21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માયાવતીનો ગજરાજ ચૂંટણીમાં એકલો ચાલશે

લખનઊ: બહુજન સમાજ પક્ષના પ્રમુખ માયાવતીએ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે તેમનો પક્ષ ભવિષ્યની તમામ ચૂંટણી એકલા હાથે લડશે. રવિવારે પક્ષના કાર્યકરો સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ તેમણે આ જાહેરાત કરી હતી.

સમાજવાદી પક્ષના 2012થી 2017 દરમિયાન શાસન વખતે કાયદોવ્યવસ્થાની ખરાબ સ્થિતિ, બીએસપી અને દલિત વિરોધી લેવાયેલા નિર્ણય સહિત તમામ ભૂતકાળની બાબતો ભૂલી ગયા છે. સમાજવાદી પક્ષ સાથે બીએસપીનું ગઠબંધનનો નિર્ણય દેશના હિત માટે લેવાયો હતો.

ચૂંટણી બાદ સમાજવાદી પક્ષના વર્તનના કારણે બીએસપીને નવેસરથી વિચારવાની ફરજ પડી હતી. ભાજપને લડત આપવા બીએસપીએ ભવિષ્યની તમામ ચૂંટણી પોતાની તાકાત પર લડવાનો નિર્ણય લીધો છે, એમ માયાવતીએ કહ્યું હતું.

અન્ય પક્ષ સાથેનું ગઠબંધન ધારણા પ્રમાણે અસર પાડી શક્યું નહોતું તે કબૂલ્યું હતું. લોકસભામાં બીએસપીને દસ બેઠક મળી છે, જ્યારે સમાજવાદી પક્ષને ફક્ત પાંચ અને કૉંગ્રેસને એકમાત્ર બેઠક મળી હતી.

બીએસપીનાં વડા માયાવતીએ ભવિષ્યની તમામ ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય લેતા સમાજવાદી પક્ષના નેતા રમાશંકર વિદ્યાર્થીએ કહ્યું હતું કે આનાથી સામાજિક ન્યાયની લડત પાંગળી બનશે.

માયાવતી સમાજવાદી પક્ષની વિરુદ્ધમાં ઉતાવળે નિવેદન કરી રહ્યાં છે.

સમાજવાદી પક્ષને દલિતોનો ટેકો મળતા માયાવતી આડેધડ નિવેદન કરે છે, એમ સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય મહામંત્રીએ કહ્યું હતું.

યુતિના "માલકીને શું કર્યું તે જનતા જાણે છે. એસપી સાથે ગઠબંધન તોડવાની પહેલ માયાવતીએ કરી હતી. માયાવતીએ સમાજવાદી પક્ષના વર્તનની ટીકા કરી છે, તેનાથી આશ્ર્ચર્ય થયું છે. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6055a7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com