6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો પ્રારંભ દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો પ્રારંભ દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો પ્રારંભ

લાઈમ લાઈટ-મનોજ કાપડિયા



ત્રીસ દિવસના મહિનાનું વિભાજન ૧૫-૧૫ દિવસના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં કરવામાં આવ્યું છે. પ્રત્યેક મહિનાના શુક્લ પક્ષનો અગિયારમો દિવસ અગિયારસ તરીકે ઓળખાય છે આ દિવસ પવિત્ર ગણાય છે અને લોકોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અષાઢ મહિનાની અગિયારસ દેવપોઢી અગિયારસ તરીકે ઓળખાય છે. વાયકા અનુસાર આ દિવસે દેવ પોઢી જાય છે અને મનુષ્ય જાણે સફાળો જાગીને ધરમધ્યાનમાં પરોવાઇ જાય છે. મહા એકાદશી તરીકે પણ ઓળખાતી આ અગિયારસથી કારતક સુદ અગિયારસ સુધીનો સમય ચાતુર્માસ તરીકે ઓળખાય છે. પુરાણોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ ભગવાન વિષ્ણુ આ અગિયારસની રાતે ક્ષીરસાગર તરીકે ઓળખાતા દૂધના સમુદ્રમાં શેષનાગ પર શયન કરે છે. આસો માસમાં આવતી દિવાળી પછીના નવા વર્ષના પ્રથમ માસ કારતકની સુદ અગિયારસ દેવઊઠી અગિયારસ કહેવાય છે જે દિવસે વિષ્ણુ ભગવાન નિદ્રામાંથી જાગે છે.

વર્ષના બાર મહિના અને મહિનાની બે અગિયારસને હિસાબે વર્ષમાં ૨૪ અગિયારસ આવે અને અધિક મહિનો હોય ત્યારે બે વધારાની એટલે કે ૨૬ અગિયારસ આવે. આ બધી અગિયારસોમાં દેવપોઢી તેમ જ દેવઊઠી એ બે અગિયારસનું મહત્ત્વ વધારે છે. બે અગિયારસ વચ્ચેના ચાતુર્માસ દરમિયાન ધર્મપરાયણ લોકો તપસ્યા કરે, આત્મસંયમ કેળવે અને મંત્રોચ્ચાર કરી ધાર્મિક ક્રિયાઓમાં સહભાગી થાય છે. એવી એક માન્યતા છે કે અષાઢ મહિનામાં પ્રભુના શયનકાળનો સમય શરૂ થાય છે. દેવપોઢી એકાદશીના દિવસે દેવ પોઢી જતા આસુરી શક્તિઓ પ્રબળ બનીને મનુષ્ય પર ત્રાસ ગુજારવાનો પ્રયત્ન કરે છે. આ આસુરી શક્તિથી જાતનું રક્ષણ કરવા માટે પ્રત્યેક જણે કોઇ પણ વ્રત કે સાધના કરવા જરૂરી હોય છે. એટલે એકાદશીના મહાત્મ્યમાં શ્રદ્ધા ધરાવતા લોકો આ દિવસે ઉપવાસ કે એકટાણા કરીને પ્રભુભક્તિ કરે છે.

પંઢરપુરની જાત્રા અને એકાદશીનું મહત્ત્વ: મહારાષ્ટ્રમાં કેટલાક સંપ્રદાયો છે એમાં એક સંપ્રદાયનું નામ છે વારકરી. દેવપોઢી અગિયારસને દિવસે પંઢરપુરની જાત્રા કરવાનું વિશેષ મહત્ત્વ છે. રાજ્યના ખૂણેખાંચરેથી લાખો ભાવિકો ‘વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા’ના નાદ સાથે પંઢરપુર જવા નીકળે છે. દક્ષિણ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં આવેલા પંઢરપુર શહેરમાં ભીમા નદી નજીક વિઠોબાનું મંદિર છે. વિઠોબા વિષ્ણુ ભગવાનનું સ્થાનિક સ્વરૂપ મનાય છે. વિઠોબાના નામનો ઇતિહાસ રસપ્રદ છે. આજથી આશરે ૧૫૦૦ વર્ષ પહેલા પુંડલિક નામનો વિષ્ણુભક્ત થઇ ગયો. પુંડલિક ગુણીપુત્ર હતો પણ કોને ખબર કેમ પણ લગ્ન પછી તે માતા-પિતા સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો હતો. તેના વર્તનથી કંટાળેલાં માતા-પિતા કાશીએ જવા નીકળ્યાં. પુંડલિક પત્નીને આ વાતની જાણ થતા તે પણ પતિ સાથે જવા નીકળી. મારગમાં એક ઠેકાણે તેઓ રોકાયાં ત્યાં પરોઢિયે પુંડલિકને ત્રણ સ્ત્રીના દર્શન થયા, જેમણે પુંડલિકને સ્પષ્ટપણે કહી દીધું કે ‘તે માતા-પિતા સાથે ખરાબ વર્તન કર્યું છે એટલે તું મહાપાપી છો.’ આ એક વાક્યથી પુંડલિકના જીવનમાં ધરમૂળથી ફેરફાર આવી ગયો અને તે સારો અને આજ્ઞાર્થી પુત્ર બની માતા-પિતા સાથે આદરપૂર્વક વર્તવા લાગ્યો. તેમની જાત્રા અધવચ્ચેથી અટકાવી તેમને પોતે જ્યાં રોકાયો હતો એ સ્થળે લઇ આવ્યો. ચોક્કસ કારણોસર ભગવાન વિષ્ણુથી રિસાયેલા રુક્ષમણિ ભીમા નદી નજીક જઇ પહોંચ્યા. વિષ્ણુ તેમને શોધતા શોધતા ભીમા નદી પાસે પહોંચ્યા પછી અને રુક્ષમણિને શોધી તેમના મનામણા કર્યા પછી તેમને લઇને પુંડલિક રોકાયો હતો એ આશ્રમમાં જઇ પહોંચ્યા. એ સમયે પુંડલિક માતા-પિતાની સેવામાં મગ્ન હતો. ભગવાન હાજરાહજૂર થયા છે એની જાણ થવા છતાં પુંડલિકે મા-બાપની સેવા કરી લીધા પછી જ પોતે પ્રભુના દર્શન કરશે એમ જણાવી વિષ્ણુજીને ઊભા રહેવા માટે તેમની તરફ એક ઇંટ ફેંકી. પુંડલિકની માતા-પિતા પ્રત્યેની શ્રદ્ધા જોઇ ભગવાન વિષ્ણુએ વિલંબની પરવા ન કરી અને ત્યાં ઊભા ઊભા જ રાહ જોઇ. સેવા પૂરી કર્યા પછી પ્રભુના દર્શન કરી પુંડલિકે તેમની ક્ષમા માગી ભક્તો માટે એ જ સ્થળે સ્થાયી થવા ભગવાનને વિનંતી કરી. ભગવાન વિષ્ણુએ એવું વરદાન પુંડલિકને આપ્યું. એ દિવસથી વિષ્ણુ પંઢરપુરમાં વિઠ્ઠલ અવતારમાં વસવાટ કરી રહ્યા છે. વિઠ્ઠલની સંધિ છૂટી પાડીએ તો વિટ + ઠલ થાય. મરાઠી શબ્દો વિટ એટલે ઇંટ અને ઠલ એટલે ઊભા રાખવા. ઇંટ પર જે જગ્યાએ વિષ્ણુ ભગવાન ઊભા હતા એ સ્થળ વિઠોબા કે વિઠ્ઠલ મંદિર તરીકે ઓળખાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

62u1x8t0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com