18-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હું પુરુષ સમોવડી નથી..
સુના મી-એષા દાદાવાળા

ટાવી દો સ્ત્રીઓ માટેની અલગ લાઇનનાં આ બોર્ડ. કારમાંથી ઉતરીને મારા માટે દરવાજો ખોલવાનું પણ રહેવા દો. એમાં મને પુરુષ તરીકેનાં તમારા સંસ્કાર કરતાં સ્ત્રી તરીકે તમારી પર આધારિત હોવાની બદબૂ આવે છે. પેલી બસોમાંથી ‘માત્ર સ્ત્રી માટે અનામત’ એવાં પાટિયાં પણ હટાવી દો. દયાથી આપેલું કશું જ મને જોઇતું નથી. હું સ્ત્રી છું અને મારા સ્ત્રી હોવાનાં કારણે કોઇ સહાનુભૂતિ બતાવે એ મને ખપતું નથી. સ્ત્રી શારીરિક રીતે નબળી હોય, એને મદદની જરૂર હોય, એને કશું આવડતું ન હોય-એવા તમામ ખયાલોની હું ઘોર વિરોધી છું.

હું પુરુષ સમોવડી નથી અને હું પુરુષ સમોવડી બનવા માગતી પણ નથી. સોરી-મને પુરુષોની કોઇ ઇર્ષ્યા થતી નથી. પૌરુષત્વની તથાકથિત વ્યાખ્યાઓ મને આંજી શકતી નથી. હું ગેસનો સિલિન્ડર ઊંચકી શકતી નથી એટલા કારણે જ મારે પુરુષોની બત્તમીઝીઓને ઊંચકી રાખવી જોઇએ-એવું મને પસંદ નથી. હું ખૂબ સારી ડ્રાઇવર છું. મને જેક લગાડતા આવડતું નથી-એને અને મારી ડ્રાઇવિંગ સ્કીલને કોઇ સંબંધ નથી. મને સમાનતા જોઇએ છે. બંધારણમાં લખેલી સમાનતા એનાં શ્રેષ્ઠ અર્થમાં જોઇએ છે. વિધાનસભા કે સંસદની 33 ટકા સીટો સ્ત્રીઓ માટે અનામત કરી દેવાથી સ્ત્રીઓનું દળદર ફીટી જશે કે સ્ત્રી એકાએક ઊંચી આવી જશે એવું હું માનતી નથી. ‘સ્ત્રીઓ માટે અનામત’ આ શબ્દથી મને સખત નફરત છે. કારણ કે-હું ઇન્ફિરિયર સેક્સ નથી. હું સેક્ધડ સેક્સ છું.

સવારે ઊઠીને છોકરા માટે થેપલાં બનાવી-એનું લંચબોક્સ ભરી, ઘરનાં ચાર સભ્યો માટે જુદાં-જુદાં શાક અને રોટલી બનાવી, વોશિંગ મશીનમાં કપડાં ધોઇ અને પછી ઓફિસે જવાનું જે દિવસે પુરુષ શીખશે એ દિવસે હું એની સમાનતાની વાતો પર વિશ્ર્વાસ મૂકવા માંડીશ. હું ઓફિસેથી થાકેલી આવું ત્યારે ગરમા-ગરમ ચા બનાવીને એ મારી સામે ઊભો રહેશે તો હું એનાં સ્ત્રી દાક્ષિણ્ય પર વિશ્ર્વાસ કરતી થઇ જઇશ. આ સમસ્યા કોઇ એક પુરુષની નથી. આ સમસ્યા આખા સમાજની છે. સમાનતા એ સમાજનો દંભ છે અને સ્ત્રીનો સંઘર્ષ એ સમાજની વાસ્તવિકતા છે.

પુરુષ ઘરનો વડો જ હોય, બોસ હોય-એ માટેનાં પ્રાચીન તમામ કારણો હવે તૂટી ચૂક્યા છે. સંખ્યાબંધ પુરુષો કરતાં સ્ત્રીઓ હવે વધારે પૈસા કમાય જ છે-અને એટલે જ નાણાંકીય શક્તિઓની વાતો સૌથી પહેલી તકે કચરાપેટીમાં પધરાવી દેવી જોઇએ. અને હા, કચરા પરથી યાદ આવ્યું-કેટલાં પુરુષો કચરા-ટોપલીને ખાલી કરવા માટે આગળ આવે છે?

મારે કોઇ પુરુષ પ્રધાન ઘરની કચરા-ટોપલી બની રહેવું નથી. જ્યાં પુરુષ ઓફિસેથી પાછો ફરી ઇમોશનલ પંચિંગ કરે, દાદાગીરી કરે અને ફ્રસ્ટ્રેશન ઠાલવે.

