6-July-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રોટી, કપડાં, મકાન સાથે ખોરાક અન્ો આરોગ્યનું મહત્ત્વ દર્શાવતું અન્ાૂદિત પુસ્તક

અલભ્ય ગ્રંથવિશ્ર્વ - પરીક્ષિત જોશીનામ- ગ્ાૃહવ્યવસ્થા અન્ો આરોગ્યા વિદ્યા

લેખક- ડૉક્ટર ત્રિભોવનદાસ મોતીચંદ શાહ

પ્રકાશક-ગુજરાત વર્નાક્યુલર સોસાયટી

પ્રકાશન વર્ષ-1903

કુલ પાના- 160

કિંમત- 10 આના

મૂળ અંગ્રેજી પુસ્તકનું ભાષાંતર આપનારા ડૉક્ટર ત્રિભોવનદાસ શાહ જૂનાગઢ રાજ્યના આસિસ્ટંટ સર્જન અન્ો ચીફ મેડિકલ ઓફિસર હતાં. એમણે બોમ્બ્ો યુનિવર્સિટીની ફેલોશિપ મેળવેલી હતી. અન્ો પોતાના વ્યવસાયન્ો અનુરૂપ શરીર અન્ો વૈદકશાસ્ત્ર, માન્ો શીખામણ, આરોગ્યતા અન્ો સ્વચ્છતા તથા રાઈનો પ્લાસ્ટર જેવાં પુસ્તકો પણ લખ્યાં હતાં.

કચ્છના દિવાન રા. બા. મોતીલાલ લાલભાઈના પત્ની સૌ. કંકુબાઈની સ્મૃતિમાં મિત્રવર્ગ તરફથી રૂ. 5000ની રકમ ભેગી થઈ હતી. સૌભાગ્યવતી કંકુબાઈ સ્મારક ફંડના નામે જમા થયેલી આ રકમ 1889માં વર્નાક્યુલર સોસાયટીન્ો કેટલીક શરતો આધીન આપવામાં આવી હતી. જેમાં ક્ધયાશાળામાં માસિક સ્કોલરશિપ, ક્ધયાશાળામાં વાર્ષિક રૂા. 25ના પુસ્તકોની ભેટ અન્ો એ સિવાય જે રકમ વધે એમાંથી સ્ત્રીઓની નીતિ અન્ો બુદ્ધિની ત્ોમ જ સાંસારિક સુખસંપત્તિમાં ઉપયોગી થાય એવા પુસ્તકોનું પ્રકાશન હાથ ધરવામાં આવતું હતું. એ મુજબ સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળા હેઠળનું આ બીજું પુસ્તક છે. આ પહેલાં સ્ત્રીજાતિ વિશે વિવેચન નામનું પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે.

પુસ્તક 11 પ્રકરણો દ્વારા કુલ 160 પાના સુધી વિસ્તરેલું છે. પ્રકરણોના નામ જોઈએ તો એમાં, માનવ ઈન્દ્રિય વિજ્ઞાન, રહેઠાણ, હવા અન્ો ત્ોનું આવાગમન, પાણી, ખોરાક, કપડાં, પોતીકી આરોગ્યતા, સાર્વજનિક આરોગ્યતા, દરદીની માવજત, બચ્ચાંની માવજત અન્ો અકસ્માત જેવા વિષયો આવરી લેવાયાં છે.

