21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આપણે એર સ્ટ્રાઈક કરી, પાક કંઈ કરી શક્યું નહીં: ચીફ એર માર્શલ

ગ્વાલિયર: બાલાકોટ એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાની એરફોર્સના વિમાનો ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ્યા ન હતા, તેવું એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ સોમવારે ગ્વાલિયરમાં કહ્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ઓપરેશનમાં આઈએએફ દ્વારા લક્ષ્ય હાંસલ કરી શકાયું હતું, જ્યારે પાકિસ્તાન તેમનો હેતુ સિદ્ધ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.

એર ચીફ માર્શલ ધનોઆએ ગ્વાલિયર એર બેઈઝ પર યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું કે "તેઓ આપણી એર સ્પેસમાં પ્રવેશ્યા ન હતા. આપણો હેતુ શું હતો? આપણે (ત્રાસવાદી કેમ્પ) પર હુમલો કરવો હતો અને આપણો હેતુ સિદ્ધ થયો હતો. તેમનો (પાકિસ્તાન)નો હેતુ આપણા સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવાતો હતો. બોટમ લાઈન એ છે કે તેઓ તેવું નહીં કરી શક્યા.

કારગિલ યુદ્ધના વીસમા વર્ષ નિમિત્તે ગ્વાલિયર એરબેઝ પર કેટલાક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના (પાકિસ્તાન એરફોર્સના) વિમાનો આપણી એલઓસી પાર કરી શક્યા ન હતા.

બાલાકોટ એર સ્ટ્રાઈકમાં મિરાજ-2000 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પાઈસ બૉમ્બથી સજ્જ મિરાજ-2000 વિમાન ગ્વાલિયર એરબેઝથી રવાના થયા હતા અને જૈશ-એ-મોહમ્મદના કેમ્પનો સફાયો કર્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

W4k1BnkJ
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com