હા-મને ખબર છે કે હું દસ ગુંડાઓને ભોંયભેગા કરી શકવાની નથી. મારા શરીરમાં આવી તાકાત આવવાની નથી અને જીમમાં જઇને બાવડાંઓ ફુલાવવામાં મને કોઇ રસ પણ નથી. સ્ત્રીત્વ મારી તાકાત છે અને અર્ધપુરુષ મારે બનવું નથી. હું જીમમાં જઇશ તો પણ મારી ફિટનેસ માટે- બાવડાંઓ ફુલાવવા હરગિઝ નહીં. અને જ્યાં સુધી દસ ગુંડાઓને ભોંયભેગા કરવાનો સવાલ છે-તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે એ બોલીવૂડે આપણાં સમાજને પીવડાવેલું અફીણ છે. તમે સ્ત્રી હોવ કે પુરુષ-તમારી આસપાસનાં પુરુષોનો એક સર્વે કરી જોજો. તમને સમજાઇ જશે કે તમારી આસપાસનો એકપણ પુરુષ ક્યારેય દસ ગુંડાઓને ભોંયભેગા કરવાની તાકાત ધરાવતો ન્હોતો અને ભવિષ્યમાં ક્યારેય ધરાવવાનો પણ નથી.

પુરુષ કામ કરે છે અને સ્ત્રી પણ કામ કરે છે. સ્ત્રી ગૃહિણી હોય તો પણ કામ તો કરે જ છે અને પુરુષ કરતાં વધુ જ કામ કરે છે. જો ઓફિસની વાત કરીએ તો હું પણ પુરુષ જેટલું જ એટલે કે આંઠ કલાક પૂરેપૂરું કામ કરું છું. દર મહિને પિરિયડ્સમાં હોંઉ ત્યારે પણ કામ કરું છું. પેટમાં થતા દુખાવાને આગળ ધરી હું બોગસ મેડિકલ સર્ટિફિકેટો લાવી રજા પર ઉતરી જતી નથી. પિરિયડ્સમાં છું એટલે ચાર કાગળ ટાઇપ નહીં કરી શકું કે એક રજીસ્ટર મેઇન્ટેઇન નહીં કરી શકું-એવી અરજીઓ મેં ક્યારેય પણ મારા બોસને આપી નથી.

કોઇપણ સ્ત્રી જ્યારે સ્ત્રી-સ્વતંત્રતાની વાત કરે ત્યારે સમાજ રસાતાળે જશે એવું માનનારા લોકો સૌથી વધારે ડરપોક છે. આ એ જ લોકો છે-જે પોતાનામાં શક્તિ ન હોવા છતાં દાદાગીરી ચલાવ્યે રાખે છે.

હું પુરુષ વિરોધ નથી. હું પુરુષનું સન્માન કરું છું. હું પુરુષને પ્રેમ કરું છું. એની શક્તિઓ વિશે એનાં કરતાં વધારે જાણું છું-કારણ કે એ મારો અધર સાઇડ ઓફ વ્યૂ છે. હું પુરુષને સાથીદાર બનાવવા માંગુ છું. એનાં પૌરુષત્વનાં તથાકથિત ખ્યાલો નીચે કચડાઇ જવા માંગતી નથી. મારી સ્વતંત્રતાની માગણી એટલે પુરુષને ગુલામ બનાવવાનું કાવતરું હરગિઝ નથી. મારી સ્વતંત્રતાની માગણી એ ગરીબ-બીચારી-અબળા નહીં બનવા માટેનો સંઘર્ષ માત્ર છે.

હું આખી જીંદગી પુરુષની બરાબરી કરવાની નથી. કારણ કે હું જાણું છું કે બાળકનાં સ્વસ્થ ઉછેર માટે એક માતા અને એક પિતા-બેઉનું હોવું ખૂબ જરૂરી છે. બે પિતા મળીને એક માતાની ખોટ પૂરી કરી શકતા નથી. અને એટલે મને ખબર છે કે મારે સ્ત્રી જ બની રહેવાનું છે. શક્તિશાળી અને સ્વતંત્ર સ્ત્રી.

