20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્લીવ્ઝની ફૅશન અજમાવવા જેવી

ફેેશન-કલ્પના મહેતા



આજની નારી અને એમાંય ખાસ કરીને યંગસ્ટર્સ ડ્રેસમાં વરાઇટી તો પસંદ કરે જ છે, પણ સાથે સાથે એ ઍટ્રેક્ટિવ લાગવા જોઇએ એવો પણ એમનો આગ્રહ હોય છે. જાણવા જેવી વાત એ છે કે માત્ર વેસ્ટર્ન આઉટફિટને જ ઍટ્રેક્ટિવ બનાવવાનો તેમનો આગ્રહ નથી હોતો, પરંપરાગત કે ટ્રેડિશનલ કપડાંને પણ આકર્ષક બનાવવા માટે પણ તેઓ ઉત્સુક હોય છે. ડ્રેસની સાથે સાથે હેરસ્ટાઇલ માટે પણ પ્રયોગો થઇ રહ્યા છે. એક સમય હતો જ્યારે મહિલાઓ માટે સ્લીવલેસ બ્લાઉઝ પહેરવું એક નવી ફૅશન ગણાતી હતી. પછી તો સ્લીવલેસ કૉમન થઇ ગયા અને ઑફ શોલ્ડરનો જમાનો આવ્યો. હવે પાછો સ્લીવના ઉપયોગનો આગ્રહ જોવા મળી રહ્યો છે. એને કારણે ડ્રેસ આકર્ષક લાગે છે એવી માન્યતા દૃઢ બની રહી છે. સ્લીવમાં વરાઇટી લાવવા અખતરાઓ પણ કરવામાં આવે છે. વેસ્ટર્ન અને ઈન્ડિયન આઉટફિટ બંને પર સ્ટાઈલિશ સ્લીવ શોભા વધારી રહી છે.

કૉલેજ જતી યુવતીઓમાં ડ્રેસીસ અને હેરસ્ટાઈલ માટેનું આકર્ષણ વધી રહ્યું છે. સ્લીવ્સ સાથે વિવિધ પ્રયોગો કરવા તેમને પ્રિય છે. વધી રહેલા આ શોખને કારણે ડિઝાઈનરો સ્લીવ્સમાં વિવિધતા લાવવાની કોશિશો કરી રહ્યા છે. સ્લીવ્ઝમાં નવી નવી સ્ટાઈલને કારણે તે લોકપ્રિય પણ બની રહ્યા છે. ચાલો જાણીએ કયા પ્રકારની સ્લીવ્ઝ આજકાલ ફૅશનમાં છે.

-----------------------

બેલ સ્લીવ્ઝ

શૉલ્ડરથી શરૂ થતી આ સ્લીવમાં ખૂલતા કફની સાથે હાથને કવર કરતી લાંબી બાય હોય છે. તેની લંબાઈ પસંદ પ્રમાણે રાખી શકાય છો. આની રસપ્રદ વાત એ છે કે એનો સાડીના બ્લાઉઝમાં પણ ઉપયોગ કરી શકાય છે. એને કારણે સાડીનો લુક ફરી જાય છે. શિયાળામાં બેલ સ્લીવનો ઉપયોગ સ્વેટરમાં કરાવી શકાય છે.

-------------------------

કેપ સ્લીવ્ઝ

આ પ્રકારની સ્લીવ્ઝનો ટ્રેન્ડ શિયાળામાં વિશેષરૂપે જોવા મળે છે. આ અડધી કે પોણી બાંયમાં કરાવી શકાય છે. એનાથી કોઈપણ ટ્રેડિશનલ ડ્રેસને નવો લુક મળી જાય છે.

---------------------

એક્સ્ટ્રા શૉર્ટ સ્લીવ્ઝ

સ્લીવલૅસ ડ્રેસના શોખીનો માટે આ સ્લીવ પરફેક્ટ છે. કોઈપણ ઉંમરની સ્ત્રી તેનો ઉપયોગ ડ્રેસમાં કરી શકે છે. આનો પ્લસ પૉઇન્ટ એ છે કે એ પહેરવાથી તમારો લુક યંગ બની જાય છે. પલાઝો સાથે આકર્ષક લાગતી આ સ્લીવને સ્ટ્રેટ લૉન્ગ કુર્તી સાથે પહેરશો તો ચાર્મિંગ લાગશો.

------------------------

કિમોનો સ્લીવ્ઝ

કિમોનો એટલે જાપાનનો ટ્રેડિશનલ ડ્રેસ. આ સ્લીવ મોટી અને થોડી ઢળતી હોય છે. એને પહેરવાથી ડ્રેસને કિમોનો જેવો લુક મળે છે. પહેરવામાં આ સ્લીવ કમ્ફર્ટેબલ હોય છે.

----------------------

સ્લિટ સ્લીવ્ઝ

આ સ્લીવ માટે યંગસ્ટર્સમાં વિશેષ આકર્ષણ જોવા મળે છે, કારણ કે ફિલ્મસ્ટારો કી પસંદ છે.

ખભાથી શરૂ કરીને હાથ સુધી ખુલ્લી દેખાતી આ સ્લીવ લાંબી બાંયના ડ્રેસમાં વધુ શોભે છે. સ્લિટ સ્લીવ્સની એક સ્ટાઈલ શોલ્ડર કટના નામે પણ ઓળખાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j74B26
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com