20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સત્તેપે સત્તા: રિતિક-દીપિકા ધમાકો મચાવશે

બૉલીવૂડમાં અત્યારે રીમેક ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કેટલાક દિવસ પહેલા જ રોહિત શેટ્ટીએ ફરાહ ખાન સાથે મળીને જાહેરાત કરી હતી કે તે બહુ જલ્દી એક મોટી બૉલીવૂડ ફિલ્મ બનાવવાના છે. જેના પછી તેમણેજાહેરાત કરી હતી કે તે ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રીમેક બનાવશે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ અંગે પણ ઘણી ચર્ચાઓ થતી રહી હતી, પણ હવે એચર્ચાનો અંત આવે તેમતેના મુખ્ય કલાકારોનું ચયન થઇ ગયું છે. અમિતાભ બચ્ચન અને હેમા માલિનીનો રોલ આમાં રિતિક રોશન અને દીપિકા પદુકોણ કરશે. રિતિકની વરણી ક્યારની થઇ ગઇ હતી, પણ હેમા માલિનીનો રોલ કોણ કરશે તે નક્કી નહોતું, પણ રોહિત અને ફરાહે બંનેએ મળીને દીપિકાની પસંદગી કરી. તેનું કારણ બંને દીપિકાને બહુ પસંદ કરે છે. બીજું કારણ આ રોલમાં તે ફીટ બેસે છે. ખૂબસૂરતીના મામલે પણ દીપિકા હેમા માલિની સાથે બહુ મળતી આવે છે. આમ, હવે રિતિક રોશન અને દીપિકા પહેલી વાર સાથે આ ફિલ્મમાં કામ કરશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

035jkx
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com