6-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતીય બૅટ્સમેનો અફઘાની સ્પિનરો સામે વધુપડતી સાવચેતીથી રમ્યા: શ્રીકાંત

સાઉધમ્પ્ટન: ભારતીય બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના સ્પિનરો સામે વધુપડતી સાવધાની રાખીને રમ્યા હતા અને તેઓએ વધુ છૂટથી રમવું જોઈતું હતું, એમ ભૂતપૂર્વ ફટકાબાજ ઓપનિંગ બેટ્સમેન કે. શ્રીકાંતે કહ્યું હતું જેણે શનિવારે અહીં ૧૧ રનથી થયેલા વિજયમાં વિરાટ કોહલીની સુકાની તરીકેની ઉત્કૃષ્ટ કામગીરીને વખાણી હતી.

ધીમી પિચ પર ભારતની બહુ પ્રખ્યાતિ પામેલ બૅટિંગ ગુલબદીન નઈબની અફઘાની ટીમના સ્પિનરો સામે બહુ ઝળકી શકી ન હતી અને બે વારના વર્લ્ડ કપ વિજેતા ભારતે આઠ વિકેટે ૨૨૪ રનનો અસંતોષકારક જુમલો નોંધાવ્યો હતો.

અફઘાનિસ્તાને મેચ જીતવા છેલ્લી ઓવરમાં ૧૬ રન કરવાના રહેતા હતા અને મોહંમદ નબી (૫૫ બોલમાં ૫૨)એ સ્પર્ધામાં તેની ટીમને પ્રથમ વિજયની નજીક લાવી મૂકી હતી જ્યારે તેનો દાવ ૨૧૩ રને સમાપ્ત થઈ ગયો હતો. "પિચ થોડી ધીમી હતી, પણ ભારતીય બેટધરોએ દાવની મધ્યની ઓવરોમાં થોડી છૂટથી રમવું જોઈતું હતું, એમ ૧૯૮૩થી ભારતની વર્લ્ડ કપ વિજયી ટીમના સભ્ય શ્રીકાંતે આઈ. સી. સી.ની કોલમમાં લખ્યું હતું.

શ્રીકાંતે કહ્યું હતું કે ભારતીય બેટ્સમેનોએ અફઘાનિસ્તાનના સ્પિનરો સામે વધુ પડતી માનભરી રમત રમી હતી અને કોહલીની વખાણવાજોગ કેપ્ટનશિપથી ભારત છેવટે વિજય મેળવી શક્યું હતું. (પી.ટી.આઈ.)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

C4I768
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com