6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગાવસકર આજે સિત્તેરના થયા, પણ નથી એ ટાયર્ડ થયા કે નથી રિટાયર્ડ !

આજકાલ વિશ્ર્વ ક્રિકેટ કપની યાત્રા ચરમસીમાએ છે. ભારતમાં પણ ક્રિકેટ જ્વર અતિ ઊંચાઇ પર છે. ૭ જુલાઇએ હાલમાં ભારત તરફથી રમતા અને ગયા વર્લ્ડકપમાં કપ્તાની સંભાળનાર ધોનીનો જન્મ દિવસ ઉજવાયો.જ્યારે આજે ભારતના દંતકથારૂપ બેટ્સમેન અને બીજા એક ભૂતપૂર્વ સુકાની સુનિલ ગાવસકરનો જન્મ દિવસ છે. ૧૯૪૯માં ૧૦ જુલાઇના દિવસે જન્મેલ સુનિલ ગાવસકરે ભારતનું ક્રિકેટ વિશ્ર્વમાં નામ રોશન કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. ૧૯૮૩માં જ્યારે વિશ્ર્વ કપની ત્રીજી મેચ રમાઇ રહી હતી ત્યારે ભારત આ કપ ખેંચી લાવશે તેવી કોઇએ કલ્પના પણ કરી ન હતી. આ લડાયક અને વિજેતા ટીમ જે કપિલદેવના નેતૃત્વ હેઠળ રમેલી તેમાં સુનિલ ગાવસકર પણ એક અભિન્ન અંગ સમાન હતો. આજે ભલે ગાવસકર સિત્તેર વર્ષનો થયો, પણ અમિતાભ બચ્ચનની જેમ જ હજી એ ટાયર્ડ પણ નથી થયા કે રિટાયર્ડ પણ નથી થયા. હા, હવે એ મેદાન પર રમતો જોવા ન મળે, પણ કોમેન્ટ્રી બોક્સમાં એક્સપર્ટ કોમેન્ટ્રી આપતો આજે પણ નજરે પડશે. હાલમાં પણ એ ઇંગ્લેન્ડમાં રમાતી વિશ્ર્વ કપ સ્પર્ધામાં કોમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. ઊંચાઇ ઓછી હોવા છતાં ક્રિકેટની રમતમાં મોટા મોટા વિશ્ર્વવિક્રમો સર્જનાર આ લીટલ માસ્ટર બીજા એક મેદાન બહારના કાર્ય માટે પણ કારણભૂત જણાય છે. આજે ભલે ક્રિકેટરોને મોં માગ્યા દામ મળતા હોય, પરંતુ એના સમયમાં તો ક્રિકેટમાં નાણાકીય વળતર ખાસ મળતું નહીં. એ વખતના મોટા ભાગના ક્રિકેટરો કોઇ બેન્કમાં કે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતાં. એ પોતે નિર્લોન કંપનીમાં જોબ કરતો હતો. તે સમયના ખેલાડીઓને પૂરતું નાણાકીય વળતર મળે તે માટે તેણે સઘન પ્રયત્નો કર્યા હતા તેને પરિણામે ખેલાડીઓની આવક વધી પણ હતી.

કોઇને કોઇ પ્રકારે આ ‘સન્ની’ સદાય ક્રિકેટના આકાશમાં ઝળહળતો રહે તેવી આજના જન્મદિવસે તેને શુભેચ્છા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2nxGA8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com