મુ. પૂ. જૈન

સુરેન્દ્રનગર હાલ બોરીવલી તે સ્વ. રમણીકલાલ શીવલાલ શાહના ધર્મપત્ની શારદાબેન (ઉં. વ. 89) તે કીરીટભાઈ-સુધાબેન, પિયુષભાઈ- હર્ષાબેન, નીતાબહેન- દિપ્તેશભાઈ ચિકાણીના માતુશ્રી. તે ધ્રાંગધ્રાના સ્વ. રતીલાલ, હરીલાલ રંગજી કસ્તુરના બહેન. તે સ્વ. વિજયાબેન મણીલાલ, મંછાબેન ધીરજલાલ શાહના ભાભી. તે સ્વ. કાંતિલાલ જગજીવનદાસ શાહ, સ્વ. જયંતીલાલ છગનલાલ શાહ તથા સ્વ. જયંતીલાલ જગજીવનદાસ ચિકાણીના વેવાણ 9-7-19ના અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

કાલાવડ (શીતલા) હાલ કાંદીવલી સુશીલભાઈ જશવંતરાય દોશીના ધર્મપત્ની અ. સૌ. જ્યોતિબેન (ઉં. વ. 58) 10-7-19, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે હર્ષના માતુશ્રી. ઉન્નતીના સાસુ. તે હીના વિજય, કલ્પના ભરત, જયશ્રી હિમાંશુ, રેણુકા અને સ્વ. જસ્મીતાના ભાભી. તે સ્વ. તારાબેન લક્ષ્મીચંદ મહેતાના પુત્રી. તે અશોકભાઈ, દક્ષાબેન હરીશભાઈ પારેખના બેન. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી વિશા ઓશવાળ જૈન

પત્રીના જગદીશ કુમુદચંદ્ર છેડા (ઉં. વ. 71) તા. 10 જુલાઈ બુધવારના દેહ પરિવર્તન કરેલ છે. સરલા કુમુદચંદ્રના પુત્ર. સ્વ. હંસા/ માધુરીના પતિ. ડીમ્પલ, મનીષના પિતા. વડાલાના વર્ષા જય ઈશરાની, ભારતી, ચંદ્રકાંતના ભાઈ. કપાયા લક્ષ્મીબેન વેલજી/ ભોજાયના રતનબેન મગનલાલના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. જગદીશચંદ્ર કુમુદચંદ્ર છેડા, 10, મેફેર બિલ્ડીંગ, ત્રીજે માળે, વી. એન. રોડ, ચર્ચગેટ, મુંબઈ-20.

નવાવાસના રામજી દેવજી ગડા (ઉં. વ. 87) 8-7-19ના દેશમાં અવસાન પામેલ છે. સ્વ. દેવકાબેન દેવરાજના પુત્ર. સુશીલા (સાકરબેન)ના પતિ. ઝવેરચંદ, ઉમરશી, ગાંગજી, પ્રભાના ભાઈ. મેરાઉના માતુશ્રી લક્ષ્મીબેન લાલજીના જમાઈ. બિદડાના લક્ષ્મીચંદ કાનજી વલ્લભજી મેઘજીના ભાઈ તુલ્ય. પ્રાર્થના રાખેલ નથી. ઠે. યોગેશ ગાલા, બી/10, સોનલ એપાર્ટમેન્ટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વે).

નવીનાર જીવીબાઈ લખમશી વોરા (ઉં. વ. 88) 9-7-19ના અવસાન પામેલ છે. મુરબાઈ નરશી ચાંપશીના પુત્રવધૂ. લખમશીના પત્ની. સ્વ. હરખચંદ, પ્રફુલ, શાંતિ, શૈલેષ, ગં. સ્વ. મંજુલા, સ્વ. ચંચળના માતાજી. ભુજપુર પાંચીબાઈ ધરમશીના પુત્રી. હીરજી, હંસરાજ, બિદડા ગોમીબાઈ પ્રેમજી, મણીબાઈ શામજીના બેન. પ્રા. શ્રી વ. સ્થા. જૈ. શ્રાવક સંઘ સં. શ્રી કરસન લધુ નિસર હોલ, દાદર (વે.). ટા. 2થી 3.30.

સુવઈના દેમતબેન કરશન ભુરા સત્રા (ઉં. વ. 82) અવસાન પામેલ છે. સ્વ. કરશન ભુરાના પત્ની. સ્વ. માનુ ભુરાના પુત્રવધૂ. હંસરાજ, અમરશી, સ્વ. ધની, મુરજી, રાજી, ભીમશી, સ્વ. કાંતિ, શાંતિના માતુશ્રી. સ્વ. લાડુ વાલજી કુંભા શાહની દીકરી. (સ્વ. જીવરાજ, ગાંગજી, જેઠી, બુધ્ધિ, પુરી, નામાના બેન). પ્રાર્થના: 12-7-19, શુક્રવારના 3 થી 4.30. જાપ: 4.30 થી 5. સ્થળ: ટીપટોપ પ્લાઝા, એલ.બી.એસ. રોડ, થાણા (વે).

