14-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શહેનશાહ પણ સાઉથની સફરે

અગસ્ત્ય પુજારાબૉલીવૂડની ફિલ્મો કરતા સાઉથ ઇન્ડિયન ફિલ્મોનું વધુ મહત્ત્વ છે. તે બૉક્સ ઓફિસની દૃષ્ટિએ કહો કે નિર્માણના બજેટની દૃષ્ટિએકે કલાકારોની ફીઝ કે તેનું સર્જન અને માવજત દરેક રીતે ત્યાંની ફિલ્મો બહુ સુપરહિટ અને મસ્ત મનોરંજક હોય છે. નવીનતા અને સર્જનતા તે તેની ખૂબી છે. કરોડોની કમાણી કરતી આવી ફિલ્મોની રીમેક હિન્દીમાં બને છે તે તો જૂની વાત છે અને બૉલીવૂડમાં સક્સેસ નજતી હિરોઇનો સાઉથની ફિલ્મોમાં કામ કરીનેસુપરહિટ બનીને અઢળક પૈસા કમાય છે એ પણ જૂની વાત છે. નવી વાત એ છે કે હવે તો મોટા મોટા સ્ટાર્સ સાઉથની ફિલ્મો તરફ વળ્યા છે. અક્ષય કુમારે તેની શરૂઆત કરી હતી. રજનીકાંત સાથે ‘૨.૦’ ફિલ્મ કરીને નામ કમાવ્યા પછી હવે અમિતાભ બચ્ચન પણ આ વહેણમાં તણાયા છે. મરાઠીફિલ્મોમાં ગેસ્ટ અપિરિયન્સમાં કામ કર્યા પછી હવે હિન્દી ફિલ્મોના આ મેગાસ્ટાર તમિલ ફિલ્મમાં ડેબ્યુ કરવાના છે. ‘ઉયરન્થા મણિથન’ નામની ફિલ્મમાં તે એક્ટર-ડિરેક્ટર એસ. જે. સુર્યા સાથે કામ કરશે.

રાજામૌલીની તેલુગુ ફિલ્મ ‘બાહુબલી ટુ:ધ કનક્લુઝન’ ફિલ્મ વિશ્ર્વભરમાંથી રૂ. ૧,૭૦૦ કરોડની કમાણી કરીને સૌથી વધારે વકરો કરનારી પ્રથમભારતીય ફિલ્મ બની હતી. આથી જ હિન્દી ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી આલિયા ભટ્ટ પણ આ વર્ષે ‘આરઆરઆર’ નામની તેલુગુ ફિલ્મ કરી રહી છે, જે પીરિયડ એકશન ફિલ્મ છે અને તે ‘બાહુબલી’ ફેમ એસ.એસ. રાજામૌલી જ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં જુ. એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં છે. આ ઉપરાંત સ્ટાર એક્ટર અજય દેવગણ પણતેમાં સપોર્ટિંગ રોલમાં છે. ત્યારેહવે અમિતાભ બચ્ચને પણ તમિલ ફિલ્મ ‘ઉયરન્થા મણિથન’થી શરૂઆત કરી દીધી છે.

આ સામે કેટલીક અભિનેત્રીઓ પણ સાઉથની ફિલ્મોમાં અગાઉ જોડાઇ ચૂકી છે. દીપિકા પદુકોણ અને સોનાક્ષી સિંહાએ રજનીકાંતની અનુક્રમે ‘કોચાદૈયાં’ અને‘લિંગા’માં કામ કર્યું હતું. ઐશ્ર્વર્યા રાય અને પ્રિયંકા ચોપરા પણ તમિલ ફિલ્મો કરી ચૂક્યા છે. હવે બૉલીવૂડ અભિનેતાઓ તેમાંજોડાતા સાઉથની ફિલ્મોનું વજન વધશે. સાઉથની ફિલ્મોનું માર્કેટ અને બજેટ બંને વધી રહ્યું છે, આથી કોઇ કલાકાર તેનાથી દૂર ભાગવાનું વિચારે નહીં. વિવેચકો અને ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે ‘બાહુબલી’એ જે કરી દેખાડ્યું છે તે જોતાં આગામી ત્રણ-ચાર વર્ષ સુધી કોઇ સાઉથની ફિલ્મોને પડકારી શકશે નહીં.

જ્યારે બૉલીવૂડની વાત કરીએતો મોટા મોટા સ્ટાર્સની મોટી મોટી ફિલ્મો હવે ફ્લોપ નીવડે છે. આમિર ખાનની ‘ઠગ્સ ઑફ હિન્દુસ્તાન’ નાટકીય ઢબે ફક્ત રૂ. ૧૩૮ કરોડની જ કમાણી કરી શકીહતી જ્યારે શાહરુખ ખાનની ‘ઝીરો’ ફિલ્મ રૂ. ૯૦ કરોડ કમાઇને જ ડૂબી ગઇ હતી. કરણ જોહરની ‘કલંક’ ફિલ્મ દેશભરમાંથી ફક્ત રૂ. ૮૦ કરોડ જ એક્ઠા કરવામાં સફળ થઇ હતી.

સાઉથ ઇન્ડિયન સિનેમા કમર્શિયલી પણ સર્જનની કળામાં બહુ પરફેક્ટ છે. તેમસાલા ફિલ્મ પણ હોય અને તેમાં ડ્રામા અને ઇમોશન્સ પણ હોય, ફોર્મ્યુલા પણ હોય.

‘આરઆરઆર’ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થવાની છે. આથી સાઉથની ફિલ્મોનો એક ફાયદો એ પણ હોય છે કે તે ત્રણથી ચાર ભાષામાં રિલીઝ થાય એટલે તેનુંબજેટ વધારે હોય તો પણ તેમને નુકશાન થાય નહીં. બૉલીવૂડ અને સાઉથના કલાકારોના મિશ્રણથી બનનારી ફિલ્મો દર્શકોને પણ એટલા માટે જોવી વધારે ગમશે કે બંને પ્રકારના દર્શકોને એક જ ફિલ્મમાં નવા ચહેરા જોવા મળશે. આ સિવાયના બૉલીવૂડ કલાકારોમાં સુનીલ શેટ્ટી પણ છે, જે રજનીકાંતની ‘દરબાર’ ફિલ્મમાં વિલનનો રોલ કરી રહ્યોછે. મજબૂત વિલન હોય તોહીરો પણ મજબૂત બને. એરોલ સાઉથનો હીરો પણ ભજવી શકે, પણ બૉલીવૂડનો હીરો હોય તો તેનું માર્કેટ, સ્ટાર વેલ્યુ અને તેની વિઝિટીબિલિટી અપીલ કરી જાય છે. આમ,બૉલીવૂડ અને સાઉથ બંને માટે સાથે કામ કરવું સારી વાત છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

84M1e5u8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com