26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઈંદિરા જયસિંહના ઘર-ઑફિસ પર સીબીઆઈના દરોડા

નવી દિલ્હી: સીબીઆઈએ પ્રખ્યાત ધારાશાસ્ત્રી ઈંદિરા જયસિંહ અને તેમના પતિ આનંદ ગ્રોવરના એનજીઓ પર વહેલી સવારે દરોડા પાડ્યા હતા. ઈંદિરા જયસિંહના દિલ્હીના નિઝામુદ્દીન નિવાસસ્થાન, ઑફિસ, એનજીઓની જંગપુરામાંની ઑફિસ અને મુંબઈની ઑફિસમાં સવારે પાંચ વાગ્યે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. વિદેશી મદદ મેળવવામાં એફસીઆરએનું ઉલ્લંઘન કરવાની ગ્રોવર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

લોયર્સ કલેક્ટિવે સીબીઆઈના આક્ષેપો ફગાવી દીધા હતા. દરમિયાન વિપક્ષી સાંસદોના એક જૂથે ગુરુવારે વડા પ્રધાન મોદીને પત્ર લખી આવા બળજબરી કરવાના અને ધાકધમકી આપવાના કૃત્યો બંધ કરવા જણાવ્યું હતું. ઈંદિરા જયસિંહ, ગ્રોવર અને લોયર્સ કલેક્ટિવે ભંડોળના ગેરકાયદે ઉપયોગનો આક્ષેપ ફગાવી દીધો હતો. ઈંદિરા જયસિંહે કહ્યું હતું કે માનવ અધિકારોના ભંગ સામે અમારી ચળવળના પગલે અમને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે.

ગ્રોવર અને એનજીઓ લોયર્સ કલેક્ટિવ સામે વિદેશી ભંડોળના ઉપયોગમાં સંખ્યાબંધ વિસંગતિઓ હોવાની ફરિયાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નોંધાવી હતી તેના આધારે સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆરમાં ભૂતપૂર્વ સોલિસિટર જનરલ ઈંદિરા જયસિંહનું નામ નથી. ગૃહ મંત્રાલયે ફરિયાદ કરી હતી કે 2006-07 અને 2014-15 દરમિયાન જૂથને 32.39 કરોડ રૂપિયાની વિદેશી મદદ મળી હતી, જેમાં ગેરરીતિઓ કરવામાં આવી હતી અને ફોરેન ક્ધટ્રીબ્યૂશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ)નો ભંગ થયો હતો.

19મીથી 23 જાન્યુઆરી, 2016 દરમિયાન એનજીઓના એકાઉન્ટ્સ અને રેકૉર્ડ્સનું ઓનસાઈટ ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

JR86Pr23
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com