24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જળસંકટના તારણહાર

નિધિ ભટ્ટજ્યારે માનવીના જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે તેને ટાળવા તે મુશ્કેલમાં મુશ્કેલ કામ સરળ રીતે કરે છે. એવું જ અત્યારે ચેન્નઇમાં બન્યું છે. ભયંકર દુષ્કાળના સમયે લોકોના ઘરોમાં પાણીની જબરજસ્ત અછત વર્તાય છે ત્યારે ત્યાંના એક રહેવાસી ડૉ. શેખર રાઘવન તેમના માટે એક આશા બનીને કામ કરી રહ્યા છે. તે રોજ જુદા જુદા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ફરીને આ વરસાદમાં જમીન પર પડતાં પાણીના સ્તરનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ કરવાનો માર્ગ બતાવે છે અને લોકોના જીવનમાં એક આશારૂપ બની રહ્યા છે.

ચેન્નઇમાં આવેલો દુષ્કાળ ફક્તરાષ્ટ્ર માટે જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમાચાર બની ગયો છે. લોકો તેમના દૈનિક વપરાશમાં સમજૂતી કરી રહ્યા છે અને ચેન્નઇ અત્યારે ભયંકર રીતે પાણીની અછતનો સામનો કરી રહ્યું છે, જેનું કારણ દુષ્કાળ છે. ત્યાંના રહેવાસીઓ વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે, જેનાથી સ્થાનિક સ્તરે પાણી પૂરવઠો છલકાઇ જાય. તેઓ જાણે છે કે ટેન્કરો ભરેલી હોય તો તે સમસ્યાનું નિરાકરણ નહીં બની શકે. વહેલા કે મોડા તેઓ પાણી વગરના થઇ જશે. નિતિ આયોગના અહેવાલ મુજબ ભારતના મુખ્ય ૨૧ શહેરો ૨૦૨૦ સુધીમાં પાણી વગરના થઇ જશે. તેમાં અત્યારની વાત કરીએ તો ચેન્નઇ શહેર આ ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

પણ અત્યારના તેમના આ કપરા સમયે સેંકડો રહેવાસીઓ એ કઠોર વાસ્તવિક્તાથી જાગૃત થઇ ગયા છેઅનેશહેરના સ્રોતમાંથી આવતા પાણીનો વધારે ઉપયોગ કરતા લોકો તેમની જવાબદારી પણ સમજી ગયા છે. આપણે દરરોજ સ્નાન કરવાથી લઇને કપડાં ધોવા કે વાસણો કે અન્ય વસ્તુઓ ધોવામાં સેંકડો લિટર પાણીનો ઉપયોગ કરીએ છીએ. પણ ક્યારેય તેનું કેટલું મૂલ્ય થાય એ નહોતું વિચાર્યું. કુદરતી સ્રોતોનો ઉપયોગ ક્યારેય સંપૂર્ણ નિ:શુલ્ક નથી હોતો. તેની કિંમત આપણે તેને જાળવીને વાપરીને ચૂકવી શકીએ. ચેન્નઇમાંથી પાણીનો સંગ્રહ અદૃશ્ય થઇ ગયો તે સમયકાળનો લપાટ બહુભયંકર છે.અંદાજેજોઇએ તો ત્યાં એક વર્ષથી ઓછા સમયમાં લગભગ ૩ અબજ ક્યુબિક ફૂટ પાણી વપરાયું હતું.

