20-November-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
લોસ્ટ ટ્રાઈબ: જેમને રોટી, કપડાં ઔર મકાનની ચિંતા નથી!

જ્વલંત નાયક"તુલસી ઇસ સંસારમેં ભાંતિ ભાંતિ કે લોગ,

સબસે હંસ-મિલ બોલીએ, નદી-નાવ સંજોગ

‘નદી-નાવ સંજોગ’ દ્વારા તુલસીદાસજી કહે છે કે પાણીના ઉછળતા-પછડાતા વહેણ સાથે તાલમેલ સાધીને સરકતી હોડીની જેમ આપણે ય જુદી જુદી પ્રકૃતિના લોકો-પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડીને જીવવું પડતું હોય છે.

ચાર્લ્સ ડાર્વિન પણ ઉત્ક્રાંતિ દરમિયાન ટકી રહેવા માટે તાલમેલ, એટલે કે અનુકૂલન સાધવાની જ સલાહ આપી ગયા છે ને! જો કે ‘સબસે હંસ-મિલ બોલીએ...’ વાળી વાત દરેક જગ્યાએ અમલમાં મૂકવા જેવી નથી, કેમકે કેટલાક સમાજો ‘આપણા જેવા સુધરેલા’ લોકોથી દૂર રહે એમાં જ એમની ભલાઈ છે!

આજના જેટ-યુગમાં ય દુર્ગમ જંગલોમાં વસતા કેટલાક માનવસમૂહો એવા છે, જેમને રોટી-કપડાં કે મકાનની જરૂર જ નથી જણાઈ! વાનરમાંથી આધુનિક માનવ બનવા માટેની ઉત્ક્રાંતિના અંતિમ તબક્કે તેઓ મુખ્ય પ્રવાહથી ક્યાંક છૂટા પડી ગયા છે. પરિણામે, કદ-કાઠીએ આપણા જેવા જ દેખાતા હોવા છતાં ન તો એમની ભાષા આપણા જેટલી વિકસિત છે, કે ન તો તેઓ ખેતી-પશુપાલન કરતા શીખ્યા છે!

એમની જીવનશૈલી એવી છે કે એમને ભાગ્યે જ અગ્નિની ય જરૂર પડે! ટૂંકમાં, આ એવા માનવસમૂહો છે જે આધુનિક યુગમાં પણ ઠે...ઠ પાષાણયુગની શૈલીએ જ જીવન જીવે છે! ફરક માત્ર એટલો કે પાષાણયુગનો માનવી માત્ર પથ્થરના જ હથિયાર વાપરતો, પરંતુ આ વનમાનવો પથ્થરની સાથે સાથે તીર-કામઠાં જેવા ‘આધુનિક’ હથિયારો પણ વાપરી જાણે છે!

મુખ્ય પ્રવાહથી અલગ પડીને રહી ગયેલ આ આદિજાતિઓને માટે નૃવંશશાસ્ત્રીઓ ‘લોસ્ટ ટ્રાઈબ’ (વિખૂટી પડી ગયેલી જાતિઓ) જેવો શબ્દ વાપરે છે. ઈ.સ. 2013નાં આંકડા મુજબ આવી લોસ્ટ ટ્રાઈબ્સની સંખ્યા 100 જેટલી છે!

આજની તારીખે ય આવા આદિમાનવોનું અસ્તિત્વ હોય એ માનવામાં ન આવે એવી વાત છે. પ્રખ્યાત મહિલા આર્કિયોલોજિસ્ટ બેટી મેગર્સે પોતાના પુસ્તક ‘એમેઝોનિયા : મેન એન્ડ કલ્ચર ઇન અ કાઉન્ટરફેઇટ પેરેડાઈઝ’માં આહાર-શૃંખલાની થિયરી દ્વારા આવા વનમાનવોના અસ્તિત્વ સામે શંકા જાહેર કરી છે, પરંતુ એમેઝોનના વર્ષાવનોમાં અનેક વાર આદિમ પરિસ્થિતિમાં જીવતા માનવસમૂહો (આદિવાસીઓ નહિ, પણ વનમાનવો) દેખાયા છે.

