20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સુંદર પિચઇ: કમાણીનો ધરવ

આજની તારીખમાં ઈન્ટરનેટના વપરાશકારોને રોજેરોજ જેની આંગળી પકડ્યા વિના ચાલતું નથી એવા જગવિખ્યાત સર્ચ એન્જિન ગૂગલ સાથે સુંદર પિચઇનું નામ જોડાયેલું છે. તમિળ પરિવારમાં ચેન્નઈમાં જન્મેલા સુંદરે આઈઆઈટી, ખડગપુરમાંથી મેટલર્જિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. ત્યારબાદ વધુ ભણવા તેણે અમેરિકામાં પગ મૂક્યો. યુએસએની અલગ અલગ યુનિવર્સિટીઓમાંથી મટિરિયલ સાયન્સની અને એમબીએની ડિગ્રી મેળવીને પિચઈ ૨૦૦૪માં ગૂગલમાં જોડાયો. કંપનીના પ્રોડક્ટ મૅનેજમેન્ટ વિભાગમાં સુંદરે અપ્રતિમ કામગીરી બજાવતા તેને બઢતી મળી. કંપનીના સર્ચ ટૂલ બાર અને બ્રાઉઝર વિકસાવવામાં તેનો ફાળો મોટો છે. તેના પ્રગાઢ બુદ્ધિ કૌશલ પર વારી ગયેલી કંપનીએ તેને પ્રોડક્ટ ચીફ બનાવ્યો અને પછી સીઈઓ બનાવ્યો.

ભારતમાં ઉછરેલા આ સ્માર્ટ યુવાને તાજેતરમાં એક એવું કામ કર્યું છે જાણીને અમેરિકનો દંગ રહી ગયા છે. ઘણાં વર્ષો સુધી કંપની તરફથી તગડો પગાર મેળવનારા સુંદર પિચઇએ એક અનોખું પગલું ભરીને કંપની તરફથી પગાર નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો છે. ૨૦૧૬થી તેને વર્ષે સાડા છ લાખ ડૉલરના પગાર ઉપરાંત સીઇઓ પેટે પર્ક્સ સુધ્ધાં મળતા હતા. કંપની તરફથી પૂરતી કમાણી થઇ ગઇ છે એવું કારણ આપીને પિચઇએ આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

હાલ ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાની ભારત અને ઇંગ્લૅન્ડની મૅચ જોવા સુંદર પિચઇ ગયો હતો. સચિન તેંડુલકર સાથેની તેની એક તસવીર ભારતીય ક્રિકેટ બોર્ડે પોસ્ટ કરી હતી. આ નિમિત્તે સુંદરના ક્રિકેટ પ્રત્યેના લગાવની જાણ થઇ હતી. કિશોરવયમાં ક્રિકેટર બનવાનું સપનું જોનારા સુંદર પિચઇનો આદર્શ શરૂઆતમાં સુનીલ ગાવસકર હતો અને પછી સચિન તેંડુલકર. જોકે, આ યુવાનને ક્રિકેટ કરતા ફૂટબૉલમાં વધારે રુચિ છે. બાર્સિલોના ક્લબ એની ફેવરિટ ટીમ છે અને એની દરેક મૅચ પિચઇ જોેતો હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

u378Lu
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com