21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડિગ્રી કૉલેજની પ્રવેશ પ્રક્રિયા અંતિમ તબક્કે અંતિમ મેરિટ લિસ્ટ જાહેર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: ગઇ કાલે મુંબઇ યુનિવર્સિટી દ્વારા સાંજે પાંચ વાગ્યે ડિગ્રી કૉલેજના પ્રથમ વર્ષ માટે ત્રીજું અને અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઉપરાંત યુનિવર્સિટીથી સંકળાયેલી કૉલેજોની વેબસાઇટ પર પણ આ લિસ્ટને મૂકવામાં આવ્યું હતું. મનપસંદ કૉલેજમાં એડ્મિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ છેલ્લા અમુક દિવસોથી દોડધામ કરી રહ્યા છે. ડિગ્રી કૉલેજમાં એડ્મિશન મેળવનારા વિદ્યાર્થીઓને નડતી સમસ્યાનું નિવારણ લાવવા માટે શહેરની અનેક કૉલેજના હેલ્પ ડેસ્ક પણ ધમધમી રહ્યાં છે.

મુલુંડની કેલકર કૉલેજમાં બીએ કોર્સ માટે 87 ટકા, બીએસસી માટે 66 ટકા અને બીકોમ માટે 86.15 ટકા કટ-ઓફ જાહેર કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત બીએસસી આઇટી માટે 74 ટકા, કોમર્સ સ્ટ્રીમથી બીએમએસ કોર્સ માટેના ઇચ્છુકો માટે 79.28 ટકા, સાયન્સથી બીએમએમ કરનારા વિદ્યાર્થીઓ માટે 69.80 ટકા કટઓફ નક્કી કરવામાં આવ્યાં હતાં.

મીઠીબાઇ કૉલેજમાં પણ કોમર્સથી બીએમએસ કરવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે 95 ટકા, આટર્સથી બીએમએમ કોર્સ માટે અરજીઓ કરનારા વિદ્યાર્થીઓ માટે 92.40 ટકા, બૅફ (બેચલર્સ ઓફ બૅંકિંગ એન્ડ ફાયનાન્સ) માટે 94.20 ટકાએ લિસ્ટ ક્લોઝ થયું હતું. ગયા વર્ષ કરતાં આ વર્ષે કૉલેજના કટઓફમાં સરેરાશ બે ટકાનો વધારો નોંધાયો હતો.

એચઆર કૉલેજના ત્રીજા મેરિટ લિસ્ટમાં બીકોમ માટે 92.20 ટકા, બીએમએસ માટે 94.40 ટકા, બીએમએમ માટે 92.40 ટકા, બીબીઆઇ કોર્સ માટે 86.20 ટકા, બૅફ (બૅચલર્સ ઓફ બૅંકિંગ એન્ડ ફાયનાન્સ) માટે 92.46 ટકા સુધી કટ-ઓફ જાહેર કરવામાં આવ્યાં હતાં.

કેસી કૉલેજમાં બીકોમ માટે 88 ટકા, બીએસસી માટે 58 ટકા, બીએમએમ માટે 90 ટકા, બીએ માટે 87 ટકા, બીબીઆઇ માટે 82 ટકા કટ-ઓફ જાહેર કરાયાં હતાં. જે વિદ્યાર્થીઓનું નામ આ લિસ્ટમાં આવેલું છે તેઓ આવતી કાલ સુધી દસ્તાવેજોનું વેરિફિકેશન કરાવી શકશે અને 27 જૂનના દિવસે ફી જમા કરાવી શકે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g0412636
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com