13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વધુ અમેરિકી ડ્રૉન તોડવાની ઈરાનની ધમકી

દુબઈ: ઈરાને ગયા અઠવાડિયે અમેરિકાનું એક ડ્રૉન તોડી પાડ્યા બાદ બંને દેશ વચ્ચે વધેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન પર લશ્કરી હુમલો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધા બાદ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પૉમ્પિઓએ સોમવારે સઉદીના રાજા અને ક્રાઉન પ્રિન્સની મુલાકાત લીધી હતી.

દરમિયાન, ઈરાનના નૌકાદળના કમાન્ડરે ચેતવણી આપી છે કે ઈરાનની હવાઈ સીમાનો ભંગ કરવાનો પ્રયાસ કરનારા અમેરિકાના જાસૂસી ડ્રૉન તોડી પાડવામાં ઈરાન જરા પણ નહીં ખચકાય. જોકે,

10 કરોડ ડૉલર કરતાં પણ વધુ મૂલ્ય ધરાવતા અમેરિકી ડ્રૉને ઈરાનની હવાઈ સીમાનો ભંગ કર્યો હોવાનું અમેરિકાએ નકારી કાઢ્યું હતું.

ટ્રમ્પે કહ્યું હતું કે 150 જણનાં મોત થાય એવી શક્યતા હોવાનું જણાઈ આવ્યા બાદ તેમણે હવાઈહુમલો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો, પરંતુ હજુ પણ ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો જ છે.

પૉમ્પિઓએ સોમવારે સઉદીના રાજા સલમાન તેમ જ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે અલગથી મુલાકાત કરી હતી અને ઈરાન સાથે વધેલા તણાવ અંગે ચર્ચા કરી હતી.

પૉમ્પિઓએ કહ્યું હતું કે તેમની આ મુલાકાત ફળદાયી રહી હતી. વિશ્ર્વના 20 ટકા કરતાં પણ વધારે વેપારી જહાજો જ્યાંથી પસાર થાય છે તે પર્શિયન અખાતની નજીક આવેલી હૉર્મઝની સામુદ્રધુનીની સુરક્ષા વધારવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું.

સઉદીની મુલાકાત બાદ પૉમ્પિઓ અમેરિકાના વધુ એક નિકટના સાથીદાર યુએઈની મુલાકાતે જશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલ વેચવાને મામલે અમેરિકાએ લાદેલા પ્રતિબંધને ઈરાને આર્થિક આતંકવાદ લેખાવ્યો હતો. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

snM3847p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com