23-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રૉડ બાંધવામાં જમીન પ્રાપ્તિ રોડબ્લોક: ગડકરી

નવી દિલ્હી: રૉડ બાંધવાની યોજનાઓ માટે જમીન પ્રાપ્તિની મૂળ સમસ્યા નડતી હોય છે અને રાજ્ય સરકારે ઉકેલ શોધીને રસ્તો કાઢવો જોઇએ, એવી વાત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહી હતી.

પ્રશ્ર્નકાળ દરમિયાન એક સવાલના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં જમીનના ભાવ ઘણા ઊંચા હોવાથી રૉડ બાંધવાની યોજનાઓ માટે જમીન પ્રાપ્તિની મૂળ સમસ્યા નડતી હોય છે, યોજનાઓ ઝડપથી અમલમાં મૂકીને એમના મંત્રાલયે પાછલાં પાંચ વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની એનપીએની બચત કરી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે હવે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા સરળ બનાવવા અને એની કિંમત પોતે ચૂકવવા માટે કેટલાંક રાજ્યો આગળ આવીને મંત્રાલયને આશ્ર્વાસન આપી રહ્યા હોવાથી યોજનાનો અમલ ઝડપથી થઇ રહ્યો છે. ગત પાંચ વર્ષમાં અમે રૂ. 11 લાખ કરોડના કોન્ટ્રેક્ટ આપ્યા હતા. આ સમય રાજ્ય સરકારે આગળ આવીને સમસ્યાનો ઉકેલ લાવવાનો છે.

એમણે ઉત્તર પ્રદેશનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે ત્યાં રાજ્ય સરકારે રિંગ રોડની કિંમતના પચાસ ટકા રકમ આપવાની વાત સ્વીકારી હતી. ઘણાં રાજ્યો હવે આગળ આવી રહ્યાં છે, પણ કેરળમાં આ બહુ ગંભીર સમસ્યા છે, કારણ કે ત્યાં જમીનના ભાવ ઘણા ઊંચા છે. અમે આનો ઉકેલ લાવવા માગીએ છીએ, પણ રાજ્ય સરકારે જમીનના નાણાં આપવા જોઇએ અને આનો ઉકેલ લાવવો જોઇએ.

નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવી ત્યારે રૂ. 3,85,000 કરોડની કિંમતની 403 યોજનાઓ પેન્ડિંગ હતી. ભારત સરકારની આ બહુ મોટી ઉપલબ્ધિ છે કે એણે દેશની રૂ. 3 લાખ કરોડની બચત કરી અને આજે 90 ટકા યોજનાઓ ઝડપથી આગળ વધી રહી છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0P80Bvx
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com