20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આયલ ઓફ સ્કાયના ફેરી પ્ાૂલ્સ અન્ો નવા સૌંદર્યની વ્યાખ્યા

પ્રતીક્ષા થાનકીહવે ફરવા નીકળ્યા છો અન્ો કોઈ સુંદર દૃશ્ય જોવા મળી ગયું ત્ોમાં નવાઈ પણ શું? મારો એક નાનકડો ભત્રીજો જ્યાં પણ ફરવા જાય ત્યાં કેટલા ‘ન્ોચરલ સીન’ જોયા ત્ોની ગણતરી રાખે છે. ત્ોન્ો ખબર છે, હું સતત પગમાં પ્ૌડાં લગાવીન્ો જ રહું છે. જ્યારે પણ મળે ત્યારે ક્યાં ક્યાં ગયાં હતાં ત્ોનું લિસ્ટ માગ્ો અન્ો કેટલા ન્ોચરલ સીન જોયા ત્ોનો આંકડો. હું દર વખત્ો કોઇ રેન્ડમ નંબર આપી દઉં. વળી જગ્યા પ્રમાણે ન્ોચરલ સીનની વ્યાખ્યા પણ જરા બદલાયન્ો. જેમ કે આઇસલેન્ડમાં જ્વાળામુખી પણ સુંદર લાગ્ો અન્ો પોમ્પ્ોઇમાં ખંડેરો પણ. બુડાપ્ોસ્ટમાં ભંગારમાંથી બનાવેલા રૂઇન પબ્સ પણ સારા લાગ્ો અન્ો ફોરમેન્ટેરાના કાચિંડા પણ. આ બધા પ્રકારના સૌંદર્યની વ્યાખ્યાન્ો ઊંધીચત્તી કરી દે ત્ોવી હાલત સ્કાય આયલેન્ડના ફેરી પ્ાૂલ્સ પાસ્ો થઈ.

સ્કાયમાં અમે અનંત સમય હોય ત્ોવી રીત્ો ભટકી તો રહૃાાં હતાં પણ અંત્ો તો બધે જ મર્યાદિત ડે-લાઇટ મળતી હતી. એક તરફ કુમાર ત્ો દિવસની કિંમતી ડે-લાઇટનો એક કલાક ડિસ્ટિલરીમાં અંદર રહીન્ો વેસ્ટ કર્યો હોવાનો અફસોસ કરતો હતો અન્ો બીજી બાજુ પવન કહે મારું કામ. થોડી વાર માટે તો એવો સમય આવી ગયો કે લાગ્યું કે રોડની સાઇડ પર પવન કાબ્ાૂમાં આવે ત્યાં સુધી ગાડી પાર્ક કરીન્ો બ્ોસી જવું. મોટાભાગની ડે-લાઇટ સાવ ગાડીમાં જ નીકળી જશે એવો ડર લાગ્યો. એવામાં નજીક શું છે ત્યાં પહેલાં પહોંચીેએ એવું નક્કી થયું અન્ો નકશા પર ફેરી પ્ાૂલ્સ દેખાયાં. ત્યાં પહોંચવાનો રસ્તો ખરેખર હેલ્સ ગ્ોટ થઈન્ો જતો હતો.

આમ તો સ્કોટલેન્ડના દરેક કુદરતી વિશેષતાવાળા સ્થળ સાથે કોઈ ન્ો કોઈ લોકવાયકા કે પરીકથા અચૂક રીત્ો જોડાયેલાં જ છે, પણ આ ફેરી પ્ાૂલ્સનાં તો નામમાં જ પરીઓ છે. ગ્લેનબ્રિટ્લ્સના અંત્ો આવેલા આ પાણીના કૂંડ અન્ો ઝરામાં એવું ત્ો શું છે ત્ો જાત્ો જ જોવું રહૃાું.

નકશા મુજબ અમન્ો જીપીએસ ફેરી પ્ાૂલ્સ તરફ લઈ તો ગયું. બંન્ો તરફ ગાડીઓનો મારો પણ ચાલુ જ હતો. છતાંય રસ્તો એટલો કાચો હતો કે અમે કોઈ જગવિખ્યાત સાઇટ જોવા જઈ રહૃાાં હોઇએ ત્ોવું લાગ્યું નહીં. જે રીત્ો કાચા રસ્તા પર બકરીઓ રોડ ક્રોસ કરતી હતી એ રીત્ો એક સમયે તો રોડના અંત્ો એકાદ ઝૂંપડી સિવાય બીજું કશું ન હોત તો પણ નવાઈ ન લાગત. એ કાચો રસ્તો એક ઢાળ પર જઈન્ો પાકો થઈ ગયો અન્ો અચાનક ત્ોનો અંત આવી ગયો. અહીં ઘણી ગાડીઓ પાર્ક થયેલી જ હતી એટલે કોઈન્ો શંકા ન રહી કે ‘ન્ોચરલ સીન’ ક્યાંક નજીકમાં જ હોવો જોઇએ.

