20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વ્યક્તિની પ્રગતિમાં ઉંમર આડે આવતી નથી
મારિયો ડ્રેઘી

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈકલા-સંસ્કૃતિ અને સ્થાપત્યની દૃષ્ટિએ વિશ્ર્વમાં અનોખું સ્થાન ધરાવતા યુરોપના મોટા દેશ ઇટાલી આર્થિક દૃષ્ટિએ પણ ઘણો એડવાન્સ છે. તેના માટે મહત્ત્વનું યોગદાન આપનાર એવા અગ્રણી અર્થશાસ્ત્રી બૅન્કર મારિયો ડ્રેઘી વિશે વિગતે જોઇએ.

ઇટાલી દેશ આપણા ગુજરાત રાજ્ય જેટલો છે એટલે કે ઇટાલીની વસ્તી ૬.૦૬ કરોડની છે. યુરોપનો ચોથો મોટો દેશ ઇટાલી આર્થિક દૃષ્ટિએ વિશ્ર્વનો આઠમો શક્તિશાળી દેશ છે. વિશ્ર્વની ટોપ થ્રી સેન્ટ્રલ બૅંકમાં ઇટાલીની બૅન્કનો સમાવેશ છે. જે યુરોપિયન સેન્ટ્રલ બૅંક ઇસીબી તરીકે ઓળખાય છે. આ ઇસીબીના પ્રમુખપદે મારિયો ડ્રેઘી ઘણા વર્ષ રહ્યા છે. તેની ઐતિહાસિક સફર જાણવા જેવી છે.

મારિયોનો જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ ઇટાલીની રાજધાની રોમમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ મેલીમિલાનોની મેસીકો ઇન્સ્ટિટ્યૂટમાં લીધું હતું. સ્કૂલનું ભણતર પૂરું કર્યું ત્યારે પિતા કાર્લો મૃત્યુ પામ્યા. બધી જવાબદારી માતા ગીલ્ડા પર આવી ગઇ.

પિતા ઇટાલીની બૅંકમાં કામ કરતા હતા અને માતા ફાર્માસીસ્ટ હતાં. માતાએ મહેનત કરીને પુત્ર મારિયોને આગળ ભણવા સમજાવ્યો. શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું. ૮૦ વર્ષ પહેલા માતા-પિતા સારું ભણ્યાં હતાં. તે જ ગુણ-સંસ્કાર પુત્ર મારિયોમાં આવ્યા. માતાએ તેને કૉલેજમાં દાખલ કર્યો. લા સોન એન્ઝા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયો. મારિયોને પણ વધુ ભણવાની લગન લાગી.

૨૯મા વર્ષે મેસાયુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅકનોલૉજીમાંથી ઇકોનોમીક્સમાં પીએચ.ડી. ની ડિગ્રી મેળવી. ડૉક્ટરનું લેબલ લાગ્યા બાદ તેમણે કાયદાનું જ્ઞાન લીધું. પ્રારંભમાં તેમણે ફૂલ ટાઇમ પ્રોફેસરનો જોબ કર્યો. ફ્લોરેન્સ યુનિવર્સિટીમાં તેઓ પોલિટીકલ સાયન્સ ભણાવતા હતા.

જોહન કેનેડી સ્કૂલમાં પણ સેવા આપતા હતા. વિશ્ર્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં માનવંતા સભ્ય બન્યા છે. આ યુનિવર્સિટીએ ભારતને ઘણા તેજસ્વી તારલા આપ્યા છે. જે આગળ જતાં મોટા અર્થશાસ્ત્રી બન્યા છે. અને ભારત સરકારમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે.

આર્થિક બાબતમાં તેમનું નોલેજ જોઇને વિશ્ર્વની પ્રતિષ્ઠિત બૅંકે તેમને બોલાવ્યા. ૩૫મા વર્ષે વર્લ્ડ બૅંકના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર બની ગયા. આ બૅંક ભારત સહિત અનેક દેશોને લોન આપે છે. અહીં થોડા વર્ષ અદ્ભુત કામગીરી દર્શાવ્યા બાદ ઇટાલીની સરકારે તેમના રતન મારિયોને વતન બોલાવ્યા. ઇટાલિયન ટ્રેઝરીમાં જનરલ ડાયરેક્ટર બન્યા. ઇટાલીની ફાઇનાન્સ માર્કેટમાં તેમણે અસાધારણ કામગીરી દર્શાવી.

ઇટાલીની બહાર ફરીથી તેમણે જવું પડ્યું. વૈશ્ર્વિક સ્તરે અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બૅંકમાં તેમને ઉચ્ચ હોદ્દો ઓફર થતાં મારિયો ત્યાં જવા આકર્ષાયા. ગોલ્ડમેન સાસમા તેમને વાઇસ ચેરમેન અને મૅનેજિંગ ડાયરેક્ટર બનાવાયા. અહીં ત્રણ વર્ષ કામ કર્યુ. આ નાણાં સંસ્થા વિશ્ર્વભરમાં બૅંકિંગ સર્વિસ પૂરી પાડે છે જેની સ્થાપના ૧૫૦ વર્ષ પહેલા થઇ હતી. ન્યૂયોર્ક, લંડન, ટોક્યો, હોંગકોંગ, ભારત, ફ્રેન્કફર્ટથી લઇને અનેક શહેર -દેશમાં સર્વિસ પૂરી પાડે છે. ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ સર્વિસમાં ટોપની સંસ્થામાં ગણના થાય છે. અમેરિકાની ટોપ પાંચ બૅંકમાં ગોલ્ડમેન સાસનું

સ્થાન છે.

નામાંકિત અર્થશાસ્ત્રી-બૅંકરને ઇટાલીએ ફરીથી બોલાવ્યા અને બૅંક ઓફ ઇટાલીના ગવર્નર બનાવ્યા.

