20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હમ ભી હીરો સે કમ નહીં

અનંત મામતોરા



એક સમય હતો જ્યારે ફિલ્મી અભિનેત્રીઓને ફાળે બીબાંઢાળ ભૂમિકાઓ જ આવતી, હીરો સાથે રોમાન્સ, બે ચાર ગીત ને એક બે ડાન્સ અને ભરપૂર ગ્લેમર સાથે પેશ થતી અભિનેત્રીઓની અત્યારની અભિનેત્રીઓ સાથે સરખામણી કરીએ તો આસમાન જમીનનો ફરક નજરે ચઢ્યા વિના રહે નહીં.

ફિલ્મોમાં બદલાતી જતી હીરોઇનોની ઇમેજનું એક કારણ એ પણ છે કે આજકાલ બોલીવૂડમાં મહિલા લેખિકાઓનું પ્રમાણ પણ ઘણું વધતું જાય છે. સ્ત્રી સશક્તિકરણનો ફાયદો બીજા ક્ષેત્રોની જેમ ફિલ્મ સાથે સંકળાયેલી મહિલાઓને પણ થતો જાય છે.

મહિલા લેખકોની વાત કરીએ તો જૂહી ચતુર્વેદી લિખિત ‘ઑક્ટોબર’ અને ‘પીકુ’ ચોક્કસ યાદ આવી જાય. તો વળી, કનિકા ધિલ્લોન લિખિત ‘મનમરજિયાં’ કેવી રીતે ભૂલી શકાય? ગઝલ ધાલીવાલ તો છોકરામાંથી છોકરી બનીને આજે ફિલ્મી દુનિયામાં લેખિકા અને કલાકાર તરીકે તરખાટ મચાવી રહી છે. નિધિ મહેરાએ મેહુલ સુરી સાથે મળીને વીરે ધ વેડિંગ લખી છે તો પૂજા ધાલા સૂરતીએ લખેલી અંધાધૂન ફિલ્મે પણ તરખાટ મચાવેલો.

લેખિકાઓનું પ્રમાણ વધતા અભિનેત્રીઓને મળતા પાત્રોમાં પણ ગજબનો બદલાવ આવ્યો છે. મનમરજિયાંની લેખિકા કનિકા ધિલ્લોન તો કહે છે કે, ‘મહિલાઓને બીબાંઢાળ પાત્રો મળતા એ જમાનો ગયો. હું તો સ્ત્રીને તેના વાસ્તવિક રૂપમાં દેખાય છે એવા પાત્રોમાં ઢાળવાનો પ્રયત્ન કરું છું. ’ બીજી એક મહિલા લેખિકા ભાવિનિ ઐયર કે જેણે રાઝી ફિલ્મની વાર્તા લખી હતી એ કહે છે કે મહિલાલક્ષી ફિલ્મોનું પ્રમાણ વધતું જાય છે તેનું એક કારણ એ પણ છે કે ઘણી અભિનેત્રીઓ પોતે હવે ફિલ્મનું નિર્માણ કરતી થઇ ગઇ છે. એ લોકો સ્ત્રીને માત્ર શોભાની પૂતળી ન બનાવી રાખતાં તેની જિંદગીને કથારૂપે પ્રદર્શિત કરવાનું વઘુ પસંદ કરે છે.

ગઝલ ધાલીવાલે લખેલી ફિલ્મ એક લડકી કો દેખા.. જ્યારે પ્રદર્શિત થઇ ત્યારે તેમાં વર્ણન કરવામાં આવેલ સમલિંગી મહિલાઓની દાસ્તાન જોઇને ઘણી આવી સમલિંગી મહિલા પ્રેક્ષકોએ મેસેજ મોકલ્યા હતા. ઘણી છોકરીઓ આ ફિલ્મ જોવા પોતાના માતાપિતાને પણ લઇ ગઇ હતી. આવા માબાપ પોતાની દીકરીઓના સમલિંગી સંબંધો પર ફેરવિચારણા કરવા પણ તૈયાર થયા હતાં. ટૂંકમાં મહિલાઓના વિચાર, તેમની સમસ્યા અને તેમના વર્તનને હવે ફિલ્મી પરદે પણ સ્થાન મળવા લાગ્યું છે. ફિલ્મમાં લેખનથી માંડીને નિર્માણ સુધીમાં સ્ત્રીઓનો વધતો જતો ફાળો આ બદલાવમાં કારણભૂત બન્યો છે. લેખિકાઓની વાત કરીએ તો જોકે, આ આંકડો હજી પણ ઓછો છે. એક સર્વે પ્રમાણે ૨૦૧૫ સુધીમાં જે લોકપ્રિય ફિલ્મો પ્રદર્શિત થઇ તેમાં મહિલા લેખિકાઓનું પ્રમાણ ૧૨.૧ ટકા જેટલું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

662e0sr
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com