20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શુષ્ક સેક્સ-લાઈફ વચ્ચે પતિના ફ્રેન્ડ ભણી હું આકર્ષાઈ છું

કેતકી જાનીશુષ્ક સેક્સ-લાઈફ વચ્ચે પતિના ફ્રેન્ડ ભણી હું આકર્ષાઈ છું

સવાલ: મારાં લગ્નને છ વર્ષ થયાં છે. શરૂનાં ૩ વર્ષ બધું ઠીક જ હતું. છેલ્લાં લગભગ બે-અઢી વર્ષથી મારા પતિ અને મારી સેક્સ-લાઈફ બહુ જ ઓછી રસપ્રદ બની ગઈ છે, સમજો કે યાંત્રિક રીતે જ બધું થાય છે. આ દરમ્યાન મારા પતિના એક મિત્ર સાથે સારું બનવા લાગ્યું છે. તેની સાથે સેક્સ સંબંધ વિકસે તો? આ શક્યતા મારા શુલ્ક જીવનને રસાળ કરી શકે તેમ લાગે છે. આ રસ્તે જવાય?

----------------------------

જવાબ

બહેન, તમારી ઉલઝન વાંચી મારા મનમાં પહેલાં જ એ વિચાર ઝબકી ગયો કે તમારે સૌ પહેલાં તમારા મનને એક સવાલ પૂછવાનો કે જો તમારા પતિ તમારી જિંદગીના વર્તમાનથી કંટાળી આવું કંઈ કરવા વિચારશે તો? તમને એ વાત ગમશે? જો જીવનમાં અન્ય કોઈ જ જે તમને લખ્યો છે તેના સિવાયનો પ્રોબ્લેમ ખરેખર ના હોય તો તમે જે રસ્તે ચાલવા વિચાર કરો છો, તે માત્ર તમારા મનનો ભટકાવ જ છે. તમે તમારા પતિ કોઈ શારીરિક- માનસિક પરેશાનીથી ગુજરી રહ્યા છે કે કેમ? તેનો વિચાર કરો. શક્ય છે કે તેમના કાર્યક્ષેત્રમાં કોઈક મંદી અથવા અન્ય અડચણ આવી હોય જેને કારણે તે મનોમન મૂંઝાતા હોય. તમે તમારા બંનેના પ્રોબ્લેમને સોલ્વ કરવાને બદલે બંને માટે જે મુસીબતોનો પહાડ બની શકે તેવા રસ્તે જવા માટે વિચાર સુદ્ધાં કેમ કરી શકો? તમારા પતિના મિત્ર સાથે સેક્સ માણવાથી જીવન રસાળ બનવાનું તો બાજુએ રહ્યું પણ રસાતાળ થઈ જશે તે નક્કી છે. તમે વિચારો કે તમારા પતિને આ વાતની જાણ થશે ત્યારે શું થશે? પતિના મિત્રથી તાત્કાલિક એક યોગ્ય અંતર બનાવી દો. એક મિત્ર તરીકે જ તમે તેને જુઓ છો અને આગળ વધવાની તમારી કોઈ જ મરજી નથી તેવાં સિગ્નલ તેને જવા જ જોઈએ. તે તમારા પતિની ગેરહાજરીમાં ઘેર આવતો હોય તો તાત્કાલિક બંધ કરાવી દો.

ટૂંકમાં તમારી જાત ઉપર કંટ્રોલ રાખો. લગ્નનાં શરૂનાં ત્રણેક વર્ષ દરમ્યાન સારી સેક્સલાઈફ ભોગવી છે તમે, મતલબ પતિ-પત્નીને કોઈ શારીરિક તકલીફ તો નથી જ. માટે તમારા પતિના વર્તનને માનસિક સ્તરે વિચારવાનું શરૂ કરો. તમને જરૂર કોઈ કારણ મળશે જેને કારાણે તમારા જીવનમાં આ સમય આવ્યો છે. પતિને માનસિક સપોર્ટ આપો. છતાંય તમને લાગે કે તેમને કોઈ શારીરિક પ્રોબ્લેમ હોઈ શકે, તો તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરી લો. શક્ય હોય તો સેક્સ એક્સપર્ટની મુલાકાત લઈ આ સમસ્યાનો નિવેડો લાવવાનો પ્રયત્ન કરો. આગળ તો તમારી મરજી. અસ્તુ.