પહેલાં પ્રકરણની શરૂઆતમાં જણાવાયું છે એમ, શારીરિક આરોગ્યતા જાળવવા અન્ો મેળવવાના સાધારણ નિયમો સ્પષ્ટ રીત્ો ટૂંકામાં સમજાવવા એ આ લઘુ પુસ્તક રચવાનો પ્રથમ હેતુ છે. મંદવાડ અન્ો સાધારણ અકસ્માતન્ો સમયે શા ઉપાય યોજવા ત્ોની માહિતી વિદ્યાર્થીન્ો આપવી એ ત્ોનો બીજો હેતુ છે. મતલબ કે તંદુરસ્તી કેવી રીત્ો બરાબર જાળવવી અથવા ત્ો મંદવાડમાંથી કેવી રીત્ો પાછી મેળવવી એ સમજાવવાની કોશીશ આ પુસ્તકમાં કરવામાં આવી છે. આમાં બતાવેલા જુદા જુદા નિયમો સમજવા અન્ો ત્ો લક્ષમાં રહેવા માટે, શરીર બંધારણ વિશે તથા ત્ોના જુદાજુદા ભાગ કેવી રીત્ો કામ કરે છે ત્ો વિશે થોડી ઘણી માહિતી પહેલાં મેળવવી જોઈએ એ હેતુથી પ્રકરણની ગોઠવણી એ રીત્ો કરવામાં આવી છે.

એ મુજબ શ્ર્વાસ કેવી રીત્ો ચાલે છે, ખાધેલા ખોરાકનું શું થાય છે, શરીરની હિલચાલ શી રીત્ો થાય છે અન્ો એ હિલચાલની શરીરના દરેક ભાગ ઉપર શી અસર થાય છે, ત્ો જાણતા ન હોઈએ તો તાજી અન્ો ચોખ્ખી હવા, સારો ખોરાક, કસરત અન્ો ચોખ્ખાઈની શી જરૂર છે ત્ો આપણે સમજી શકીએ નહીં. આ રીત્ો આપણા શરીરના પ્રાથમિક કાર્યોથી શરૂ કરીન્ો એની પ્રાયોગિક સમજ અન્ો વિવરણ દ્વારા સમગ્ર શરીરની રચના અન્ો એનું કાર્ય સમજાવવાની કોશિશ કરવામાં આવી છે.

પાચનક્રિયા વિશે વાત કરતાં દાંતના પ્રકાર, જડબાની રચના, આંતરડાની રચના, મોટું અન્ો નાનું આંતરડું, એમના કાર્ય, સમગ્ર અન્નમાર્ગ, જઠર અન્ો એનું કાર્ય, પાચનક્રિયામાં મદદરૂપ થતાં પિંડ વગ્ોરેની સચિત્ર સવિસ્તાર માહિતી આપી છે. એવી જ રીત્ો રૂધિરાભિસરણ તંત્ર, ફેફસાની રચના અન્ો કાર્ય, ચામડીની રચના અન્ો કાર્ય, સમગ્ર માનવ શરીરની રચના, એના વિવિધ ભાગો અન્ો એના મુખ્ય કાર્યો વગ્ોરેન્ો પણ આવરી લીધા છે.

વ્યક્તિના અંગત અન્ો જાહેર જીવન બ્ોયના આરોગ્યન્ો ધ્યાનમાં લઈન્ો ડૉક્ટર ત્રિભોવનદાસ મોતીચંદ શાહે વ્યક્તિગત રસરુચિ મુજબ આ અંગ્રેજી પુસ્તકનો અનુવાદ ગુજરાતીમાં આપ્યો છે. એ જમાનામાં જનઆરોગ્ય વિશે આટલી વિશદ્ છણાવટ અન્ો ચિંતન સાથેની ચિંતા કરનારા ડૉક્ટર ખરેખર ધન્યવાદન્ો પાત્ર છે. આજે આપણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આપણાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 150માં જન્મવર્ષ નિમિત્તે આરોગ્ય સંદર્ભે જે અભિયાન ચલાવી રહૃાાં છે એન્ો પણ આવા સદી પુરાણા પુસ્તકોથી ઘણું બળ મળતું હોય છે. આપણાં જીવનમાં આપણા રહેઠાણ, હવા, પાણી, ખોરાક સહિત આરોગ્યનું પણ એક વિશેષ મહત્ત્વ છે. અન્ો આ બધાંય એકબીજા સાથે અનિવાર્યપણે જોડાયેલાં છે. ત્યારે આવા બહુમૂલ્ય ગ્રંથન્ો ગુજરાતીમાં ઉતારીન્ો ડૉ. ત્રિભોવનદાસ્ો ખરેખર આપણન્ો ઉપકૃત કર્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7g4a5U55
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com