ત્યાંના રહેવાસીઓમાં એક વ્યક્તિ એવી છે જે આ સમસ્યાને પોતાની જવાબદારી સમજીને ઝુંબેશ ચલાવી રહી છે. તે છે ડૉ. શેખર રાઘવન. ચેન્નઇના ‘રેઇન મેન’ તરીકે લોકપ્રિય રાઘવન છેલ્લા બે દાયકાથી વધારે સમયથી વરસાદના પાણીનો સંચય કરવા માટે લોકોનેપ્રોત્સાહન આપવાનું કામ કરે છે. તેમના એ અથાગ પ્રયાસોમાટે તેમની પ્રશંસા થાય છે અને આજે પાણીની કટોકટી ઊભી થઇ છે ત્યારે આ ઇકો-વૉરિયર રોજના લગભગ ૨૦ ફોન મેળવે છે, જેમાં હાઉસિંગ કોમ્પ્પેલ્કસ પાણીનો સંચય કેવી રીતે કરી શકે છે તેની પૂછપરછ કરે છે. ‘હું દરેક લોકોના ઘરની મુલાકાત લેવા જાઉં છું. અમે તેના માટે ઘણી જાગૃતિ ફેલાવી છે. હવે તેનો અમલ કરવાનો સમય આવી ગયો છે અને હું તે કામ કરીશ’, એમ ૭૧ વર્ષના આ ડૉક્ટર કહે છે.

ચેન્નઇમાં જન્મેલા અને ઉછરેલા ડૉ. રાઘવન બીચીસ નજીકના એક હાઉસિંગ કોમ્પ્લેક્સમાં રહે છે. તેમની આ વિગત જાણવી જરૂરી છે, કારણ કે આજે તે જે છે અને પાણીની જાળવણીના પ્રેરક બન્યા છે, તે તેમના ઘરના લોકેશનને કારણે બન્યા છે. તેઓ કહે છે, ‘હું આ ઘરમાં લગભગ૫૦ વર્ષથી રહું છું. મારો વિસ્તાર જે રીતે વિકસિત થયો હતો તે હંમેશાં મારા માટે ચિંતાનો વિષય રહેતો હતો. સીમેન્ટના રોડ અને આડી-અવળી બાંધેલી ઇમારતો મેદાનમાં પાણીને અટકાવી દેતા હતા, જેનાથી ત્યાં પાણી જામી જતું હતું. આથી ત્યાંથી બધું જ પાણી એની રીતે દરિયામાં જતું રહેતું. એ પાણીને ત્યાંથી નીકળવા માટે બે રસ્તા હતા, એક તો તે સમુદ્રમાં મળે અથવા તો શહેરમાં તેનાથી પૂર આવે. આથી મેં તે પાણીને બચાવીને વાપરવાનો એક ઉપાય વિચાર્યો. ૧૯૯૫માં મેં ઘરે ઘરે જવાનું શરૂ કર્યું અને લોકોને વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વિનંતી કરી. પ્રારંભમાં મારે ઘણા બધા પ્રતિકારોનો સામનો કરવો પડતો, પણ ત્રણ વર્ષમાં મેં મારા સંદેશાનું મહત્ત્વ સ્થાપિત કરી દીધું. તે મારી ઝુંબેશનો શરૂઆતનો મુદ્દો હતો.’ એક વખત રાઘવનના સંદેશાને મહત્ત્વ મળવા લાગ્યું ત્યારે તેમણે શહેરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાના પ્રયાસને વ્યવસ્થિત બનાવવા માટે ‘રેઇન સેન્ટર’ની રચના કરી.

૨૦૦૩માં તમિલનાડુનીરાજ્ય સરકારે એક બહુ ઉમદા પોલિસી જારી કરી હતી, તેમાં તેમણે કહ્યું હતું કે ફરજિયાતપણે બધી જ ઇમારતોએ એક રેઇનવૉટર હાર્વેસ્ટ સિસ્ટમ રાખવી જ જોઇએ એ આદેશનું પાલન ન કરનાર લોકોને દંડ થશે અથવા તેમના ઘરમાંથી સરકાર પાણીનો પૂરવઠો કાપી નાંખશે.

