24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સખત મહેનત, બીજું કંઇ નહીં: કિઆરા અડવાણી

આશકા શાહપ્રથમફિલ્મ ‘ફગલી’ નિષ્ફળ ગઇ, પણ કિઆરા અડવાણીને તેનો ફાયદો જરૂર થયો. તે કરણ જોહરની નજરમાં આવી ગઇ અને તેને પોતાની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ’ માટેતેને સાઇન કરી લીધી. તેફિલ્મે તેની કારકિર્દીની શરૂઆત કરીદીધી. તે પછી હવે આ ગોર્જિયસ અભિનેત્રી કબીર સિંહ ફિલ્મમાં મેક-અપ વગર દેખાઇ છે. તેની અને શાહિદની કેમિસ્ટ્રી તેમાં સારી લાગે છે. અત્યારેતેની પાસે આગામી ચાર ફિલ્મો છે, ગુડ ન્યૂઝ, લક્ષ્મી બૉમ્બ, ઇન્દુ કી જવાની અને શેર શાહ. કબીરસિંહને મળેલી સફળતા પછી કિઆરા તેની કારકિર્દીની રસપ્રદ વાતો કરે છે.

ૄ કબીર સિંહ ફિલ્મ તારા માટે કઇ રીતે સ્પેશિયલ છે?

આ મારી પ્રથમ લવ સ્ટોરી ફિલ્મ છે. તે બહુ રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં ઘણી વાસ્તવિક્તા છે. મને નથી લાગતું કે આનાથી સારી ફિલ્મ કરવાની તક મને મળી શકે. અર્જુન રેડ્ડી કલ્ટ ફિલ્મ હતી.

ૄ તું ફિલ્મોમાં નહોતી ત્યારે શાહિદની ફેન હતી?

હા, હું તેની જબરી ફેન હતી. તેની ઇશ્ક વિશ્ક, ઉડતા પંજાબ, કમીને અને હા, વિવાહ જેવી ફિલ્મો મારા મનમાં વસી ગઇ છે. મને તે જબ વી મેટમાં પણ બહુ ગમ્યો હતો.

ૄ તારું રીયલ નામ આલિયા બદલીને તેં કિઆરા કેમ રાખ્યું?

હું ૨૦૧૪માં ઇન્ડસ્ટ્રીમાં આવી. ત્યારે પહેલેથી જ અભિનેત્રી આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં હતી અને સુપરસ્ટાર હતી. આથી મને થયું કે મારું નામ પણ એ જ હશે તો દર્શકો ક્ધફ્યુઝ થઇ જશે આથી મેં મારું નામ બદલી નાંખ્યું, કારણ કે મારેમારી પોતાની ઓળખ પણ બનાવવી હતી.

ૄ તારી આગામી ફિલ્મ છે ‘લક્ષ્મી બૉમ્બ’. શું તું રીમેક્સ ગર્લ બનવા જઇ રહી છે?

હું નસીબદાર છું કે મને તે ફિલ્મ મળી છે. તેની વાર્તા બહુ રસપ્રદ છે. તે હૉરર કૉમેડી છે. તેના ડિરેક્ટર રાઘવ લૉરેન્સ બહુ સારા ડિરેક્ટર છે. તેમણે ડિરેક્શન સાથે તેમાં એક્ટિંગ પણ કરી છે.

ૄ અક્ષય કુમારે તારી પ્રથમ ફિલ્મ ‘ફગલી’નું નિર્માણ કર્યું હતું, હવે તે તારો કો-સ્ટાર છે.

હા, ખરેખર તે મને આ ઇન્ડસ્ટ્રીમાં લાવ્યો છે. તેણે જ મને પહેલી તક આપી અને હવે હું તેની સાથે બે ફિલ્મકરી રહી છું. એક ‘ગુડ ન્યૂઝ’ પૂરી થઇ ગઇ છે અને બીજી ‘લક્ષ્મી બૉમ્બ’ કરી રહી છું.

ૄ અત્યારે તું એકસાથે ચાર ફિલ્મો કરી રહીછે. આને તું તારી કારકિર્દીનો શ્રેષ્ઠ તબક્કો ગણી રહી છે?

હા,ચોક્કસ. મારીપાસે ગુડ ન્યુઝ, લક્ષ્મી બૉમ્બ, ઇન્દુ કી જવાની અને શેર શાહ જેવી ચાર સારી ફિલ્મો છે તેનાથી હું બહુ ખુશ છું. અંતે મને આવી સારી તક મળી છે. તમે જ્યારે એક કલાકાર બનવાનું સપનું જોઇરહ્યા હોવ ત્યારે તમારા માટે સૌથી કઠિન વસ્તુ પહેલી ફિલ્મ મેળવવી હોય છે. એક વખત તમે તે મેળવી લો પછી બાકીનુંકામ આપોઆપ થતું જાય છેતેવું તમે વિચારતા હોવ છો પણ એવું નથી. પ્રથમ ફિલ્મ પછી પણ વધુ તકો મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે.

મારીપહેલી ફિલ્મ નહોતી ચાલી અને તેનાથી દર્શકો અને ઇન્ડસ્ટ્રી સાથે મારું જોડાણ પણ નહોતું થયું. આથી મારા માટે તે હૃદયદ્રાવક સ્થિતિ હતી. મને એ પણ ખબર નહોતી કે મારી કારકિર્દી ક્યાં સુધી પહોંચશે. આથી મેં ફરી મહેનત કરવાનું નક્કી કર્યું અને ઑડિશન્સ આપવાના શરૂ કર્યાં અને નિર્માતાઓ સાથે મીટિંગો પણ કરવા લાગી. ફગલી ફિલ્મ પછી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો મને મળવા પણ તૈયાર ન હતા. તેઓ વિચારતા કે હું સાઉથ મુંબઈની વગ ધરાવતી છોકરી છું અને મારું કુટુંબ તો સલમાન ખાનને પણ ઓળખેછે. આથીસલમાન ખાન તો મને આસાનીથી બ્રેક આપી શકે. પણ એવું નહોતું. ફિલ્મો મેળવવા માટે બહુ સરળ માર્ગ નહોતો. કેટલાક લોકો તમને ડિરેક્ટર્સ સાથે મેળવવા માટે મદદ કરે, પણ તેઓ એમ કહે કે તેમની પાસે નજીકના ભવિષ્યમાં કોઇ ફિલ્મ નથી. તેવી વાતોથી પછી નિરાશ ન થવું જોઇએ. તમે તેનાથી વધુ મજબૂત બની શકો છો. મેં એ જ કામ કર્યું. આજેએમએસ ધોની, લસ્ટ સ્ટોરીઝ કે કબીર સિંહ ફિલ્મો જોઇને એ જ દિગ્દર્શકો મને મળવા માગે છે, જે પહેલા મારાથી દૂર ભાગતા હતા. આથી તમારે ખરેખર સખત મહેનત કરવી જોઇએ અને ઘરમાં બેસીને ફિલ્મ માટે રાહ ન જોવી જોઇએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

JjKa18
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com