આ કથની માત્ર એષા દાદાવાળાની કથની નથી. આ કથની દરેક સ્વમાની સ્ત્રીનાં દિલમાં ઉઠતી ત્સુનામીનો પડઘો છે. આ ત્સુનામી સ્ત્રીને ડૂબાડવા માટે નથી, આ ત્સુનામી સ્ત્રીને તરતી રાખવા માટે છે. ઉ

હટાવી દો સ્ત્રીઓ માટેની અલગ લાઇનનાં આ બોર્ડ. કારમાંથી ઉતરીને મારા માટે દરવાજો ખોલવાનું પણ રહેવા દો. એમાં મને પુરુષ તરીકેનાં તમારા સંસ્કાર કરતાં સ્ત્રી તરીકે તમારી પર આધારિત હોવાની બદબૂ આવે છે. પેલી બસોમાંથી ‘માત્ર સ્ત્રી માટે અનામત’ એવાં પાટિયાં પણ હટાવી દો. દયાથી આપેલું કશું જ મને જોઇતું નથી. હું સ્ત્રી છું અને મારા સ્ત્રી હોવાનાં કારણે કોઇ સહાનુભૂતિ બતાવે એ મને ખપતું નથી. સ્ત્રી શારીરિક રીતે નબળી હોય, એને મદદની જરૂર હોય, એને કશું આવડતું ન હોય-એવા તમામ ખયાલોની હું ઘોર વિરોધી છું.

હું પુરુષ સમોવડી નથી અને હું પુરુષ સમોવડી બનવા માગતી પણ નથી. સોરી-મને પુરુષોની કોઇ ઇર્ષ્યા થતી નથી. પૌરુષત્વની તથાકથિત વ્યાખ્યાઓ મને આંજી શકતી નથી. હું ગેસનો સિલિન્ડર ઊંચકી શકતી નથી એટલા કારણે જ મારે પુરુષોની બત્તમીઝીઓને ઊંચકી રાખવી જોઇએ-એવું મને પસંદ નથી. હું ખૂબ સારી ડ્રાઇવર છું. મને જેક લગાડતા આવડતું નથી-એને અને મારી ડ્રાઇવિંગ સ્કીલને કોઇ સંબંધ નથી. મને સમાનતા જોઇએ છે. બંધારણમાં લખેલી સમાનતા એનાં શ્રેષ્ઠ અર્થમાં જોઇએ છે. વિધાનસભા કે સંસદની 33 ટકા સીટો સ્ત્રીઓ માટે અનામત કરી દેવાથી સ્ત્રીઓનું દળદર ફીટી જશે કે સ્ત્રી એકાએક ઊંચી આવી જશે એવું હું માનતી નથી. ‘સ્ત્રીઓ માટે અનામત’ આ શબ્દથી મને સખત નફરત છે. કારણ કે-હું ઇન્ફિરિયર સેક્સ નથી. હું સેક્ધડ સેક્સ છું.

સવારે ઊઠીને છોકરા માટે થેપલાં બનાવી-એનું લંચબોક્સ ભરી, ઘરનાં ચાર સભ્યો માટે જુદાં-જુદાં શાક અને રોટલી બનાવી, વોશિંગ મશીનમાં કપડાં ધોઇ અને પછી ઓફિસે જવાનું જે દિવસે પુરુષ શીખશે એ દિવસે હું એની સમાનતાની વાતો પર વિશ્ર્વાસ મૂકવા માંડીશ. હું ઓફિસેથી થાકેલી આવું ત્યારે ગરમા-ગરમ ચા બનાવીને એ મારી સામે ઊભો રહેશે તો હું એનાં સ્ત્રી દાક્ષિણ્ય પર વિશ્ર્વાસ કરતી થઇ જઇશ. આ સમસ્યા કોઇ એક પુરુષની નથી. આ સમસ્યા આખા સમાજની છે. સમાનતા એ સમાજનો દંભ છે અને સ્ત્રીનો સંઘર્ષ એ સમાજની વાસ્તવિકતા છે.

પુરુષ ઘરનો વડો જ હોય, બોસ હોય-એ માટેનાં પ્રાચીન તમામ કારણો હવે તૂટી ચૂક્યા છે. સંખ્યાબંધ પુરુષો કરતાં સ્ત્રીઓ હવે વધારે પૈસા કમાય જ છે-અને એટલે જ નાણાંકીય શક્તિઓની વાતો સૌથી પહેલી તકે કચરાપેટીમાં પધરાવી દેવી જોઇએ. અને હા, કચરા પરથી યાદ આવ્યું-કેટલાં પુરુષો કચરા-ટોપલીને ખાલી કરવા માટે આગળ આવે છે?

મારે કોઇ પુરુષ પ્રધાન ઘરની કચરા-ટોપલી બની રહેવું નથી. જ્યાં પુરુષ ઓફિસેથી પાછો ફરી ઇમોશનલ પંચિંગ કરે, દાદાગીરી કરે અને ફ્રસ્ટ્રેશન ઠાલવે.

