26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંરક્ષણની તૈયારીમાં ભંડોળ બાધારૂપ નથી: રાજનાથ

નવી દિલ્હી: દેશની સંરક્ષણની તૈયારીની વાત આવે ત્યારે ભંડોળની પર્યાપ્તતા કોઇ પણ રીતે બાધારૂપ નથી અને તેમાં કોઇ સમાધાન નહીં કરવામાં આવે એવી ખાતરી દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રાજ્ય સભામાં સોમવારે આપી હતી. પ્રશ્ર્નકાલ દરમિયાન એક સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે મૂડીની મર્યાદાને કારણે દેશની સજ્જતા સામે કોઇ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે જ્યાં દેશની સજ્જતાનો સવાલ આવે છે ત્યાં મૂડી મર્યાદાને કારણે અમે તેના પર કોઇ પ્રતિકૂળ અસર નહીં થવા દઇએ.’ અન્ય એક પૂરક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંરક્ષણ બજેટમાં વધારો થયો છે.

2019-20માં કુલ મૂડી ખર્ચનો એક તૃતીયાંશ ભાગ (32.19 ટકા) સંરક્ષણ બજેટ પર ખર્ચવામાં આવ્યો છે, જે અન્ય તમામ કેન્દ્રીય મંત્રાલયમાં સૌથી વધુ છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે સંરક્ષણ ક્ષેત્રને આધુનિક બનાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે એ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

દરમિયાન એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 2015-16ના સમયગાળામાં સરકારે સંરક્ષણ ક્ષેત્રની સામાન્ય અને મહત્ત્વની ખરીદી માટે સેવા વડામથકને નોંધપાત્ર સત્તા આપી હતી, જેને કારણે ઝડપી નિર્ણય લેવામાં મદદ મળી હતી અને ફાળવેલા બજેટનો શ્રેષ્ઠ અને પૂર્ણ ઉપયોગ થયો હતો. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q83RS1Ea
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com