આમ જોવા જાઓ તો આ રોડના એન્ડ પર કરેલા પાર્કિંગની બધી બાજુ એવી રીત્ો ઘાસથી લદાયેલા બ્લેક કુલિન્સ પહાડો અન્ો ટેકરીઓ વચ્ચે વેલી ફેલાયેલી હતી કે ત્ોન્ો જ સુંદર દૃશ્ય કહી શકાય, પણ સ્કાય પહોંચ્યા પછી સાધારણ કુદરતી દૃશ્યની પણ અમારી જાણે વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. હવે માત્ર પહાડો અન્ો ખીણથી કામ નહોતું ચાલવાનું. કંઈક અનોખું તો હોવું જોઇએન્ો. અહીં ન કોઈ બોર્ડ, ન કોઈ એરો, ન કોઈ ઐતિહાસિક માહિતી આપતી વિગતો નજરે પડી. બસ લોકો એક દિશામાં ચાલ્યા જતાં હતાં. અમે પણ ગાડીમાંથી બહાર નીકળ્યાં. પહેલાં તો કાર ડોર ફંગોળાયું. હવે એક્સટ્રિમ વેધરની પણ જાણે આદત પડી ગઈ હતી. આ ટ્રિપ પર અમે જાણે ગુજરાતી થાળીમાં બધું ખાલી થોડુંથોડું ચાખવાનાં હોઇએ એવી રીત્ો ફરવાની આઇટમો ઠાંસીઠાંસીન્ો ભરી હતી. એવામાં આ ફેરી પ્ાૂલ્સ વિશે કોઈન્ો વધુ જાણકારી ન હતી. નસીબજોગ્ો આ ખીણમાં ધીમુંધીમું પણ ઇન્ટરન્ોશનલ ન્ોટવર્ક કામ લાગ્યું અન્ો અમન્ો ખાતરી થઈ કે અમે સાચી જગ્યાએ તો છીએ જ.

પાણીના કૂંડના શેપ્સ, નાના ઝરા, જાડા અન્ો પાતળા ધોધ, પથ્થરોના રંગોનું વૈવિધ્ય, પાણીની વધતી જતી પારદર્શકતા, અન્ો આ પ્ાૂલ્સ આવ્યા ક્યાંથી ત્ોનું રહસ્ય, આ બધાં વચ્ચે સમજાઈ ગયું કે અહીં લોકો કંઈ એમ જ દિવસોનો કેમ્પિંગ પ્રોગ્રામ નથી બનાવતા. બ્રિટલ નદી સુધી જવા માટે આ દિશાથી તો કમસ્ોકમ બ્ો દિવસનો સમય જોઇએ. જોકે એકવાર પ્ાૂલ્સ નજીક આવ્યાં અન્ો ત્ોના અંત સુધી જઈન્ો ગાડી સુધી પાછાં પહોંચ્યા ત્ોમાં ત્રણેક કલાકમાં કામ થઈ ગયું. ત્ોમાં ઘણી ઉતાવળ કરવી પડી. જરા શાંતિ અન્ો માહોલ માણવા સાથે શ્ર્વાસ લેવાનો પણ મોકો મળ્યો હોત તો કદાચ હજી વધારે મજા આવત, પણ પવન એવો હતો કે ત્ો સણસણતા પવનમાં પણ દુનિયાભરથી આવેલાં દરેક ઉંમરનાં લોકો વિન્ડશિટરમાં જંગ્ો જતાં હોય ત્ોવા નિશ્ર્ચય સાથે આ ફેરી પ્ાૂલ્સન્ો સર કરી રહૃાાં હતાં. અમે પણ ત્ોનો ભાગ બન્યાં. ત્યાં ભીડ તો ઘણી હતી. ઇસ્ટરની રજાઓમાં આ ઘણું લોકપ્રિય હાઇકિંગ સ્પોટ છે. છતાંય બધાંના ફોટા તો એવા જ આવતા હતા કે ત્ો ત્યાં એકલા કુદરત માણવા ગયાં હોઇએ.

પ્ાૂલ્સનો જોવાલાયક વિસ્તાર માંડ અઢી કિલોમીટરનો કહી શકાય ત્ોટલો છે, પણ ત્ોની ખડકાળ ઉબડખાબડ ટરેઇન પર ચાલવું જરાય સરળ નથી. ત્ોના વિસ્તારના ત્રણ સ્ટેજમાં ભાગ પાડો તો પહેલો છે ટચૂકડો વોટર ફોલ્સ, બીજો પાણીનો કૂંડ અન્ો ત્રીજો પાણીમાં ઊતરી શકાય ત્ોવાં પગથિયાંવાળું સ્ટેજ. આટલો રિજન જાણે કોઈ વાર્તાનો ટુકડો, કોઈ પ્ોઇન્ટિંગ કે પછી ખરેખર પરીકથાનો જ હિસ્સો હોય ત્ોવું લાગતું હતું. સ્કોટલેન્ડમાં સુસવાટા મારતો પવન અન્ો ઠંડીન્ો કોઈ ખરાબ વેધર કહેતું નહીં. અહીં બહાર ઊભાં રહી શકાતું હોય તો વેધર સારું માની લેવું. બધી રીત્ો કપરી લાગતી પરિસ્થિતિમાં પણ ફેરી પ્ાૂલ્સની પરિક્રમા કરીન્ો પાછાં ફર્યાં તો કાર નજીક એક ગ્ોલિક ભાષામાં બોર્ડ દેખાયું, ‘ગ્લુમાગાન ના સિથિક્લિયન’ એટલે કે ‘ફેરી પ્ાૂલ્સ’.

અહીં કેટલીય કેલ્ટિક લોકવાયકાઓ છે, બધી પરીકથાઓ ત્ોના વાસ્તવિક ભૌગોલિક આકર્ષણની સામે સાધારણ અન્ો ઝાંખી લાગતી હતી. કદાચ અહીં માણસની કલ્પનાની મર્યાદાઓ પણ ટૂંકી પડી જતી હતી. ત્ો દિવસ્ો જે જોયું હતું ત્ો હજી પણ વાસ્તવિક નહોતું લાગતું. આ પ્રકારના ‘ન્ોચરલ સીન’ની તો અમારી પાસ્ો પણ કોઈ કેટેગરી ન હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

wtdk23g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com