13-December-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાજપ-શિવસેનાના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓની બેઠક યુતિ મામલે બધાને મોઢું ન ખોલવાની સલાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે લડવાના છે ત્યારે કોઈ ગેરસમજ ન સર્જાય તે માટે માત્ર મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમ જ બન્ને પક્ષના પ્રવક્તા સિવાય આ અંગે કોઈ નિવેદનો નહીં કરે, તેમ નક્કી કરવામાં આવ્યું હતું. અગાઉ મુખ્ય પ્રધાન કયા પક્ષનો હશે તે અંગે બન્ને પક્ષો તરફથી નિવેદનો આવ્યા હતા અને વિવાદો સર્જાયા હતા. તમામ નેતાઓએ વિધાનસભ્યો અને વિધાન પરિષદના નેતાઓને બની શકે તેટલું જનતા વચ્ચે રહેવા અને તેમના કામ કરવા જણાવ્યું હતું. આ અંગે નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું કે બન્ને પક્ષો વિધાનસભાની ચૂંટણી માટે સાથે કામ કરી રહ્યા છે અને બેઠકો અંગેની ચર્ચા પણ થોડા સમયમાં શરૂ થશે.

બન્ને પક્ષો લોકસભા સાથે લડી રહ્યા છે અને હવે વિધાનસભા સાથે લડવાની તૈયારી કરી રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7Tha4615
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com