20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સિદ્ધાર્થને દિગ્દર્શક નહીં, નિર્માતા બનવું છે

ચિરાગ ગાંધી‘કપૂર એન્ડ સન્સ’, ‘અ જેન્ટલમેન’ અને ‘ઇત્તેફાક’ જેવીશહેરી વિષયો પર ફિલ્મો કર્યા પછી સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’ અને તેની કારકિર્દી વિશે રસપ્રદ વાતો કરે છે.

ૄ આગામી ફિલ્મ વિશે.

મારી આગામી ફિલ્મ છે ‘જબરિયા જોડી’. તેમાં મારું અભય સિંહનું પાત્ર છે. તે એકદમ રંગીન અને રમતિયાળ પાત્ર હોવાથી મારું લૂક અને સ્ટાઇલ પણ એવા હોવા જોઇએ. આથીમારાપાત્રને ઇયરિંગ્સ, હાથની આંગળીઓ પર કેટલીક રીંગ્સ અને વાળને કલર કરીને એકદમ ફન્કી લૂક આપ્યું છે. મારા પાત્રને વાસ્તવિક બનાવવા મેં મારા ઉચ્ચારણો પર કામ કર્યું. મારે પટનામાં બોલાતી ભોજપુરી, મૈથિલી અને મગઇ ભાષા બોલવાની હતી. શૂટ પહેલાં મેં બે મહિના તેના માટે વર્કશોપ કરી હતી. મેં આ બધી તાલીમ મારી જાતે લીધી હતી, કારણ કે ફિલ્મમાં મારીચોક્કસ પ્રકારની બૉડી લૅંગ્વેજ છે, આથી મને જ ખબર પડે કે મારે શું કરવું.

ૄ બિહારી બનવાની મથામણ.

બિહારી પાત્ર ભજવવા માટે મારે ઘણીતૈયારી કરવાની હતી. શું કરવું તેની મને ખબર ન હતી, પણ મેં તેના વિશે બધું ઓનલાઇન વાંચ્યું અને એ શોધી નાંખ્યું કે વરરાજાનું અપહરણ કરવાના કેસીસમાં અત્યાર સુધીમાં ૧૦૦થીવધારે એફઆઇઆર નોંધાઇ છે. તે વાત સાચી છે કે દહેજને ટાળવા માટે પુરુષોને બંદૂકની અણીએ લગ્ન કરવા ફરજ પડાય છે. અમારા લેખક સંજીવ કે. ઝા અને દિગ્દર્શક પ્રશાંત સિંહ તે જ રાજ્યના છે આથી તેમણે તેમની રીતે સચ્ચાઇને લઇને તેમાં કલ્પના ઉમેરી તેને મનોરંજક લવ સ્ટોરી બનાવી છે. આ એક રસપ્રદ કોકટેલ હશે અને હું મારા કેરેક્ટરને અનેક રંગોથી ભરી દઇશ.

ૄ ફિલ્મ કરવા પાછળનું કારણ.

તમેજો મારી ફિલ્મોગ્રાફી જોશો તોખબર પડશે કેમારીકોઇપણ ફિલ્મ બીજી ફિલ્મ જેવી સરખી નહીં હોય. બધી નવા પ્રકારની ફિલ્મો હું કરું છું. આ ફિલ્મથી પણ હું બહુ આકર્ષાયો છું.તેમાં એવી વસ્તુ છે જે મેં અગાઉ નથીકરી. કેટલીકફિલ્મો ચાલે છે, કેટલીક નથી પણ ચાલતી. પણ તેનાથી કંઇ નવા પ્રકારની ફિલ્મો કરવાથી ડરવું ન જોઇએ.

ૄ હીરોઇઝમનું ડેફિનેશન.

૧૯૯૦ના દાયકામાં હું શાહરુખ ખાન અને સલમાન ખાનની અને ઘણી બધી અમિતાભ બચ્ચનની ફિલ્મો જોઇને મોટો થયો છું. હીરોઇઝમ એટલે ખાસ કરીને હીરોનું વ્યક્તિત્વ જોવાય. તેમાં સ્ટાઇલ હોવી જોઇએ અને તમારા કેરેક્ટરને તમે કેટલું પોતીકું બનાવો છો તેના પર તેની અસર દર્શકો પર થાય. મારા માટે કહું તો હીરોઇઝમ એટલે કેરેક્ટરની વ્યાખ્યા. આપણે શાહરુખ ખાનની સ્ટાઇલની અને સંવાદોની કોપી કરીએ છીએ અને એ કરતા કરતા જ મોટા થતાં હોઇએ છીએ, આથી મારા માટે તો એક હીરો એ એવો કંઇક હોય જે એવું મનોરંજન આપે જેની સાથે ઘરમાં બેસીને તમે પણ ભાગ લઇ શકો.

ૄ ભવિષ્યમાં ફિલ્મનું દિગ્દર્શન કરવાની યોજના.

મને ખરેખર ફિલ્મસર્જનની પ્રક્રિયા બહુ ગમે છે અને હું ઘણીવાર ફિલ્મનિર્માણના જુદા જુદા તબક્કામાં સંકળાઉ છું. જોકે, મેં હજુ સુધી ડિરેક્ટર બનવાનું નથી વિચાર્યું. હું એક્ટર તરીકે બહુ ખુશ છું. ડિરેક્શન કરતા મને નિર્માતા બનવું વધુ ગમશે.

ૄ આગામી ફિલ્મ ‘મરજાવાં’ વિશે.

આ ફિલ્મથી હું માસ એકશન હીરોના ઝોનમાં પ્રવેશ કરી રહ્યો છું. આ એક લવસ્ટોરી છે. તેમાં મારું કેરેક્ટર બહુ મુશ્કેલ છે,શારીરિક રીતે પણ. તેના માટે મારે થોડુંક વજન અને મસલ્સ પણ વધારવા પડશે. અગાઉ મેં કરેલા કેરેક્ટર જેવું આ નથી. આ પણ એક પ્રેમકથા છે,લાગણી છે, પણ તેમાં ઘણી બધી એકશન પણ છે અને તે માસ માટેની જ ફિલ્મ છે.

ૄ કારગિલમાં શહીદ થયેલા જવાન કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક ‘શેર શાહ’ ફિલ્મ વિશે.

શેર શાહ ફિલ્મ બની રહી છે તેનું કારણ હું ત્રણ વર્ષ પહેલા તેમના કુટુંબને મળ્યો હતો અને તેમને લાગ્યું કે હું તેમના પુત્રને રૂપેરી પરદે સાકાર કરી રહ્યો છું. જ્યારે દેશ માટે કોઇ પોતાનું જીવન કુરબાન કરી દે તો તેની વાર્તાને લાગણીશીલ રીતે સચ્ચાઇથી બતાવવી એ આપણી જવાબદારી બને છે. તે માટે સમય લાગ્યો ને બધી માહિતી ભેગી કરીને સ્ક્રીપ્ટ બનાવી અને દિગ્દર્શકની પસંદગી કરી. તે પછી હું કરણ જોહર પાસે ગયો હતો.તેને તે વાર્તા ગમી અને તે નિર્માતા બની ગયો. હું આ ફિલ્મ બે વર્ષમાં પૂરી કરવા માગું છું. તે રોલ પર્ફોર્મન્સ લક્ષી છે, પણ સાથે કમર્શિયલ પણ છે. અમે તેનું શૂટિંગ તાજેતરમાં જ ચંડીગઢમાં અને કેપ્ટનના વતન પાલમપુરમાં શરૂ કર્યું. તેમાં મારી હિરોઇન કિઆરા અડવાણી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

o4514u
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com