તમિળનાડુમાં ૨૦૦૩ અને ૨૦૦૪માં સરેરાશ કરતા પણ ઓછો વરસાદ થયો હતો અને આથી લોકોએ વરસાદના પાણીનો સંગ્રહ કરવાનું અમલીકરણ કર્યું હતું અને તેના પરીણામનેકોઇ પુરાવાની જરૂર નથી. ‘તે પછીના વર્ષોમાં જોકે, અમે ભારે વરસાદ મેળવ્યો હતો જે જમીન પરના પાણીને ફરી ભરી રાખ્યું હતું. તે વરસાદ હજારો રહેવાસીઓ માટે પૂરતું હતું, જેના માટે તેઓ પ્રશંસાના અધિકારી હતા. તે પછી મારા અભ્યાસ મુજબ કુલ ઇમારતોના ૪૦ ટકા લોકો ખરેખર સારી ગુણવત્તાભરી સિસ્ટમનો અમલ કરે છે. તેનો જે લાભ મળ્યો તેનો અનુભવ આજે થઇ રહ્યોે છે,’એમ ડૉક્ટર કહે છે.

ડૉ. રાઘવન દ્વારા સ્થાપવામાં આવેલા રેઇન સેન્ટરમાં પ્લમ્બર્સ અને સારા ખોદકામ કરનારાઓનીટીમ પણ છે, જે શહેરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરતી સિસ્ટમનો સર્વે કરે છે. તેઓ એવું બતાવવા માગે છે કે તેમના ઘરો વરસાદના પાણીનો સંગ્રહકરવા માટે આદર્શ ઘરો છે. ૨૦૦૫માં પડેલા વરસાદ પછી તેમણે નોંધ્યું કે જમીન પરનું પાણીનું સ્તર ૨૦ ફૂટ ઉપરની સપાટીએ પહોંચ્યું છે જે તેમના આ ઉમદા હેતુ અંગેની સકારાત્મક નિશાની દર્શાવે છે.

આજેએક દાયકા કરતા વધારે સમય પહેલા રાઘવને લોકોના સંયુક્ત પ્રયાસોથી પાણીનો સંગ્રહ કરવાનું કામ શરૂ કર્યું હતું ત્યારથી લઇને આજે ફરી એક વખત ચેન્નઇના લોકો તેમના સંદેશાનું મહત્ત્વ સમજ્યા છે. પરીણામે, રેઇન સેન્ટરમાં રોજ લગભગ ૨૦ ફોન આવે છે, જેમાં લોકો હાર્વેસ્ટિંગ સિસ્ટમ માટે તેમની સલાહ અને તેના ખર્ચની રકમ અંગે પૂછે છે. અત્યાર સુધીમાં ડૉક્ટરે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે સફળતાપૂર્વક ૫૦૦ ઘરોને મદદ કરી છે. તેના વિશે રાઘવન કહે છે, ‘હું દરરોજ રાતે દરેક ઇ-મેઇલનો જવાબ આપવા માટે લગભગ ૩ કલાક વીતાવું છું. અત્યાર સુધીમાં મને લગભગ ૩૦૦ સંદેશા આવ્યા છે અને તેમાંથી ૧૦૦ લોકોએ મારી મુલાકાતલીધી છે. હું ખુશ છું કે અંતે લોકો પાણીનો સંગ્રહ કરવાનું મહત્ત્વ સમજી ગયા છે. દરેક લોકેશન વિસ્તાર પ્રમાણે નક્કી કરીને ત્યાં ગ્રુપ બનાવ્યા છે અને હું રોજ એક વિસ્તારની મુલાકાત લઉં છું. આપણે સરકાર પર બધો જ આધાર ન રાખવો જોઇએ. આપણે પણ કેટલાક કામ કરવાના પ્રયાસો કરવા જોઇએ અને મારી સાથે આ કામમાં ભાગ લેવા માટે માર્ગદર્શન લેવા ઇચ્છતા લોકોને મદદ કરવા હું પાછું વળીને ક્યારેય નહીં જોઉં.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mfV4P44j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com