24-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈની વરસાદી સાંજની મોજ

મિલન ત્રિવેદીખબાર જેમ જૂનું થાય એમ જુવાની ફૂટે, અષાઢી મોરલાના ગહેકાટ જેવું અખબાર, આજ કાંઈ કેટલા પીંછા સાથે સોળે કળાએ રોજ આપણા આંગણામાં ડોકના ત્રણ ત્રણ કટકા કરીને ટહુકે છે, કાર મેળવવા કદાચ કામ ન આવે પણ સંસ્કાર મેળવવા આ એક જ અખબાર કામ આવે. ‘મુંબઈ સમાચાર’ પાસે રોટલાનો રુઆબ છે પીત્ઝાના પાવરનું કાંઈ ન આવે. પારસી બાવા સાકાર બની અને ભળી ગયા પછી માત્ર મીઠાશ જ વહેંચી છે. ગુજરાતી હોવાનું ગૌરવ મેળવવું હોય તો મુંબઈ સાથે જેટલાં જોડાયા છો ‘મુંબઈ સમાચાર’ સાથે પણ જોડાવું પડશે.

અમુક લોકોને નકારાત્મક જ વિચાર આવે, હું મોરની કળાની વાત કરું તો એ મોરની પાછળ આંટો મારવા જાય, અષાઢી રંગે રંગાયેલા આકાશ, મેઘ, ભીંજાવું આ બધુ જ મુક પડતુંને કેટલા પાનાનું આવે એ ગણવામાં દલીલ કરે. લોકોને અખબાર વેંચતા પણ નથી આવડતું! અમૂક લોકો તો વેંચવા માટે દલિલ કરે કે ‘તમે એક મહિનો ટ્રાય કરો. ટિફિન ખોલીને બેસો, ખાવામાં ક્યાંય વાસ ન આવે. ઍક્સ્ટ્રા તેલ શોષી લે, પણ શાઈ ખોરાક પર ન લાગે’ ચુનિયો ‘મુંબઈ સમાચાર’નો ફેન છે મેં કીધું, ‘સારું આવે છે એ વાત સાચી, પણ તને ફેન બનાવે એવી કઈ ખાસિયત છે?’ મને કહે, ‘મુંબઈ સમાચારે પાયાનું કામ કર્યું છે. ચાલો મારા ઘેર સમજાવું,’ હું ઘરે ગયો તો ડાઇનિંગ ટેબલના ત્રણ પાયા સલામત હતા, ચોથા પાયે છાપાનો થપ્પો રાખેલો! આવા લોકો માટે મુંબઈ સમાચાર વર્જ્ય છે, પણ જે હોય એ ‘મુંબઈ સમાચાર’ સત્યનો પાયો તો છે જ...

આમ જુઓ તો છાપું એક જ વસ્તુ એવી છે કે પતિ લગ્ન પછી પણ પોતાની ઇચ્છા મુજબ ખરીદી શકે છે. તેમાં પણ વાચક વર્ગ બે પ્રકારના હોય છે એક છાપું હાથમાં આવે એટલે પહેલા સીધી જ અવસાન નોંધ વાંચશે કે કોણ ગયું? ઘણા લોકો ચશ્મા ભૂલી ગયા હોય છતાં વાંચવાનો પ્રયત્ન કરે અને ખાલી ફોટો જોવે કે તરત જ અરેરે... કરીને ફોન ઉપાડે અને ફોન કરે કે ‘આ બધું કેમ કરતા થઈ ગયું? શું થયું હતું?’ સામેથી ત્રાડ પાડે કે ભાઈ વિગત વાંચો પરદેશગમનનો ફોટો છે ગુજરી નથી ગયા!!