અનેક પ્રત્યક્ષ પુરાવાઓ બાદ હવે તમામ આર્કિયોલોજિસ્ટસ વનમાનવના અસ્તિત્વની વાત સ્વીકારે છે. બ્રાઝિલની સરકારો છેલ્લાં સોએક વર્ષોથી આ વન-માનવો પ્રત્યે આછી-પાતળી જાણકારી ધરાવે છે. જોઝ કાર્લોઝ નામના એક અધિકારીએ તો પોતે લગભગ બે દાયકાથી આ વન-માનવોનો, સલામત અંતરે રહીને અભ્યાસ કરતો હોવાનું કબૂલ્યું છે. જો કોઈ એમના ક્ષેત્રમાં દાખલ થવાની કોશિશ કરે તો આ વનમાનવો એની હત્યા કરતા પણ અચકાતા નથી! ઘણા લોકો ફિલ્મોની અસર હેઠળ એમને ‘માનવભક્ષી’ (ભફક્ષક્ષશબફહ) સમજી લેવાની ભૂલ કરે છે, પરંતુ મોટે ભાગે આ લોકો માનવભક્ષી નથી હોતા.

ભારત, બ્રાઝિલ અને અમેરિકા સિવાય ઓસ્ટ્રેલિયા, ન્યૂ ગિની, કોલમ્બિયા, ઇક્વાડોર, પેરુ સહિતના અનેક દેશોમાં આવી આદિજાતિઓ જોવા મળી છે. ભારતની દક્ષિણે આવેલા આંદામાન-નિકોબાર ટાપુઓ પર તો ‘સેન્ટીનેલીઝ’ તરીકે ઓળખાતી વિશ્ર્વની સૌથી પ્રાચીન આદિ જાતિ વસવાટ કરે છે!

ઈ.સ. 1771માં આંદામાન-નિકોબારના વિસ્તારોમાં હાઈડ્રોગ્રાફિક સર્વે માટે નીકળેલા ઈસ્ટ ઈન્ડીયા કંપનીના જહાજે સૌપ્રથમવાર સેન્ટીનેલ ટાપુ અને એના ઉપર વસતા કેટલાક વિચિત્ર આદિવાસીઓની નોંધ લીધેલી.

પોતાના વિસ્તારમાં દાખલ થનાર બહારી માણસની હત્યા કરી નાખતા સેન્ટીનેલીઝ લોકો છેલ્લા હજારો વર્ષો દરમિયાન ક્યારેય બહારના લોકોના સંપર્કમાં નથી આવ્યા. એમની ભાષા એટલી આદિમ છે કે બીજા આદિવાસીઓ સુધ્ધાં સેન્ટીનેલીઝ ભાષામાં બોલાયેલું કશું સમજી નથી શકતા! પરંતુ પોતાના વિસ્તારમાં કુદરત સાથેનું એમનું અનુકૂલન એટલું અદ્ભુત છે કે સુનામી સમયે પણ આ આદિજાતિ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહેલી!

છે ને કમાલની વાત! આપણા આધુનિક-સભ્ય-સુસંસ્કૃત સમાજની હારોહાર, ઠેઠ પાષાણયુગીન જીવનશૈલી ધરાવતી પ્રજાતિઓ પણ કુદરત સાથે અનુકૂલન સાધીને ટકી રહી છે! સભ્ય સમાજના આદર્શો મુજબ આ આદિમાનવોના ઉત્થાન માટે, એમને પાયાની સગવડો પૂરી પાડવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ, ખરું ને? ના જી, જરાય નહિ! લેખની શરૂઆતમાં જ જણાવ્યું એમ આ લોકોનું ભલું ઇચ્છતા હોઈએ તો આપણે એમને એમના હાલ પર છોડી દેવા જોઈએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ.

