24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જેક્લિન ફર્નાન્ડિઝના અધધધ ત્રણ કરોડ ચાહકો

ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાંન્ડિઝના ઇન્સ્ટાગ્રામ પરના અનુયાયીઓની સંખ્યા ૩ કરોડના આંકને વટાવી ચૂકી છે જેનાથી તેની ઇન્સ્ટાગ્રામ પર વધતી લોકપ્રિયતાનો પણ અંદાજ આવી રહ્યો છે. જેક્લિને તેના અનુયાયીઓનો આભાર માનવાનું શરૂ કરી દીધું છે. તે દરેક ચાહકોનો વ્યક્તિગત આભાર માનવાનું ચૂકતી નથી. આ ઉપલબ્ધિ પર શિલ્પા શેટ્ટી, પ્રીટિ ઝિન્ટા, ફરાહ ખાન અને ડાયના પેન્ટીએ પણ તેને અભિનંદન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે જેક્લિન ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય છે અને પોતાની ફિટનેસથી લઇને પુસ્તકો અને પ્રવાસની તમામ નાની મોટી વાતો પોતાના ચાહકોને બતાવતી રહે છે. તે મેક-અપ અને ક્રિએટીવ લૂક્સ અંગે પણ ચાહકોને ઉપયોગી નીવડે તેવી સલાહ અવારનવાર આપતી રહે છે. કેટલાક વીડિયો શો બનાવીને પણ એ મુકતી રહે છે. હાલ તે ફિલ્મ કિક -ટુના શૂટિંગમાં વ્યસ્ત છે, જે આ વર્ષના અંતમાં રજૂ થવાની વકી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

52c8801
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com