સવારે મુંબઈથી જૈન સમાજનો હાસ્ય દરબાર પતાવી રાજકોટ આવ્યો. ઊમળકાભેર પત્નીએ સ્વાગત કર્યું (પુરસ્કારના કવરનું). કોઈ પણની ઘરવાળી પતિ બહારગામ જાય એટલે એક જ વાર ખુશ થાય. હાઈશ... કચ.. કચ.. કરતા ગ્યા બે દિવસ શાંતિ, કલાકારના ઘરવાળા બે વાર ખુશ થાય, જાય ત્યારે બધાની જેમ અને બીજી વાર આવીએ ત્યારે ખીસામાં હાથ નાખી કવરનો કબજો લઈને. આજ આવતા સાથે જ એ રૂપિયા ગણતી હતી ત્યાં જ મેં કહ્યું કે, ‘મારે 4 દિવસ પછી પાછું મુંબઈ જવાનું છે. ‘મુંબઈ સમાચાર’ ગુજરાતીઓ માટે બહુ મોટો કાર્યક્રમ કરે છે, ગીત, સંગીત, કાવ્યનો ભવ્ય જલસો છે. પાર્થિવ ગોહિલ, શોભિત દેસાઈ, સંજય છેલ, આશુ પટેલ, ખુદ તંત્રીશ્રી નીલેશ દવે પણ બોલવાના છે.’ મને કહે, ‘તો એમાં તમે શું કામ હરખ પદુડા થાઓ છો? મેં કીધું મારે પણ હાસ્ય પીરસવાનું છે. હું કોલમિસ્ટ છું યાર. સાવ એવું નથી તારા ઘર સિવાય બધા ઈજ્જત આપે છે’. આ હથિયારનો હું ક્યારેક જ ઉપયોગ કરું કારણ બે ધારી તલવાર જેવું છે ક્યારેક યોદ્ધો ખુદ ઘાયલ થાય, ને બન્યું પણ એવું. મને સંભળાવી દીધું. ‘મને ખબર છે પુરસ્કારની વિધિ, ખાલી તાળીઓથી પેટ ન ભરાય. વાત પણ સાચી છે પણ શું થાય? છતાં એક વસ્તુ નક્કી જ હતી કે મારે મુંબઈ જવું, ભલે ગમે તેટલો વરસાદ હોય, પરંતુ માહોલ એવો છે કે વરસાદનું મારણ પણ ત્યાં જ મળી જશે.

પહેલા હું કાયમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગાઈને કરતો ‘મા મુજે સુરકા જ્ઞાન દે... ’ ઓડિયન્સમાંથી એક ભાઈ આવ્યા, ભેટીને સાંત્વના આપી મને કહે, ખરેખર જરૂર છે.’ એકવાર મેં ભજન ગાયું ‘ભાલા વાળા મારી ભેરે રહેજો...’ કોઈકે ચિઠ્ઠી મોકલી એમાં લયખુંતું ‘કાલથી તમે તમારે ઘરે રેહજો’ પ્રોગ્રામમા વચ્ચે ચિઠ્ઠી આવે તો કલાકાર જોઈ, વાંચીને એમ કહે કે તમારી ફરમાઈશ પૂરી કરવાનો જરૂર પ્રયત્ન કરીશું હકીકતમા એ ચિઠ્ઠી ફરમાઈશની નહીં ઉઘરાણીની હોય, ધમકી લખી હોય કે બિલ ચૂકવી જાવ. ગુજરાતીઓની દરેક વસ્તુઓ નિરાળી હોય છે ઉઘરાણી પણ...

મુંબઈ આવવાનું અમને ગુજરાતના ગુજરાતીઓને એટલે ગમે કારણ કે અહીંયા બધી છૂટ છે. ગુજરાતમાં કહેવાય છે કે બંધી છે. છતાં મુંબઈ કરતા ગુજરાતમાં મશિક્ષસ મશિદય શત ભશિળય ના બોર્ડ વધારે મૂકવા પડે છે. સરકારને અમારી ઉપરનો કોન્ફિડન્સ કે આ ગમે ત્યાંથી વ્યવસ્થા કરી લેશે. ગુજરાતમાં રોજ ક્ષયયિં ની પ્રેક્ટિસ થાય છે અને એવા લોકો જ નિટ લે છે જે લોકોએ ક્યારેય નીટની એક્ઝામ દેવાની નથી. તે લોકોના મતે નિટ ક્યારેય હોતું જ નથી. એક પેગ ભરાય પછી તે જોઈને મોઢામાં એટલું પાણી આવે કે ઉપરથી પાણી સોડા મિક્સ કરવાની જરૂર નહીં. અમારા સૌરાષ્ટ્રના એક ગામમાં પાંચ જણા ખૂબ પી ગયા. પછી પોતાનું ઘર શોધવામાં ફાંફે ચડી ગયા, પરંતુ એક માણસ થોડો ઇન્ટેલિજન્ટ બેવડો. તેણે એક પોસ્ટ ઑફિસનું બોર્ડ જોયું અને ત્યાં જઈ અને બારણું ખખડાવ્યું. રાતના બાર વાગે તાળા મારેલા હોય છતાં રાડારાડી કરી અને ચારે બીજા બેવડાને સમજાવ્યું કે આપણા ઘરે ટપાલ કોણ પહોંચાડે છે? ટપાલી. એટલે આપણું ઘર આ ટપાલીઓ તો જોયું જ હોય બહુ ખખડાવતા નજીકમાં પસાર થતાં પોલીસ વાળાઓએ પાંચેય પીધડુકીયાંની પાછળ ડંડા ફટકાર્યા. પડતા પડતા એક શરાબી બોલ્યો ‘બસ હવે ટૂંક સમયમાં પહોંચી જશો ટપાલી આપણી પાછળ સિક્કા મારે છે.’

