16-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ

આજે આટલું જ - શોભિત દેસાઈઆરંભ તો *અ*થી જ કરવાનો હોય ને! *અ* મૃત ‘ઘાયલ’ને યાદ કરું તો ફરી પાછો, મુગ્ધ બનીને લખવાના ‘બજાર’માં આવી ગયો છું. શરૂ કરવાનું છે આજથી.

અને... ક્યાંથી શરૂ કરવું, મેં તારા પર લે! આ છોડ્યું!

જનમવું, જીવવું, મરવું, મેં તારા પર લે! આ છોડ્યું!

ઉછાળ્યા છે મેં રંગો અવનવા, જો! બારીકાઈથી

કયા રંગોથી શું ભરવું, મેં તારા પર લે! આ છોડ્યું!

તું આવે મારી સામે, આંખથી વાતો કરે ત્યારે;

થવું મગરુર? કરગરવું? મેં તારા પર લે! આ છોડ્યું!

*વિપત્તીના મળેલા દ્રવ્યમાં છે ભાગ તારો પણ;*

ખરચવું એ કે સંઘરવું? મેં તારા પર લે! આ છોડ્યું!

કહ્યું તેં તો: ‘કરી લે માર્ગ તારો પથ્થરો વચ્ચે!’

*સરિતા જેમ સરસરવું* મેં તારા પર લે! આ છોડ્યું!

જીવનભરનાં કરમની ગાંસડી મેં ખોલી નાખી છે,

છે વારો તારો, શું કરવું? મેં તારા પર લે! આ છોડ્યું!

***

ડાળીના ગર્ભથી રસ્તા પર અવતરેલાં તાજાં ફૂલ પર કોઈકના જાણીતા અક્ષરના અણસાર વંચાતા હોય એવી રૂપાળી ઋતુ આવું આવું થઈ રહી છે. રોકડી 37 મિનિટ સુધીના અનરાધાર વરસાદનું ટ્રેઇલર દેખાડીને મેઘ મલ્હારની 8 મહિનાથી અકટીબદ્ધ સુરાવલીને ‘ટ્યૂન અપ’ કરવામાં રત છે. ધરખમ ઘટાડો પામતા વડ અને વૃક્ષો, સવારે સાત સાડા સાતના સમય દરમિયાન પંખી મેળાના પ્રમુખ દ્વારા પ્રત્યેક પંખીને ફાળવવામાં આવતા તથા ટહુકવાના વિસ્તારોને હળવી પર્ણમર્મર દ્વારા સંમતિ આપી રહ્યા છે. અજ્ઞાનના અંધકારને દૂર કરતા, આવતી કાલના ઉજાસ જેવા શિશુ-બાળક-કિશોર-કિશોરી વાહનની સેના માં/પર સવાર થઈને સ્કૂલ જઈ રહ્યાં છે. પ્રદૂષણ હજી તો કાબૂમાં છે, કારણ કે ધુમાડાના રાક્ષસો હજી ન્હાવા/ધોવા/સુકાવામાં વ્યસ્ત છે. આ બધાની વચ્ચે વોટ્સએપ-એસએમએસ-મેઈલ-ઈન્ટરનેટ શોભતા નથી એટલે ખૂબ જરૂરી હોવા છતાં આજે, અત્યારે, અહીં એમની વાત કરવાનો મૂડ નથી. આજે તો, પાછું થોડા વખતમાં તો ‘એને’ મળવાનું છે... ઓફ કોર્સ સ્મરણમાં આઆઆ!!! પણ મળવાનું તો છે જ ને! અને કાનમાં કહેવાનું છે કે...

પાણીને ટીપે ઘાસમાં જઈએ

ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ

ઉગવાના ગરાસમાં જઈએ

ભોંયના ચાસચાસમાં જઈએ

ડોલતો મત્ત કૈફ ફોરમનો

હોશના અમથા ભાસમાં જઈએ?

પહેલી વર્ષામાં એક થઈને પછી

માટીના ભીના શ્ર્વાસમાં જઈએ

ફક્ત વનરાઈ સાથે હો સંવાદ

એવા એકાંતવાસમાં જઈએ.

***

લેખમાળાના શીર્ષક વિશે કહું તો મારા સદ્ગુરુ ઓશો દરેક ધ્યાનવાર્તાનો અંત આ શબ્દોથી કરતા હતા - અળઘ ઇટણળ વિ. પ્રસ્તુત લેખમાળા જ્યાં સુધી ચાલે અને જેટલી પહોંચે-સમર્પિત છે ઓશોને. રંગીનિયતથી ભગવા સુધીની ભાષાની સફર કરાવી છે મને ઓશોએ અને સજાવ્યો છે એકડાથી, મને, મીંડાને. (24-06-2019) આજે આટલું જ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

442B87
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com