26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે વિજય વડ્ડેટીવારની નિમણૂંક
વિધાન પરિષદમાં નિલમ ગોરે બિનહરિફ ચૂંટાઈ આવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: કૉંગ્રેસના નેતા વિજય વડ્ડેટીવાર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નામની જાહેરાત કરી હતી અને તેમને જમીન સાથે જોડાયેલા નેતા કહ્યા હતા. સરકાર પર નજર રાખવા સશક્ત વિરોધપક્ષની જરૂરત છે. વિદ્યાર્થી નેતા તરીકે કૉંગ્રેસ પક્ષ સાથે કારકિર્દી શરૂ કરનારા વડ્ડેતીવાર શિવસેનામાં જોડાયા હતા અને વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2005માં તેઓ ફરી

કૉંગ્રેસમાં આવ્યા હતા અને કૉંગ્રેસ-એનસીપીની સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાધાકૃષ્ણ વિખે પાટીલ માટે ટીકા કરી રહેલા વિરોધપક્ષોને ફડણવીસે ઝાટકયા હતો અને એનસીપીના નેતા છગન ભુજબળને ફાધર ઑફ ડિફેક્શન કહ્યા હતા. 90ના દાયકામાં ભુજબળે પોતે વિધાનસભ્યો સાથે શિવસેના છોડી કૉંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે વડ્ડેટીવારને પોતાના જેવા નેતા કહ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં ચંદ્રપુરની બેઠક કૉંગ્રેસ માટે જીતી લાવ્યા તેથી તેમને આ પદ મળ્યું હોવાનું પણ ફડણવીસે જણાવ્યું હતું. વર્તમાન સરકારનો આ છેલ્લું વિધાનમંડળનું સત્ર છે અને માત્ર બે અઠવાડિયા જ બાકી છે ત્યારે એનસીપીના નેતા અજિત પવારે જણાવ્યું હતું કે તેઓ 20-20 મેચ રમશે.

જોકે ભાજપના પોતાના જ નેતા એકનાથ ખડસેએ રાધાકૃષ્ણ વિખે પાટીલને ટોણો મારતા જણાવ્યું હતું કે તેઓ નસીબદાર છે કે પક્ષમાં તેમને ત્રીજા નંબરનું સ્થાન મળ્યું છે. જોકે પોતે આ રીતે નહીં કરે તેમ કહી તેમણે ભાજપ છોડવાના નથી, તેવા સંકેતો આપ્યા હતા.

વિધાન પરિષદમાં ઉપસભાપતિ તરીકે શિવસેનાના નેતા નિલમ ગોરેને બિનહરીફ ચૂંટવામાં આવ્યાં હતાં. ગોરે આ પદ પર બેસનારા મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદનાં પહેલાં મહિલા છે. તેઓ ત્રણ ટર્મ માટે વિધાનસ પરષિદના સભ્ય રહી ચૂક્યાં છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5203K6P
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com