24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સારા કો કૌન લગે પ્યારા!

હેમંત વૈદ્યરણવીર સિંહે ‘સિમ્બા’માં ભલે અમૃતા સિંહની ફૂટડી ક્ધયા સારાને ઉદ્દેશીને ગાયું કે ‘આંખ મારે ઓ લડકી આંખ મારે’, પણ નમણી છતાં જબરી સારા અલી ખાનની આંખોમાં તો કાર્તિક આર્યન સમાઇ રહ્યો છે જે ધીરે ધીરે ક્ધયાઓનાં દિલમાં વસી રહ્યો છે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘આજ કલ’ના શૂટિંગ દરમિયાન સારા-કાર્તિકને એક બીજાની કંપની ગમવા લાગી હતી. સેટ પર અને સેટ બહાર સુધ્ધાં. આ સંગાથ એવો મજેદાર રહ્યો કે એનો અંત આવ્યો એ સારાને નથી ગમ્યું. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં સારા લાગણીવશ થઇ ગઇ હતી. સોશ્યલ મીડિયા પર તેણે પોતાની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું કે ‘થૅન્ક યુ, કાર્તિક. તારી સાથે કામ કર્યું એ દરમિયાન મેં ઘણી નિરાંત અનુભવી. મારી કાળજી રાખવા બદલ તેમ જ મને નર્વસ ન થવા દેવા બદલ તારો આભાર માનું છું એટલો ઓછો છે. તારી સાથે સેટ પર વિતાવેલા સમય દરમિયાન અભિનયની બાબતમાં જે આપલે થઇ એનો તો મને ફાયદો થયો જ, પણ ફ્રી ટાઇમમાં તારી સાથે ચા-કૉફીની ચુસકી લેતા લેતા જે જલસા કર્યા એ પણ કાયમ મને યાદ રહેશે. આજે એમ થાય છે કે એ ટાઇમ ફરી આપણે સાથે વિતાવી શકીએ તો કેવું સારું. હજી કંઇક શૂટિંગ બાકી રહી ગયું હોય તો કેવું સારું? સાચું કહું તો થોડા દિવસ મને બહુ એકલું એકલું લાગશે.’

‘કેદારનાથ’થી કરિયરની શરૂઆત કરનારી આ અભિનેત્રીની આ કેફિયત ઘણી બોલકી છે. કાર્તિક હવે યંગસ્ટર્સમાં ખાસ્સો લોકપ્રિય થઇ રહ્યો છે. આ વર્ષે રિલીઝ થયેલી એની ફિલ્મ ‘લુકા છુપી’ને બૉક્સ ઑફિસ પર સારો આવકાર મળ્યો છે. નવી પેરના આગ્રહી નિર્માતાઓના લિસ્ટમાં કાર્તિક અને સારાનાં નામો ટૉપ પર છે. એવું નથી કે સારાને જ કાર્તિકની કંપની માફક આવી હોય અને એ એના પર ઓવારી ગઇ હોય. કાર્તિકે પણ સારાની કંપની એન્જોય કરી છે. આ વર્ષના માર્ચ મહિનામાં ઉદયપુરમાં સારા-કાર્તિકના ચિત્રપટના શૂટિંગની શરૂઆત થઇ હતી. બે મહિનામાં-ચોક્કસ કહીએ તો ૬૬ દિવસમાં- ડિરેક્ટરે ફિલ્મનું મહત્ત્વનું શૂટિંગ પતાવી દીધું છે. હવે પૅચવર્ક જેવું કામ બાકી છે. એનું શૂટિંગ થઇ ગયા પછી પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ થશે. વાત પ્રેમની અને મોડર્ન પ્રેમીઓની છે એટલે ૨૦૨૦માં વેલેન્ટાઇન ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરીએ ફિલ્મ રિલીઝ કરવાની ગણતરી છે. સારાની જેમ કાર્તિકે પણ ઉમળકાભરી ચિઠ્ઠી લખી છે. એણે ફિલ્મના એક ડાયલૉગનો ઉલ્લેખ કર્યો હતો જેમાં હીરોઇન હીરોને કહે છે કે ‘પર યે રાસ્તા, યે બહોત અચ્છા હૈ. મૈં ચાહતી હૂં કી યે રાસ્તા કભી ખત્મ ન હો.’ સારા અને ઇમ્તિયાઝ સાથે આ ફિલ્મમાં કામ કર્યા પછી કાર્તિકે આ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી છે.

સારા તો લાગણી વ્યક્ત કરવામાં એક ડગલું આગળ વધી છે. બે મહિનાના સહવાસને શબ્દોમાં વ્યક્ત કરવા ઉપરાંત તેણે કાર્તિક સાથેના પોતાના ફોટોગ્રાફ્સ સુધ્ધાં શેર કર્યા છે. કાર્તિક ઉપરાંત તેણે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીનો પણ આભાર માનતા જણાવ્યું છે કે ‘૬૬ દિવસ અને લાખો સ્મરણો. મારું સપનું સાકાર કરવા બદલ ઇમ્તિયાઝ અલી, થૅન્ક યુ વેરી મચ. રોજે રોજ તે જે રીતે મારું સેટ પર અને સેટ બહાર પણ ધ્યાન રાખ્યું છે એ માટે તારો આભાર માનું એટલો ઓછો છે. તારા તેમ જ કાર્તિકના સપોર્ટને કારણે જ હું આ રોલ સહજતાથી ભજવી શકી છું. આ ફિલ્મમાં કામ કર્યા પછી બીજી ફિલ્મમાં પણ તારી સાથે કામ કરવાનો લહાવો મળે એવી મારી ઇચ્છા છે.’ સોશ્યલ મીડિયા પર સારા ભલે આટલું લખીને અટકી ગઇ હોય, એ ફિલ્મમાં હીરો તરીકે કાર્તિક આર્યનને જ લેવાય એવી ઇચ્છા તેણે દિગ્દર્શક સમક્ષ વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. કાર્તિકે સારાનો ઉલ્લેખ પ્રિન્સેસ તરીકે કર્યો એ વાતથી પણ હીરોઇન હરખાઇ ગઇ છે. પ્રિન્સેસને પ્રિન્સ ચાર્મિંગ ગમી ગયો છે એમ પ્રિન્સને પણ પ્રિન્સેસ પસંદ પડી ગઇ છે. આવી કેમેસ્ટ્રી આગળ જતા તેમને હૉટ પેર બનાવી શકે છે. વેઇટ ઍન્ડ વૉચ.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

753vfpH
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com