29-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બોલીવૂડ પર હાવી સાઉથની ફિલ્મો

મૌસમી પટેલહમણાં જ્યાં જુઓ ત્યાં બસ એક જ વ્યક્તિની ચર્ચા થઈ રહી છે અને એ વ્યક્તિ છે ‘કબીર સિંહ’. શાહિદ કપૂર સ્ટારર ‘કબીર સિંહ’ એ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિંદી રિમેક છે. આ પરથી એક બીજી વાત મનમાં એ આવે છે કે છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડ પર જાણે સાઉથ ઈન્ડિયન ફિલ્મો હાવી થઈ રહી છે. આ ફિલ્મોની રિમક બોક્સ ઑફિસ પર ધૂમ કમાણી કરવાની સાથે સાથે દર્શકોનાં દિલો પર રાજ પણ કરી રહી છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મોની રિમેક બોલીવૂડની ફિલ્મો પર હાવી થઈ રહી છે અને તેનો બોલતો પુરાવો એ છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં ૧૮ રિમેક હિટ થઈ છે અને તેમાંથી બાગી-ટુ અને સિમ્બા એ સુપરહિટ પુરવાર થઈ છે. બંને ફિલ્મોના એકાઉન્ટમાં અનુક્રમે રૂ.૧૦૧ કરોડ અને રૂ. ૧૦૦ કરોડ બોલાઈ રહ્યા છે. હાલમાં જ સંદીપ રેડ્ડી વંગાએ તેમની પહેલી હિંદી ફિલ્મ રિલીઝ થઈ અને આ ફિલ્મ તેમની જ સુપરહિટ સાઉથ ઈન્ડિયન ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિંદી રિમેક ‘કબીર સિંહ’ રિલીઝ થઈ. ઈમોશનલ સ્ટોરીલાઈન્સ અને મનોરંજન પીરસવામાં તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મો અગ્રેસર રહી છે.

છેલ્લા એક દાયકા એટલે કે ૧૦ વર્ષની વાત કરીએ તો બોલીવૂડમાં ૩૮ ફિલ્મની રિમેક બનાવવામાં આવી જેમાંથી ૧૮ ફિલ્મોએ તો બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી. ટાઈગર શ્રોફની બાગી-ટુ (તેલુગુ ફિલ્મ ‘ક્ષણમ’ની રિમેક) અને રણવીર સિંહની એક્શન કોમેડી ફિલ્મ ‘સિમ્બા’ (તેલુગુ ફિલ્મ ‘ટેમ્પર’ની રિમેક) અને સલમાન ખાનની રોમેન્ટિક, એક્શન કોમેડી ‘બૉડીગાર્ડ’ (મલયાલમ ફિલ્મ ‘બોડીગાર્ડ’ની રિમેક) તો ટોપ લિસ્ટ પર છે. બોક્સ ઑફિસ પર કમાણીની વાત કરીએ તો ત્રણેય ફિલ્મોએ અનુક્રમે રૂ. ૧૦૧ કરોડ, રૂ. ૧૦૦ કરોડ અને રૂ. ૭૪ કરોડની કમાણી કરી હતી.

દસ વર્ષની જ વાત કરીએ તો એકલા અજય દેવગણે (સિંઘમ, સન ઓફ સરદાર, હિંમતવાલા, એક્શન જેક્શન, સિંઘમ રિટર્ન્સ અને દૃશ્યમ) છ અને મિ. ખિલાડી અક્ષય કુમારે (‘ગબ્બર ઈઝ બેક’, ‘હોલીડે’, ‘બોસ’, ‘રાઉડી રાઠોડ’, ‘ખટ્ટા મીઠા’ અને ‘દે ધના ધન’) જેવી સાઉથ ઈન્ડિયન ફિલ્મોની રિમેકમાં મુખ્ય ભૂમિકા કરી હતી.

આ અંગે એવો મત પણ વ્યક્ત કરાઈ રહ્યો છે કે ફિલ્મ કમાણી કરી આપનારી હોવી જોઈએ અને તેમાં પણ જે ફિલ્મ હિટ પુરવાર થઈ હોય તેની રિમેક બનાવવામાં આવે તે સ્વાભાવિક છે. ફિલ્મ જગતના નિષ્ણાતો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘સાઉથ ઈન્ડિયન ફિલ્મોએ એકદમ પરફેક્ટ આર્ટ મેકિંગ ફિલ્મ હોય છે. આ ફિલ્મો કમાણી તો કરે જ છે, પણ એની સાથે સાથે જ તે ડ્રામા અને મનોરંજનથી ભરપૂર હોય છે. બોલીવૂડ ફિલ્મોમાં ઘણી વખત આ બંને એલિમેન્ટનો સદંતર અભાવ જોવા મળે છે અને તેમાં પણ છેલ્લાં કેટલાક સમયથી આ અભાવ ઊડીને આંખે વળગી રહ્યો છે. આ અભાવને કારણે જ મેગા સ્ટારર ફિલ્મો જેવી કે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ અને ‘કલંક’ જેવી ફિલ્મો બોક્સ ઑફિસ પર ઊંધા માથે પડી ગઈ.’

સાઉથના ફિલ્મ મેકર્સને ખ્યાલ છે કે કઈ રીતે આમ આદમીને વાર્તાનો ચાર્મ ગુમાવ્યા વગર અપીલ કરી શકાય છે અને આ જ કારણ છે કે સાઉથ ઈન્ડિયન ફિલ્મોની રિમેક બોલીવૂડ પર આજે રાજ કરી રહી છે. ‘કબીર સિંહ’ રિલીઝ થઈ એ પહેલાં જ ફિલ્મના ડિરેક્ટર વંગાએ આપેલાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં સુધી હિંદી ફિલ્મો સ્ક્રિપ્ટને કારણે સારું પ્રદર્શન કરી જ રહી હતી અને પણ હવે સમયની સાથે તેમાં થોડું પરિવર્તન આવ્યું છે. ‘કબીર સિંહ’ દિલ્હીનો હતો, જ્યારે ‘અર્જુન રેડ્ડી’ એ મેંગ્લુરુનો હતો.’

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોની વાત માનીએ તો ‘કબીર સિંહ’ એ દેવદાસનું જ મોડર્ન વર્ઝન છે. આ ઉપરાંત બીજી બે રિમેક ફિલ્મ પર પણ કામ ચાલી જ રહ્યું છે જેમાંથી એકમાં તો બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર જોવા મળશે. અક્કીએ કેટલાક સમય પહેલાં ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું પોસ્ટર અને ટીઝર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યંુ હતું. હિંદી ફિલ્મોના દર્શકો માટે આ ફિલ્મ એકદમ પરફેક્ટ પુરવાર થશે, એવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. જોઈએ હવે અક્કીની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ બોક્સ ઑફિસ પર કેવોક અને કેટલી તીવ્રતાથી ધમાકો કરે છે એ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m8B66b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com