21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કર્ણાટકમાં રાજકારણનું ભૂત ધૂણે ને ગોવામાં કટોકટીના ડાકલાં વાગે
સ્પીકરને બળવાખોરોના રાજીનામા મળી ગયા પણ...

નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશકુમારે એવું જણાવ્યું હતું કે વિધાનસભ્યોના રાજીનામા મને મળ્યા છે અને મેં માગેલા ફોર્મેટ પ્રમાણે છે. આ અંગે હું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશ. આમ હવે કર્ણાટકની કટોકટીનો બોલ સ્પીકરના ફળિયામાં છે. અગાઉ દિવસ દરમિયાન બળવાખોર વિધાનસભ્યો મુંબઈથી ખાસ વિમાન દ્વારા બેંગલુરુ પહોંચ્યા હતા અને તાબડતોબ સ્પીકરને મળ્યા હતા. કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશકુમારે ગુરુવારે સુપ્રીમ કોર્ટના આદેશને પડકાર્યો હતો. 10 બળવાખોર વિધાનસભ્યોના રાજીનામા બાબતમાં એક જ દિવસમાં નિર્ણય લેવાનો સ્પીકરને આદેશ આપવામાં આવ્યો હતો તે આદેશને રમેશકુમારે પડકાર્યો હતો. શુક્રવારે રાજીનામાના મુખ્ય મામલા સાથે સ્પીકરના મામલા પર પણ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. ખંડપીઠે સિંઘવીને કહ્યું હતું કે સવારે આદેશ આપવામાં આવ્યો છે અને શું કરવું તે સ્પીકરે નક્કી કરવાનું છે. ખંડપીઠે સિંઘવીને કહ્યું હતું કે શુક્રવારે મામલો હાથ ધરવામાં આવશે. સ્પીકરે પોતાની અરજીમાં રજૂઆત કરી હતી કે બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવવા બાબતમાં નિયમ પ્રમાણે સ્પીકર નિર્ણય લઈ શકે છે.

આ અગાઉ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કર્ણાટકના કૉંગ્રેસ જેડી (એસ) જોડાણ સરકારના 10 બળવાખોર વિધાનસભ્યોને રૂબરૂ મળી સ્પીકરને સાંજે છ કલાકે રાજીનામું સોંપવા કહ્યું હતું. ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે સ્પીકરે રાજીનામા બાબતનો નિર્ણય શુક્રવારે સવારે કોર્ટને જણાવવાનો રહેશે અને કોર્ટ તે બાબતમાં આગળ સુનાવણી કરશે.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

l7Py021
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com