સાડાઉના માતુશ્રી લક્ષ્મીબેન નરશી દેઢીયા (ઉં. વ. 95) 10-7-19ના અવસાન પામેલ છે. માતુશ્રી વેજબાઈ હીરજી પાલુના પુત્રવધૂ. સ્વ. નરશી હીરજીના ધર્મપત્ની. ધારશી, ચુનીલાલ, નાગજી, શાંતીલાલ, મણીબેન, નાનબાઈ, જશવંતી, ઉષાના માતુશ્રી. વડાલાના વીરજી અજુ સોનીના પુત્રી. હંસરાજ વીરજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતિલાલ દેઢીયા, 1002-બી, શ્રી વલ્લભ દર્શન, પોદાર રોડ, મલાડ (પૂ.).

ભારાપરના લીલાધર કેશવજી સાવલા (ઉં. વ. 78) અવસાન પામેલ છે. મંકાબાઈ કેશવજીના પુત્ર. શાંતિલાલના ભાઈ. હેમલતાના પતિ. ઈલા, વિપુલ, રશ્મી, હીનાના પિતા. પ્રા. શુભ મંગલ હોલ, એવરેસ્ટ શોપીંગ સેન્ટર, જૂની ભાજી માર્કેટ, ડોંબીવલી (ઈ). ટા. 3 થી 4.30

દેવપુરના માતુશ્રી વસંતબાળા વીરા (ઉં. વ. 80) અવસાન પામેલ છે. હાંસબાઈ ગોવિંદજીના પુત્રવધૂ. સ્વ. કાનજીના ધર્મપત્ની. ઝવેરચંદ, ચંદન, જ્યોતિના માતુશ્રી. શેરડી દેવકાં વેરશી હીરજીના પુત્રી. હેમરાજ, બાબુલાલ, વલભજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન- ચક્ષુદાન કરેલ છે. નિ. ઝવેરચંદ વીરા, 109- એ, જયેશ કૃપા, કર્વે રોડ, ભાગશાળા મેદાનની બાજુમાં, ડોંબીવલી (વે).

ગોડવાલ ઓસવાલ જૈન

આના (રાજ.) હાલ ભાંડુપ મુંબઈ શા. ફૂલચંદજી જોવતરાજજી સોલંકી (ઉં.વ. 72)નું નિધન તા. 10-7-19ના થયેલ છે. તે લાલીતાબાઈના પતિ. કપૂરચંદજી, બાળચંદજી, કાંતિલાલજી, ભવરલાલજી, ઘિસીબાઈના ભાઈ. પ્રવિણ, મીના, ચેતના, માનીષના પિતા. દેવરાજજી રાઠોડના સાળા. યશવંતજી, હિતેશજી, અલોકજી, સંકેતજીના સસરા. રેશમા, કવિતા, સોનલ, ધનરાજ, કલ્પેશ, ડોલી, પંકજ, પુનીત, પ્રાચી, વિનીતના મોટા પિતાજી. પ્રાર્થનાસભા ગીતા હોલ, સ્ટેશન રોડ, ભાંડુપ વેસ્ટમાં 11 થી 1. સાસરા પક્ષ સ્વ. શ્રીમતી બદામીબાઈ, મૂળચંદજી, નાહર જોવતરાજજી, જયંતીલાલજી, લલિતકુમારજી. શાહ તગતમલજી, વરદીચંદજી કોઠારી જિલવાડા હાલ સુરત. ત્રણે પરિવારની પ્રાર્થનાસભા સાથે રાખેલી છે.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

દેવગાણા હાલ વાપી રમણિકલાલ વિઠ્ઠલદાસ શાહના પુત્ર શશીકાંત (ઉં.વ. 70) તે આશાબેનના પતિ. નિમેષ, ધવલ, હિરલ ગિરીશકુમાર, પાયલ વૈભવકુમારના પિતા. નીત્તલના સસરા. દિનેશભાઈ, જીતેન્દ્રભાઈ, રાજેશભાઈ, રંજનબેન અરવિંદકુમાર, અરૂણાબેન, રજનીકાંત, ભારતીબેન ચંદ્રકાંત, જાગૃતિબેન ભરતકુમારના ભાઈ. હિમ્મતલાલ રૂગનાથ ભારોલીવાળાના જમાઈનું મંગળવાર, તા. 9-7-19ના વાપી મુકામે અવસાન થયેલ છે. પિતૃવંદના રવિવાર, તા. 14-7-19ના સવારે 9.30 કલાકે અનાવિલ સમાજની વાડી, રોફેલ કોલેજ રોડ, વાપી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

h5656EJ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com