21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરવાનગી વિનાના રેસ્ટોરાંનું ફૂડ સપ્લાય કરવા માટે સ્વિગી અને ઝોમેટો સામે સરકારની કાર્યવાહી
366 રેસ્ટોરાંમાંથી 122 રેસ્ટોરાં સામે કાર્યવાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શહેરમાં ઠેર ઠેર જોવા મળતા સ્વિગી અને ઝોમેટો આ ઑનલાઈન ફૂડ સપ્લાયર કંપનીઓ સામે મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરી હતી. જે રેસ્ટોરાં પાસે લાઈસન્સ નથી તે રેસ્ટોરાંનું ફૂડ સપ્લાય કરવા બદલ સ્વિગી કંપની સામે 59 કોર્ટ કેસ અને ઝોમેટો કંપની સામે 26 કોર્ટ કેસ દંડાત્મક કાર્યવાહી માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન જયકુમાર રાવલે લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું. આ સાથે 19 નાના વ્યાવસાયિકો વિરુદ્ધ કેસ દાખલ કરી તેમની પાસેથી રૂ. 1, 51,000 દંડ રૂપે વસૂલવામાં આવ્યા હતા. આ સાથે મુંબઈમાં ઝોમેટો મીડિયા પ્રાઈવેટ લિમિટેડ એકમ સામે લાઈસન્સ વિના વ્યવસાય કરવા બદલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પુણે જિલ્લામાં આવા બે લાઈસન્સ વિનાના રેસ્ટોરાંમાંથી ફૂડ ખરીદવા બદલ સ્વિગી અને ઝોમેટો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રધાને જણાવ્યું હતું.

આ બન્ને કંપનીઓ સહિત આવી ઑનલાઈન ઍપ દ્વારા નિયમોનું ઉલંઘન થતું હોવાનો અને સરકારે લોકોના આરોગ્ય સાથે રમી રહેલી કંપનીઓ સામે શું પગલાં લીધા છે, તેવો સવાલ ભીમરાવ તાપકીરે પૂછ્યો હતો. આ અંગે કંપનીના પ્રતિનિધિઓ સાથે વાત થઈ શકી ન હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

87eX348
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com