--------------------------

કલિગ સાથેના પ્રેમસંબંધ વગર મને જીવવું અશક્ય લાગે છે

સવાલ: ૨૮ વર્ષની અપરિણીત યુવતી છું. મારે એક ઓફિસના કલિગ સાથે ઘણાં વર્ષથી પ્રેમસંબંધ હતો, જે પ્રેમ છે એક મહિનાથી નથી રહ્યો. તેના વગર જીવવું મને અશક્ય લાગે છે. હું તેની સાથે દોસ્તીનો સંબંધ રાખી શકું? કારણ કે તેણે ગમે તે કર્યું પણ મેં તેને સાચો પ્રેમ કર્યો છે.

------------------------

જવાબ

પ્રિય બહેન, કહેવાય છે કે જે સંબંધને તેના અંજામ સુધી ના પહોંચાડી શકાય તેને જીવનના કોઈ ખુબસુરત પડાવ ઉપર છોડી દેવો. પણ જો તમારે માટે આ શક્ય ના હોય તો તમે તમારા એકસ પ્રેમી સાથે દોસ્તી ચોક્કસ રાખી શકો. આ માટે તેની મરજી પણ જરૂરી છે. જો તે પણ તમારાં જેવી જ લાગણી ધરાવતો હોય તો આમ થવું શક્ય છે. ક્યારેક બ્રેકઅપને કારણે આવેલી હતાશા પચાવવી આવી દોસ્તીને લીધે સરળ બને છે. જો તે વ્યક્તિ તૈયાર હોય તો આમ કરવાથી તમે બંને આ બ્રેકઅપનો સરળતાથી સામનો કરી શકશો.

પરંતુ હવે તમારે સાવધ રહીને દોસ્તી નિભાવવી પડશે. પહેલાં તમે જેમ તેની દરેક વાતોમાં માથું મારતાં હતાં તે સૌપ્રથમ બંધ કરવું પડશે. બની શકે તો કૉલ કે મળવાનું અઠવાડિયે એકાદ વાર જ બીજા દોસ્તોની હાજરીમાં જ રાખવાનું, જેથી તે તમારી ભગ્ન માનસિકતાનો શારીરિક રીતે ફાયદો ના ઉઠાવે.

તેણે તમારા પ્રેમને નકાર્યો છે, તે વાત તેની નજીક જતાં પહેલાં હંમેશાં યાદ રાખવાની. ઉપરાંત તે ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે જેવી બાબતો પર તમારે સમય બરબાદ ન કરવો. તે હવે તમારી ચિંતાનો વિષય નથી. ધ્યાનમાં રાખવું કે હવે તમારે વૉટસએપ કે કોઈપણ રીતે તેને પ્રેમભર્યાં મેસેજ ના મોકલવા.

તમારે આ દોસ્તીનો ઉપયોગ તમારી જિંદગીમાં સ્થિરતા લાવવા જ કરવાનો છે તે કદી ના ભૂલશો. ધીમે ધીમે તમે જેમ સ્વસ્થ થતાં જશો તેમ તમારી માનસિકતા જ તમને તેની જોડે હરતાં મળતાં- બોલતાં રોકશે. તે સમયે તમારા મનને અનુસરજો. તમે સાચો પ્રેમ ભલે કર્યો પણ તેણે કદાચ તમને સાચો પ્રેમ નથી કર્યો તે હકીકત છે ને? હવે ક્રમશ: તમે સાથે હતા ત્યારે જ્યાં ફરતાં, જે કરતાં તે બધું ભૂલવામાં જ સાર છે બહેન. એકબીજાની પસંદ કે આદતોને ભૂલી તમે માત્ર તમારામાં સ્થિર થાવ. તમને શું ગમે છે? તે વિચારો. મનગમતી પ્રવૃત્તિમાં મગ્ન થાવ અને ધીરે ધીરે આ બ્રેકઅપને અપનાવો અને પછી દફવાનો. શક્ય હોય તો તમે તેના વગર જીવી જ નહીં શકો તેવો ખ્યાલ મનમાંથી બને તેટલી ઝડપથી કાઢી આગળ વધો. આગળ લાંબી જિંદગી અને અગણિત ખુશીઓ તમારી રાહ જોઈ રહી છે. અસ્તુ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

75762054
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com