14-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અજય દેવગણ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’નું શૂટિંગ શરૂ કરશે

અજય દેવગણે ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ માટે શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી દીધી છે. આ ફિલ્મ મલ્ટિસ્ટારર છે. તેમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, રાણા દગ્ગુબતી, પરિણીતી ચોપરા અને એમી વિર્ક જેવા મોટા કલાકારો છે. સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ હૈદરાબાદમાં રામોજી સ્ટુડિયોમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. જ્યારે અજય દેવગણ હવે શૂટિંગ શરૂ કરશે. જુલાઇના અંત સુધી તે શૂટ શરૂ કરે તેવી શક્યતા છે. અજય તેમાં સ્ક્વૉડ્રન લીડર વિજય કર્ણિકનો રોલ નિભાવશે, જેઓ ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભુજહવાઇ મથકે ઇન-ચાર્જ હતા. તે સમયે કર્ણિકે પાકિસ્તાની એર સ્ટ્રાઇકસમાં નાશ પામેલી એર સ્ટ્રિપ્સને ફરી બનાવવા માટે ભુજની ૩૦૦ મહિલાઓને તૈયાર કરી હતી અને તે મહિલાઓએ ત્રણજ દિવસમાં તે બનાવી નાંખવામાં આઇએએફને મદદ કરી હતી. તેના કારણે જ પાકિસ્તાન સામે મુશ્કેલ યુદ્ધમાં જીતવામાં ભારતને ખૂબ જ મદદ મળી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

653366
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com