અહીં છ વર્ષ અસાધારણ કામગીરી દર્શાવી. ફક્ત ઇટાલી જ સંપૂર્ણ યુરોપે નોંધ લીધી. મોટી વય છતાં બૅંક ઓફ ઇટાલીમાં કામ કરતા રહ્યા તેમના કામમાં ઉંમર ક્યારે પણ બાધા બની નહીં.

યુરોપમાં ઇટાલી, જર્મન, ફ્રાન્સ, સ્વિડન સહિત અનેક દેશો છે. યુરોપની મુખ્ય બેઠક યુરોપિયન સેન્ટ્રલ બૅંક જે ઇસીબી તરીકે વધુ જાણીતી છે. તેમાં ૬૪મા વર્ષ પ્રમુખ બન્યા. આપણે ત્યાં રિઝર્વ બૅંક છે તેમાં યુરોપની સેન્ટ્રલ બૅંક એટલે ઇસીબી છે.

યુરોપનું ચલણ યુરો છે. જેને ડૉલર સહિત અન્ય ચલણ સામે ટકાવી રાખવામાં મારિયોની ઇસીબીના પ્રમુખ તરીકે મહત્ત્વની ભૂમિકા રહી છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટિ બોર્ડના ચેરમેન બે વર્ષ રહ્યા છે. ન્યૂજર્સીની ઇન્સ્ટિટ્યૂટ ફોર એડવાન્સ સ્ટડી તથા વોશિંગ્ટન સ્થિત બ્રોકિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટી છે. ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે વિશ્ર્વની આઠમી મોટી શક્તિશાળી વ્યકિત છે.

તેમણે સેરેના સાથે લગ્ન કર્યા હતા તેમના બે સંતાન છે. તે પણ મોટા ફાઇનાન્શિયલ છે. અન્ય મોટી ઇન્વેસ્ટમેન્ટ બૅંક મોર્ગન સ્ટેનલીમાં ઉચ્ચ હોદ્દા પર છે. પુત્ર માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન છે.

હાલ ૭૨ વર્ષની ઉંમરે પણ તેઓ સક્રિય છે. બૅંક ઓફ ઇટાલીના સલાહકાર છે. યુરોપિયન સિસ્ટેમેટીક રીસ્ક બોર્ડના ચેરમેન, યુરોપિયન ઇકોનોમીક એન્ડ ફાઇનાન્સ કમિટીમાં સક્રિય છે. જી-૨૦ તથા જી-૭ના મેમ્બર છે.

આર્થિક ક્ષેત્રના નિષ્ણાત મારિયોએ યુરોપ અને ઇન્ટરનેશનલ પ્રશ્ર્નો વિશે ઘણું લખ્યું છે. તેમના વિચારો અને ક્વોટ

પ્રેરણાદાયક છે.

તે પૈકી અમુક અહીં પ્રસ્તુત છે.

ડિજિટલાઇઝેશન ફાયનાન્શિયલ ઉદ્યોગને તથા સોસાયટીને મોટા પ્રમાણમાં અસર કરે છે. જે મૂળભૂત અસરકર્તા પરિબળ બન્યું છે. ડિજિટલાઇઝેશન બિઝનેસની પ્રગતિ ઝડપી અને વધુ કાર્યક્ષમ બનાવે છે અને આર્થિક દૃષ્ટિએ પ્રમાણમાં સસ્તું પડે છે. મોદી સરકાર આવ્યા પછી આપણે ત્યાં ડિજિટલાઇઝેશનનું પ્રમાણ નોંધપાત્ર

વધ્યું છે.

સમૃદ્ધિ હાંસલ કરવા માટે ઉત્પાદકતા વૃદ્ધિ ઉત્તમ માર્ગ છે. આપણે જીવનમાં જે કરીએ છીએ તેની સમાજમાં-બિઝનેસમાં અસર થવી જોઇએ. આપણે બેસી રહીએ અને કંઇ કરવું નહીં એવું કંટાળાજનક માનસ રાખો નહીં. આળસુ વૃત્તિ રાખો નહીં. જે લોકો મારી સાથે કામ કરે છે તેનામાં હું વિશ્ર્વાસ રાખું છું.

ઇસીબીના વડા તરીકે તેમણે વિશ્ર્વના અન્ય ચલણ સામે યુરોને ટકાવી રાખવા સતત પ્રયત્ન કર્યા તેઓ કહે છે કે જો આપણે યુરો કટોકટી ઉકેલશું નહીં તો મોટી કિંમત ચૂકવવી પડશે. મારિયો દરેક બાબતમાં ચઢિયાતા હતા તેથી તેમનું નીકનેમ સુપર મારિયો પડી ગયું હતું. ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રોડક્ટિવ વધારવા જરૂરી છે. ભણતરનું મહત્ત્વ તેઓ સમજાવતા રહે છે.

જે ઇસીબી વડાનું પદ મારિયો સંભાળતા હતા તે હવે આઇએમએફના વડા ક્રિસીન લગાડે સંભાળશે. મારિયોની મુદ્ત ૩૧ ઑક્ટોબરે પૂર્ણ થનાર છે.

યુએસ ફેડરલ રિઝર્વમાં ખેંચી લાવવા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ મારિયોને સમજાવી રહ્યા છે. વિશ્ર્વની સૌથી મોટી નાણાં સંસ્થા બૅંક યુ.એસ ફેડરલ રિઝર્વના વ્યાજ દર વધ-ઘટની વિશ્ર્વભરમાં મોટી અસર થાય છે. જો મારિયો ચેરમેન બનશે તો અમેરિકા બહારની વ્યક્તિ તરીકે વિક્રમ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5P70w37u
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com