હા-મને ખબર છે કે હું દસ ગુંડાઓને ભોંયભેગા કરી શકવાની નથી. મારા શરીરમાં આવી તાકાત આવવાની નથી અને જીમમાં જઇને બાવડાંઓ ફુલાવવામાં મને કોઇ રસ પણ નથી. સ્ત્રીત્વ મારી તાકાત છે અને અર્ધપુરુષ મારે બનવું નથી. હું જીમમાં જઇશ તો પણ મારી ફિટનેસ માટે- બાવડાંઓ ફુલાવવા હરગિઝ નહીં. અને જ્યાં સુધી દસ ગુંડાઓને ભોંયભેગા કરવાનો સવાલ છે-તો હું એવું સ્પષ્ટપણે માનું છું કે એ બોલીવૂડે આપણાં સમાજને પીવડાવેલું અફીણ છે. તમે સ્ત્રી હોવ કે પુરુષ-તમારી આસપાસનાં પુરુષોનો એક સર્વે કરી જોજો. તમને સમજાઇ જશે કે તમારી આસપાસનો એકપણ પુરુષ ક્યારેય દસ ગુંડાઓને ભોંયભેગા કરવાની તાકાત ધરાવતો ન્હોતો અને ભવિષ્યમાં ક્યારેય ધરાવવાનો પણ નથી.

પુરુષ કામ કરે છે અને સ્ત્રી પણ કામ કરે છે. સ્ત્રી ગૃહિણી હોય તો પણ કામ તો કરે જ છે અને પુરુષ કરતાં વધુ જ કામ કરે છે. જો ઓફિસની વાત કરીએ તો હું પણ પુરુષ જેટલું જ એટલે કે આંઠ કલાક પૂરેપૂરું કામ કરું છું. દર મહિને પિરિયડ્સમાં હોંઉ ત્યારે પણ કામ કરું છું. પેટમાં થતા દુખાવાને આગળ ધરી હું બોગસ મેડિકલ સર્ટિફિકેટો લાવી રજા પર ઉતરી જતી નથી. પિરિયડ્સમાં છું એટલે ચાર કાગળ ટાઇપ નહીં કરી શકું કે એક રજીસ્ટર મેઇન્ટેઇન નહીં કરી શકું-એવી અરજીઓ મેં ક્યારેય પણ મારા બોસને આપી નથી.

કોઇપણ સ્ત્રી જ્યારે સ્ત્રી-સ્વતંત્રતાની વાત કરે ત્યારે સમાજ રસાતાળે જશે એવું માનનારા લોકો સૌથી વધારે ડરપોક છે. આ એ જ લોકો છે-જે પોતાનામાં શક્તિ ન હોવા છતાં દાદાગીરી ચલાવ્યે રાખે છે.

હું પુરુષ વિરોધ નથી. હું પુરુષનું સન્માન કરું છું. હું પુરુષને પ્રેમ કરું છું. એની શક્તિઓ વિશે એનાં કરતાં વધારે જાણું છું-કારણ કે એ મારો અધર સાઇડ ઓફ વ્યૂ છે. હું પુરુષને સાથીદાર બનાવવા માંગુ છું. એનાં પૌરુષત્વનાં તથાકથિત ખ્યાલો નીચે કચડાઇ જવા માંગતી નથી. મારી સ્વતંત્રતાની માગણી એટલે પુરુષને ગુલામ બનાવવાનું કાવતરું હરગિઝ નથી. મારી સ્વતંત્રતાની માગણી એ ગરીબ-બીચારી-અબળા નહીં બનવા માટેનો સંઘર્ષ માત્ર છે.

હું આખી જીંદગી પુરુષની બરાબરી કરવાની નથી. કારણ કે હું જાણું છું કે બાળકનાં સ્વસ્થ ઉછેર માટે એક માતા અને એક પિતા-બેઉનું હોવું ખૂબ જરૂરી છે. બે પિતા મળીને એક માતાની ખોટ પૂરી કરી શકતા નથી. અને એટલે મને ખબર છે કે મારે સ્ત્રી જ બની રહેવાનું છે. શક્તિશાળી અને સ્વતંત્ર સ્ત્રી.

આ કથની માત્ર એષા દાદાવાળાની કથની નથી. આ કથની દરેક સ્વમાની સ્ત્રીનાં દિલમાં ઉઠતી ત્સુનામીનો પડઘો છે. આ ત્સુનામી સ્ત્રીને ડૂબાડવા માટે નથી, આ ત્સુનામી સ્ત્રીને તરતી રાખવા માટે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

680coqR0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com