ઈ.સ. 1910ના ઓગસ્ટમાં બ્રાઝિલના એક મિલિટરી એન્જિનિયરે પાંચેક હજારની વસ્તી ધરાવનાર નામ્બીક્વારા પ્રજાતિના લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયત્નરૂપે એમની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તે પોતાનો પ્રેમ દર્શાવવા નામ્બીક્વારા નેતાને ભેટી પડ્યો! બસ, આ જ ભૂલ આખી નામ્બીક્વારા પ્રજાતિને ભારે પડી ગઈ!

પેલા એન્જીનિયરને કારણે નામ્બીક્વારા નેતાને શરદીનો ચેપ લાગી ગયો. અને કુદરતને ખોળે ખેલતી આ પ્રજાતિમાં તો શરદી, ફ્લૂ કે ઇન્ફ્લુએન્ઝા સામેની પ્રતિકારકશક્તિ હતી જ નહિ!! પરિણામે ત્યાર પછીના થોડા જ વર્ષો દરમિયાન શરદી, કફ જેવી સાવ સામાન્ય બીમારીએ સાડા ચાર હજાર જેટલા નિર્દોષ આદિવાસીઓનો ભોગ લીધો!! આ પરથી દુનિયાને સમજાયું કે હજારો વર્ષોથી અલિપ્ત રહેલી આદિ જાતિઓ આધુનિક સમયના રોગો સામે રોગપ્રતિકારક ક્ષમતા વિક્સાવી શકી નથી! આથી જો આધુનિક સમાજ સાથે જોડવાના પ્રયત્નો થશે તો નિર્દોષ આદિજાતિઓ વગર વાંકે નાશ પામશે! આંદામાન-નિકોબારના તંત્રે પણ સેન્ટીનેલીઝ પ્રજાતિની કાળજી લેવા માટે ‘આઈઝ ઓન - હેન્ડ્ઝ ઓફ’ (દૂરથી ધ્યાન રાખવું) પોલિસી અમલમાં મૂકી છે.

વાનરમાંથી આધુનિક માનવની ઉત્ક્રાંતિ દરમિયાન શા માટે આવા કેટલાક માનવસમૂહો આદિમાનવની પાયરીએ જ અટકી પડ્યા હશે? ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરીમાં ક્યાંક કોઈ છેડો છૂટી તો નથી જતો ને?! જિજ્ઞાસુઓને આવા અનેક પ્રશ્ર્નો સ્વાભાવિકપણે થતા રહે છે. અત્યારે તો આ બધા પ્રશ્ર્નોના ઉત્તર કુદરત સ્વયં જ આપી શકે, આપણે માત્ર અનુમાન કરી શકીએ.

...અને અનુમાન કરો, કે આપણે ય ઉત્ક્રાંતિના એકાદ તબક્કે અટકી પડ્યા હોત, આપણી ટ્રાઈબ પણ આધુનિક પ્રવાહથી ‘લોસ્ટ’ થઇ ગઈ હોત, તો નોકરી-બેકારી-બ્રાઈટ ફ્યુચરની રેટ-રેસમાં દોડવાને બદલે આપણે પણ હે...યને જંગલોમાં લહેરથી રહેતા હોત! આવું અનુમાન કર્યા બાદ જો ઉત્ક્રાંતિનો અફસોસ થવા માંડે, તો વાંચો તુલસીદાસજીનો વધુ એક દોહો.

ટૂબલિ ધફળજ્ઞલજ્ઞ ફળપ ઇંજ્ઞ, રુણધૃ્રૂ વળજ્ઞ ઇંજ્ઞ લળજ્ઞઊ

અણવળજ્ઞણિ વળજ્ઞણિ ણવિ,ં વળજ્ઞણિ વળજ્ઞ લળજ્ઞ વળજ્ઞઊ ॥ ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3V81m6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com