અમારા ત્યાંના લોકો અહીં ફરવા આવે ત્યારે બે સ્થળ વચ્ચેનું અંતર કિલોમીટરથી નહિ પરંતુ જુદી રીતે માપે. બોરીવલીથી મુંબઈ સેન્ટ્રલ કેટલું થાય એમ પૂછે એટલે અહીંના રહેવાસી હોય તે કિલોમીટરમાં કે સમયમાં અંતર જણાવે. 40 કિલોમીટર થાય અને લગભગ એકાદ કલાક જેવો સમય ટ્રેનમાં થાય. બસમાં બે કલાક થાય ટૅક્સીમાં પણ એટલો જ સમય લાગે, જ્યારે અમારા સૌરાષ્ટ્રના કોઈને તમે પૂછો કે બોરીવલીથી મુંબઈ સેન્ટ્રલ કેટલુ થાય એટલે તરત જ કહે 4 પેગ જેટલું. તેને માત્ર પીવાથી મતલબ હોય ચાર. એક બોટલમાં પેગ ભરી અને બેસી જાય ચોથો ખાલી થાય ત્યાં મુંબઈ સેન્ટ્રલ આવી ગયું હોય. મેં એક વાર પૂછેલું કે સ્લો ટ્રેન હોય અને ફાસ્ટ ટ્રેન હોય તો એમાં એટલી બધી એક્યુરેસી કઈ રીતે રહે કે તમે ચોથો પેગ પૂરો કરો ત્યારે જ મુંબઈ સેન્ટ્રલ આવે! એટલે એણે બહુ સરસ રીતે જવાબ આપ્યો કે ‘સ્લો’ અને ‘ફાસ્ટ’ ટ્રેન માટેના શબ્દો નથી, પણ જે પીવાવાળા બેસે છે તેના માટે છે. રેલવે એમ કહે છે કે ફાસ્ટ મારો, કે સ્લો મારો. પીવા વાળાને ટાઇમ મેનેજમેન્ટ રહે તે માટે તે સૂચના છે. ટ્રેન તો તેની ગતિ પ્રમાણે જ ચાલે છે. હમણાં એક ભૂત મુંબઈગરાના શરીરમાં ઘૂસી ગયું, એક મહિના પછી ભૂવાને પકડયો અને કહ્યું ‘મને આમાંથી બહાર કાઢ. આતો સવારથી પીવાનું ચાલુ કરે છે ને સાંજ સુધી પીવે છે. ખાતો જ નથી મારે પણ પોષણ જોવે કે નહીં?’ ભૂવાએ કહ્યું કે તો એક કામ કર તને કોઈ સૌરાષ્ટ્રવાળાના શરીરમાં મૂકું અને પંદર જ દિવસમાં ભૂતે પાછો ભૂવાને પકડીને કહ્યું, ‘આના શરીરમાંથી તો વહેલો બહાર કાઢ, કારણ કે મુંબઈવાળો પીતા પીતા બાઇટિંગમા કંઈ ખાતો હતો આ તો એ પણ નથી કરતો ખાલી પીધા પીધ...’, પરંતુ અમને સૌરાષ્ટ્ર-ગુજરાતના ગુજરાતીઓને પીધાનો હરખ એટલો કે હરખમાં અને હરખમાં પેટ ભરાઈ જાય છે.

વિચારવાયુ : શરદી કાઢવા વિસ્કી પીવાય, તે આ રોજ પીવાવાળાને શરદીનો કોઠો હશે?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

I24633T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com